Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba siddique died : સલમાન ખાને ભારે સુરક્ષા વચ્ચે બાબા સિદ્દીકીને અંતિમ વિદાય આપી, ભાઈજાનનો ઈમોશનલ વીડિયો વાયરલ

એનસીપી અજીત જૂથના નેતા બાબા સિદ્દીકીને રવિવારે રાત્રે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, બાબા સિદ્દીકીની શનિવારના રોજ ગોળી મારી હત્યા કરવામાં આવી છે. જેનું બોલિવુડ સાથે સારું કનેક્શન હતુ.

Baba siddique died : સલમાન ખાને ભારે સુરક્ષા વચ્ચે બાબા સિદ્દીકીને અંતિમ વિદાય આપી, ભાઈજાનનો ઈમોશનલ વીડિયો વાયરલ
Follow Us:
| Updated on: Oct 14, 2024 | 1:27 PM

એનસીપી નેતા બાબા સિદ્દીકીને શનિવારની મોડી રાત્રે ગોળી મારી હત્યા કરવામાં આવી છે. આ હત્યાની જવાબદારી બિશ્નોઈ ગેંગે લીધી છે. બાબા સિદ્દીકીની હત્યાનો ઝટકો માત્ર રાજકારણમાં જ નહિ પરંતુ બોલિવુડ સ્ટારને પણ લાગ્યો છે. આ ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. બાબા બોલિવુડ સ્ટારની ખુબ નજીક હતા. તેમાં પણ ખાસ કરીને સલમાન ખાનના ખુબ નજીકના અને સારા મિત્ર હતા. ગોળી વાગવાની ઘટનાની જાણ થતાં જ સલમાન ખાન મોડી રાત્રે હોસ્પિટલ પહોંચ્યા હતા. રવિવારે રાજકીય સન્માન સાથે બાબા સિદ્દીકીની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.

બાબા સિદ્દીકીના મોત બાદ સલમાન ખાન ભાંગી પડ્યો

જેમાં બોલિવુડના અનેક સ્ટાર પહોંચ્યા હતા. અને તેમણે નમ આંખોએ બાબા સિદ્દીકીને વિદાય આપી હતી. સારો મિત્ર ગુમાવતા સલમાન ખાન પણ તુટી ચૂક્યો છે. જે તેના ચેહરા પર સ્પષ્ટ જોવા મળી રહ્યું હતુ.બાબા સિદ્દીકીના મોત બાદ સલમાન ખાન તુટી ચૂક્યો છે. સોશિયલ મીડિયા પર બાબા સિદ્દીકીના અંતિમ યાત્રાના વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, બાબા સિદ્દીકીને અંતિમ વિદાય આપવા માટે સલમાન ખાન સિવાય ઝરીન ખાન, એમસી સ્ટેન,શિખર અને વીર પહાડિયા, ઉર્વશી રૌતેલા યુલિયા વંતુર જેવા સેલિબ્રિટી સ્ટાર પહોંચ્યા હતા.

IPL વચ્ચે ખુશખબર, આથિયા શેટ્ટી માતા બની, નાની પરીને આપ્યો જન્મ
અત્યાર સુધીમાં કેટલા ઓટો-રિક્ષા ચાલકના પુત્રોએ IPLમાં નામના મેળવી છે?
Jioનું સૌથી સસ્તું રિચાર્જ, માત્ર 11 રૂપિયામાં મળી રહ્યો છે મોટો લાભ
આ 5 ભૂલ તમારા હાડકાંને કરી દેશે પોલા,યુવાનીમાં આવી જશે ઘડપણ
હરભજન સિંહ પર IPLમાંથી પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી
લગ્નની કંકોત્રી પર દેવી-દેવતાઓના ફોટા છાપવા યોગ્ય છે કે અયોગ્ય ? પ્રેમાનંદ મહારાજે આપ્યો સચોટ જવાબ

બાબા સિદ્દીકીની અંતિમ વિદાયનો એક ફોટો સામે આવ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, અભિનેતા પોતાના મિત્રને અંતિમ વિદાય આપવા પહોંચ્યો છે. ત્યારે તે ખુબ ઈમોશનલ જોવા મળી રહ્યો છે. સલમાન ખાન સંપૂર્ણ તુટી ચુક્યો છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

બિગ બોસ 18નું શૂટિંગ રોકી હોસ્પિટલ પહોંચ્યો હતો સલમાન ખાન

તમને જણાવી દઈએ કે, બાબા સિદ્દીકીની હત્યા થઈ હોવાની જાણ થતાં જ સલમાન ખાને બિગ બોસ 18નું શૂટિંગ રોકી દીધું હતુ. અને મોડી રાત્રે હોસ્પિટલ પહોંચ્યા હતા. બાબા સિદ્દીકી પર 3 આરોપીએ હુમલો કર્યો છે અને 2-3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. ગંભીર હાલતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">