Shah Rukh Khan Accident: શૂટિંગ દરમિયાન થયો અકસ્માત, શાહરૂખ ખાનને નાકમાં થઈ ઈજા

Shah Rukh Khan: બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન હાલના દિવસોમાં સતત ચર્ચામાં છે. શાહરૂખ ખાનની પઠાણ બાદ હવે ચાહકો તેની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

Shah Rukh Khan Accident: શૂટિંગ દરમિયાન થયો અકસ્માત, શાહરૂખ ખાનને નાકમાં થઈ ઈજા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2023 | 1:20 PM

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનનો સિક્કો બોલિવુડમાં ફરી એકવાર ચાલ્યો છે. તેણે ‘પઠાણ’થી કમબેક કર્યું છે. તેમની ફિલ્મની કમાણી સામે કોઈ હિન્દી ફિલ્મ ટકી શકી નથી. ‘પઠાણે’ વિશ્વભરમાં 1000 કરોડ સુધીનો બિઝનેસ કર્યો છે. હવે તેના ચાહકોની નજર તેના આગામી પ્રોજેક્ટ્સ પર છે. આ દરમિયાન શાહરૂખ (Shah Rukh Khan) અકસ્માતનો શિકાર બન્યો છે. શાહરૂખ ખાન હાલમાં જ લોસ એન્જલસમાં શૂટિંગ કરી રહ્યો હતો. શૂટિંગ દરમિયાન શાહરૂખ સાથે અકસ્માત થયો હતો.

જેના કારણે તેને ઈજા થઈ હતી. જોકે આ ઈજા બહુ મોટી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, શાહરૂખ ખાન પર એક નાની સર્જરી કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે કિંગ ખાનને તેના આગામી પ્રોજેક્ટના શૂટિંગ દરમિયાન તેના નાક પર ઈજા થઈ હતી. જે બાદ અભિનેતાના નાકમાંથી લોહી વહેવા લાગ્યું.

આજનું રાશિફળ તારીખ : 09-01-2025
રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'
દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
View this post on Instagram

A post shared by Shah Rukh Khan (@iamsrk)

આ પણ વાંચો : Tejasswi Prakash On Wedding: તેજસ્વી પ્રકાશે કરણ કુન્દ્રા સાથેના લગ્ન પર મૌન તોડ્યું, કહ્યું ક્યારે બનશે કરણની ‘કન્યા’

સેટ પર હાજર ટીમ શાહરુખ ખાનને હોસ્પિટલ લઈ પહોંચી હતી. જ્યાં અભિનેતાની ટીમને ડોક્ટરોએ જણાવ્યું કે, ચિંતા કરવાની કોઈ જરુર નથી પરંતુ નાકમાંથી લોહી નીકળવાને કારણે શાહરુખ ખાનની નાની સર્જરી કરવામાં આવશે. સર્જરી બાદ શાહરુખ ખાન બહાર આવ્યો તો તેના નાક પર પટ્ટી લગાવેલી હતી. હવે શાહરુખ ખાન ભારત પરત ફરી ચૂક્યો છે. ચાહકો અભિનેતાની અપકમિંગ ફિલ્મને લઈ ખુબ ઉત્સાહિત છે.

આ પણ વાંચો : Rekha Vogue Arabia Cover : માંગમાં સિંદૂર, ગળામાં ભારે ભરખમ નેકલેસ, વોગ અરેબિયાના કવર પેજ પર છવાઈ 68 વર્ષની રેખા

માનવામાં આવી રહ્યું છે કે, આ મહિને ફિલ્મ જવાનની ઝલક જોવા મળી શકે છે. જવાન સિવાય શાહરુખ ખાનની પાસે અનેક મોટા પ્રોજેક્ટ છે. જેમાં ડંકી પણ સામેલ છે. શાહરુખ ખાનની સાથે ડંકીમાં વિક્કી કૌશલ અને તાપસી પન્નુ પણ જોવા મળશે.

સુપરસ્ટાર શાહરૂખ ખાનની ‘પઠાણ’ એ બોક્સ ઓફિસ પર જોરદાર ધૂમ મચાવ્યા પછી, શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સ્ટારર એક્શન બ્લોકબસ્ટર ‘પઠાણ’ હવે ટીવી પર એન્ટ્રી કરી લીધી છે. પઠાણ 25 જાન્યુઆરી, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે વિશ્વભરમાં 1000 કરોડથી વધુની કમાણી કરી હતી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">