ભાઈજાન ફરી બનશે ‘પ્રેમ’ ! બિગ બોસના સ્ટેજ પરથી સલમાન ખાનનો ‘મોટો ખુલાસો’, આગામી ફિલ્મને લઈને આપ્યા ‘સંકેત’
બોલિવૂડમાં કેટલાક એવા કલાકારો છે, જેમની ઓળખ તેમણે ભજવેલા ખાસ પાત્રોથી બની જાય છે. સલમાન ખાન અને તેમનું આઇકોનિક પાત્ર 'પ્રેમ' આનું સૌથી મોટું ઉદાહરણ છે. 'મેંને પ્યાર કિયા' થી શરૂ થયેલી આ સફર આજે પણ દર્શકોના દિલ પર રાજ કરે છે. હાલમાં જ બિગ બોસના મંચ પરથી સલમાન ખાને પોતાના ફેન્સને એક મોટી ખુશખબર આપી છે.

બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા એક્ટર્સે ક્યારેક કરિયરમાં એવા પાત્રો ચોક્કસપણે ભજવ્યા છે, જે તેમની ઓળખ બની ગયા છે. હવે આપણા ભાઈજાનને જ લઈ લો, જેઓ પડદા પર ‘પ્રેમ’ બનીને છવાઈ ગયા છે.
ભાઈજાનના પછી ઘણા કલાકારોએ પ્રેમ નામના પાત્રો પડદા પર ભજવ્યા પરંતુ જે લોકપ્રિયતા સલમાન ખાને આ નામ સાથે મેળવી, તે બીજા કોઈ અભિનેતાને મળી.
ઘણા સમયથી ભાઈજાનના ફેન્સ તેમને પ્રેમ તરીકે જોવા માંગે છે, જેને લઈને તેમણે એક મોટો ખુલાસો કર્યો છે. સલમાન ખાનના આ ખુલાસાથી તેમના ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠયા છે.
જલ્દી જ પ્રેમ બનશે ‘સલમાન ખાન’
અભિનેતા સલમાન ખાને બિગ બોસ 20ના સ્ટેજ પર ખુલાસો કર્યો છે કે, લોકોએ તેમને પ્રેમ તરીકે ઘણો પ્રેમ આપ્યો છે. વીતેલા વર્ષોમાં તેઓ ઘણી વખત પ્રેમ બન્યા છે અને આવનારા સમયમાં પણ તેમની કેટલીક ફિલ્મો આવશે, જેમાં તેઓ પ્રેમ બનશે.
SALMAN KHAN JUST DROPPED A BIG HINT!
During #BiggBoss20, Salman Khan said that “Prem” is coming back very soon. ❤️
One of the most iconic names associated with his career returning again? This is going to trigger a LOT of speculation.
Now the big question — where are we going to see Prem again?
#SalmanKhan #SVC63 https://t.co/xrluuy4N3L
— Cinema Decoded (@Cinema_Decoded) October 4, 2026
સલમાન ખાનના જણાવ્યા અનુસાર, “હું ઘણી વખત પ્રેમ બની ચૂક્યો છું. ‘મેને પ્યાર કિયા’ ફિલ્મ બાદ ઘણી વખત મેં આ પાત્ર ભજવ્યું છે. આ નામ મારી સાથે ઘણા વર્ષો સુધી રહ્યું અને આજે પણ છે. આવનારા વર્ષોમાં પણ ઘણી ફિલ્મો આવશે, જેમાં હું પ્રેમ બનીશ.”
નવી ફિલ્મનું પ્રમોશન
વાસ્તવમાં વીર પહાડિયા પોતાની ફિલ્મ પ્રેમ કીટાણુને પ્રમોટ કરવા માટે બિગ બોસ 20ના સ્ટેજ પર ગયા હતા, જ્યાં તેમણે આ ખુલાસો કર્યો. વીર પહાડિયાની નવી ફિલ્મ પ્રેમ કીટાણુ ગયા વીકેન્ડ પર જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે, જેને પ્રમોટ કરવા માટે તે ભાઈજાન સાથે જોવા મળ્યો હતો.
જણાવી દઈએ કે, સલમાન ખાન સાથે ‘પ્રેમ’ નામ મેને પ્યાર કિયા પછી જ જોડાઈ ગયું હતું. આ પછી તેમણે સૂરેજ બડજાત્યા સાથે જેટલી પણ ફિલ્મો કરી, તે બધી જ ફિલ્મોમાં તેમણે પ્રેમનું જ પાત્ર ભજવ્યું. દર્શકોને તેમનું આ પાત્ર ખૂબ જ પસંદ આવે છે. ‘પ્રેમ’ તરીકે સલમાન ખાન પોતાનું સોફ્ટ વર્ઝન પડદા પર લાવે છે, જે દર્શકોના દિલ જીતી લે છે.
