AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાઈજાને શ્રદ્ધા કપૂરની માફી માંગી! એવું તો શું થયું કે સલમાન ખાન ઝૂકી ગયો? SRK ને લઈને પણ કહી ‘મોટી વાત’

"મને ખરેખર ખૂબ ખરાબ લાગ્યું..." સલમાન ખાને આ શબ્દો સાથે શ્રદ્ધા કપૂરને ફોન કરીને માફી માંગી લીધી છે. હવે સવાલ એ છે કે, શ્રદ્ધા કપૂરને ફોન કરીને સલમાન ખાને કેમ માંગી માફી? આખરે એવું તો શું બન્યું કે, ભાઈજાને અફસોસ વ્યક્ત કરવો પડ્યો?

ભાઈજાને શ્રદ્ધા કપૂરની માફી માંગી! એવું તો શું થયું કે સલમાન ખાન ઝૂકી ગયો? SRK ને લઈને પણ કહી 'મોટી વાત'
| Updated on: Nov 21, 2026 | 2:27 PM
Share

બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન પોતાની ફિલ્મ ‘Maatrubhumi’ સાથે મોટા પડદા પર દસ્તક આપવા માટે તૈયાર છે. સલમાન ખાનની આ મૂવી 4 ડિસેમ્બરના રોજ મોટા પડદા પર રિલીઝ થશે. મૂવીમાં તેમની સાથે અભિનેત્રી ચિત્રાંગદા સિંહ પણ જોવા મળશે. જો કે, બોક્સ ઓફિસ પર સલમાન ખાનની ‘માતૃભૂમિ’ ની ટક્કર ‘Eetha’ સાથે થશે.

આ બધા વચ્ચે હવે શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) ની ફિલ્મ ‘ઈથા’ સાથેના ટકરાવ પર સલમાન ખાને પોતે મૌન તોડ્યું છે. ભાઈજાને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેમણે ફોન કરીને શ્રદ્ધા કપૂરની માફી માંગી છે. ‘ઈથા’ ઉપરાંત સલમાન ખાને શાહરૂખ ખાન અને સુહાના ખાનની આગામી ફિલ્મ ‘King’ પર પણ મૌન તોડ્યું છે.

‘ઈથા’ અને ‘માતૃભૂમિ’ના ટકરાવ પર નિવેદન આપ્યું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાને (Salman Khan) ‘ઈથા’ અને ‘માતૃભૂમિ’ના ટકરાવ પર નિવેદન આપ્યું હતું. અભિનેતાએ કહ્યું કે, જો તેમને ખબર હોત કે બંને ફિલ્મો એક જ દિવસે રિલીઝ થઈ રહી છે તો તેઓ આવું ક્યારેય ન કરતા.

સલમાન ખાને કહ્યું, “અમે જ્યારે 4 ડિસેમ્બરની જાહેરાત કરી, મને ખબર નહોતી કે શ્રદ્ધા કપૂરની ફિલ્મ પણ 4 ડિસેમ્બરે આવી રહી છે. મને ખરેખર ખૂબ ખરાબ લાગ્યું. જો મને ખબર હોત તો હું શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાથે મારી મૂવી રિલીઝ ન કરતો.” સલમાન ખાને જણાવ્યું કે, તેમણે અભિનેત્રી સાથે આ વિશે વાત કરી છે.

ભાઈજાને કહ્યું, “મેં તેમની સાથે વાત કરી, તેમને ફોન કર્યો. મેં તો તેમને મારી આંખો સામે મોટા થતા જોયા છે. મેં તેમને કહ્યું કે મને માફ કરજો, મને ખબર નહોતી.”

સલમાન ખાને આગળ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) ની પ્રતિક્રિયા પણ શેર કરી. તેમણે જણાવ્યું, “શ્રદ્ધાએ કહ્યું… નહીં નહીં સર, આપણી બંનેની મૂવીઝ માટે પૂરતી જગ્યા છે.’ મેં કહ્યું કે ચાલો ઠીક છે, હું ખુશ છું.” સલમાન ખાને લોકોને શ્રદ્ધા કપૂરની ફિલ્મ જોવાની પણ અપીલ કરી. તેમણે કહ્યું, “મને લાગે છે કે, દરેક વ્યક્તિએ તે મૂવી જોવી જોઈએ.”

સલમાન ખાને ‘King’ પર પણ તોડ્યું મૌન

સલમાન ખાને આગળ જણાવ્યું કે, તેઓ શાહરૂખ ખાનની ‘કિંગ’ સાથે પણ ટક્કર કરવા માંગતા નથી. અભિનેતાએ કહ્યું, “શાહરૂખ 24 ડિસેમ્બરે આવી રહ્યા છે. હું શાહરૂખ અને તેમની દીકરી સુહાના સાથે પણ ટકરાવ કરવા માંગતો નથી. બિલકુલ નહીં, જે ‘એવેન્જર્સ’ અને ‘ડ્યૂન’ મૂવી રિલીઝ થઈ રહી છે, હું તેમની સાથે ટકરાવ કરવાનું પસંદ કરીશ. જો કે, તે એક અઠવાડિયા પહેલા આવી રહી છે. મને તેમની સાથે ટકરાવ કરવામાં કોઈ વાંધો નથી. જો હું મારી રિલીઝ ડેટ છોડી દઉં તો શાહરૂખ ખાન એક અઠવાડિયા પછી જ આવી રહ્યા છે, તેમની સાથે ક્યારેય ટકરાવ કરવો નથી.”

Bigg Boss 20 : સાડી, લિપસ્ટિક અને બિંદી લગાવી યુવતી બન્યો કાઝી! 2 બાળકોના પિતા પર થયો લટ્ટુ, બધાની સામે કરી Kiss

Follow Us
Maharashtra: કપલ પર સગીરોના ટોળાનો હુમલો, કિરીટ સોમૈયાએ ઉઠાવ્યા સવાલ
Maharashtra: કપલ પર સગીરોના ટોળાનો હુમલો, કિરીટ સોમૈયાએ ઉઠાવ્યા સવાલ
પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના ઘરે મહિલાનો હોબાળો ! Video
પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના ઘરે મહિલાનો હોબાળો ! Video
દિલજીતના નશાવાળા ગીતો ના ગાવાના વિરોધ સાથે અમદાવાદ પહોચ્યાં પ્રોફેસર
દિલજીતના નશાવાળા ગીતો ના ગાવાના વિરોધ સાથે અમદાવાદ પહોચ્યાં પ્રોફેસર
સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગના દરોડા, 106 આઈસ્ક્રીમ પાર્લરોની તપાસ
સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગના દરોડા, 106 આઈસ્ક્રીમ પાર્લરોની તપાસ
જામનગરમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ! 932 લીટર ઘી જપ્ત
જામનગરમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ! 932 લીટર ઘી જપ્ત
જૂનાગઢમાં સિંહણનો જીવલેણ હુમલો! ખેતરમાં કામ કરતા આધેડનું મોત
જૂનાગઢમાં સિંહણનો જીવલેણ હુમલો! ખેતરમાં કામ કરતા આધેડનું મોત
આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો દિવસ
આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો દિવસ
સ્પાઈસજેટ ફ્લાઇટ મોડી પડતા અમદાવાદમાં 140 મુસાફરો અટવાયા
સ્પાઈસજેટ ફ્લાઇટ મોડી પડતા અમદાવાદમાં 140 મુસાફરો અટવાયા
ગિરનાર પરિક્રમા માટે ST નિગમ દ્વારા દોડાવાઈ 400 બસ
ગિરનાર પરિક્રમા માટે ST નિગમ દ્વારા દોડાવાઈ 400 બસ
બગદાણા ગુરુ આશ્રમના ટ્રસ્ટીની નિમણૂકનો વિવાદ વકર્યો
બગદાણા ગુરુ આશ્રમના ટ્રસ્ટીની નિમણૂકનો વિવાદ વકર્યો
g clip-path="url(#clip0_868_265)">