AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : હું 20 વર્ષની ઉંમરથી ટેક્સ ભરી રહી છું, રકુલ પ્રીત સિંહે IT દરોડાના અહેવાલોને ફગાવી દીધા

Rakul Preet Singh On IT Raid: ઈન્કમ ટેક્સ રેડના સમાચારો પર રકુલ પ્રીત સિંહે હવે જવાબ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, હું 20 વર્ષની હતી ત્યારથી ટેક્સ ભરી રહી છું. તેનું આ સર્ચમાં કોઈ લેવા દેવા નથી.

Breaking News :  હું 20 વર્ષની ઉંમરથી ટેક્સ ભરી રહી છું, રકુલ પ્રીત સિંહે IT દરોડાના અહેવાલોને ફગાવી દીધા
Image Credit source: AI
| Updated on: Oct 05, 2026 | 1:32 PM
Share

થોડા દિવસ પહેલા ફિલ્મ પ્રોડ્યુસર વાસુ ભગનાની,જૈકી ભગનાની, રકુલ પ્રીત સિંહ અને પૈનૌરમા સ્ટુડિયોના ઠેકાણા પર આઈટીની રેડના સમાચાર હતા. પરંતુ હવે રકુલ પ્રીત સિંહે એક નિવેદનમાં દાવો કર્યો છે કે, ઈન્કમ ટેક્સની રેડનો તેની સાથે કોઈલેવા દેવા નથી. તેના પર કોઈ રેડ પડી નથી. તેમણે રેડના સમાચારને અફવા કહ્યું છે. તેમજ ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે. ઈન્સ્ટાગ્રામ પર રકુલે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે, આ સર્ચ ઓપરેશનનો તેની સાથે કોઈ સંબંધ નથી.

રકુલ પ્રીત સિંહે પોતાના નિવેદનમાં કહ્યું કે, આ સર્ચ ઓપરેશન મારી સાથે કોઈ લેવાદેવા નથી. એ બધાને ખબર હોવી જોઈએ. હું એક આર્મ ફોર્સના બ્રેકગ્રાઉન્ડમાંથી આવું છું અને આ ઈન્ડસ્ટ્રીમાં મારો કોઈ ગોડફાધર નથી. મેં ફક્ત સખત મહેનત દ્વારા મારું સ્થાન મેળવ્યું છે. એક જવાબદાર અને કાયદાનું પાલન કરનાર નાગરિક તરીકે, હું 20 વર્ષની ઉંમરથી મારા સંપૂર્ણ ટેક્સ ચૂકવી રહી છું.

મારી પાસે કોઈ બેનામી મિલકત નથી

છેલ્લા કેટલાક દિવસથી આવેલા તમામ રિપોર્ટનું ખંડન કરતા રકુલ પ્રીત સિંહે કહ્યું કે, હું વ્યક્તિગત તરીકે અથવા કોઈ પ્રોડક્શન હાઉસ તરફથી કોઈ હું ગેરકાયદેસર વિદેશી વ્યવહારોમાં સામેલ નથી. હું એ પણ સ્પષ્ટ કરવા માંગુ છું કે મારી પાસે ભારતમાં કે વિદેશમાં ક્યાંય પણ બેનામી મિલકત નથી. મને ક્યારેય કોઈ મિલકત ભેટમાં આપવામાં આવી નથી, કે હું સિદ્ધાંતની બાબતમાં આવી મોંઘી ભેટ સ્વીકારતી નથી.

View this post on Instagram

રકુલ પ્રીતનું વર્કફ્રન્ટ

રકુલ પ્રીત સિંહ છેલ્લી વખત આયુષ્માન ખુરાનાની પતિ પત્ની અને વો દોમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં સારા અલી ખાન અને વામિકા ગબ્બી પણ હતી. આ પહેલા તે ગત્ત વર્ષે અજય દેવગનની સાથે દે દે પ્યાર દે 2માં જોવા મળી હતી.ટુંક સમયમાં તે રણબીર કપૂરની ફિલ્મ રામાયણમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે રાવણની બહેન શૂર્પખાનું પાત્ર નિભાવી રહી છે.

એક જ બિલ્ડિંગમાં રહેતા હતા રકુલ અને જેકી, જે સ્થળથી લવ સ્ટોરી શરુ થઈ તે સ્થળે લીધા સાત ફેરા અહી ક્લિક કરો

Follow Us
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
g clip-path="url(#clip0_868_265)">