મહાન ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર લંડનમાં રહે છે. તે હાલમાં જ તેના મિત્ર સૂફી મલિક સાથે લંડનના રીજન્ટ પાર્કમાં પિકનિક માટે ગઈ હતી. તમને જણાવી દઈએ કે સૂફી પાકિસ્તાનના રહેવાસી છે. આ પિકનિકનો આનંદ માણવા બંને જણ પોતાની સાથે ખાણીપીણીની ઘણી વસ્તુઓ લઈ ગયા હતા. જેમાં ફળો, ચીઝ, વાઇન અને બિસ્કીટ જેવી વસ્તુઓનો સમાવેશ થતો હતો.
સારા તેની મિત્ર સાથે આ બધું ખાઈ રહી હતી અને તેની પિકનિક માણી રહી હતી ત્યારે અચાનક મધમાખીએ હુમલો કર્યો. આ જોઈને તે ડરી ગઈ.
મધમાખીઓએ સારા તેંડુલકરને કોઈ નુકસાન કર્યું નથી. માખી ફક્ત આવી સારા ને ડરાવી ત્યાંથી જતી રહી હતી. આ પછી તેણે ફરીથી પાર્કમાં વૃક્ષોની વચ્ચે મજા લેવાનું શરૂ કર્યું. સારાએ તેની પિકનિકની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ તસવીરો જોઈને ઘણા ફેન્સ તેને શુભમન ગિલ સાથે જોડવા લાગ્યા. લોકોએ કોમેન્ટ કરવાનું શરૂ કર્યું અને કહ્યું કે સારા પિકનિક નહીં પણ શુભમન ગિલનો જન્મદિવસ ઉજવી રહી છે.
તમને જણાવી દઈએ કે 8 સપ્ટેમ્બરે ગિલનો જન્મદિવસ હતો અને આ પહેલા બંનેના નામ ઘણી વખત એક સાથે જોડાઈ ચૂક્યા હતા. જો કે, હજી સુધી કોઈએ તેની પુષ્ટિ કરી નથી અને તેમના સંબંધોના સમાચાર માત્ર અફવા સાબિત થયા છે.
સારા તેંડુલકરનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ પણ મુંબઈની ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી થયું હતું. આ પછી તે મેડિકલ અભ્યાસ માટે લંડન ગઈ હતી. ત્યાં તેમણે યુનિવર્સિટી કોલેજ લંડનમાં એડમિશન લીધું અને ક્લિનિકલ અને પબ્લિક હેલ્થ ન્યુટ્રિશનમાં માસ્ટર ડિગ્રી મેળવી.
સુફી મલિક પાકિસ્તાનની રહેવાસી છે અને તે એક ફેશન ફોટોગ્રાફર અને જીવનશૈલી પ્રભાવક છે. 2019 માં, તેણીએ ભારતીય ઇવેન્ટ આયોજક અંજલિ ચક્ર સાથે તેના સંબંધની જાહેરાત કરી ત્યારે તે ચર્ચામાં આવી. પાંચ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ તેઓ લગ્ન કરવા જઈ રહ્યા હતા પરંતુ તેના થોડા અઠવાડિયા પહેલા જ તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું.
Published On - 6:44 am, Wed, 11 September 24