AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saif Ali Khan Birthday : એક સમયે એક એડવર્ટાઈઝિંગ ફર્મમાં કામ કરતો હતો, કરીના સાથે લગ્ન કરતા પહેલા કર્યું હતું આ કામ

Saif Ali Khan Birthday: આજે, સૈફ અલી ખાનના જન્મદિવસના અવસર પર, અમે તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો તમારી સાથે શેર કરવા જઈ રહ્યા છીએ.

Saif Ali Khan Birthday : એક સમયે એક એડવર્ટાઈઝિંગ ફર્મમાં કામ કરતો હતો, કરીના સાથે લગ્ન કરતા પહેલા કર્યું હતું આ કામ
Saif Ali Khan Birthday
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 10:09 AM
Share

બોલિવૂડમાં છોટે નવાબના નામથી પ્રખ્યાત અભિનેતા સૈફ અલી ખાન આજે પોતાનો 55મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. નવાબ અને ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવતા સૈફે પોતાનું એક અલગ સ્થાન હાંસલ કર્યું છે. સૈફે દરેક શૈલીની એટલે કે રોમેન્ટિક, એક્શન અને કોમેડી ફિલ્મો કરી છે. સૈફ અલી ખાનનો જન્મ 16 ઓગસ્ટના રોજ દિલ્હીમાં થયો હતો.

આ પણ વાંચો : Happy Birthday Manisha Koirala: એક સમયે માધુરી કરતા પણ વધારે બોલબાલા હતી આ અભિનેત્રીની, કેન્સરે કારકિર્દી પર લગાવી દીધી હતી બ્રેક

તે અભિનેત્રી શર્મિલા ટાગોર અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મન્સૂર અલી ખાન પટૌડીનો પુત્ર છે. સૈફ અલી ખાન પોતાની પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફને લઈને ઘણી ચર્ચામાં રહે છે. આવી સ્થિતિમાં આજે તેમના જન્મદિવસના અવસર પર આપણે જાણીએ નવાબ પરિવારના સૈફ અલી ખાન વિશે કેટલીક રસપ્રદ વાતો.

નવાબ પરિવાર સાથે સંબંધિત છે

સૈફ અલી ખાનના દાદા હરિયાણાના પટૌડી રજવાડાના નવાબ હતા, જેના કારણે તેમને પટૌડી રજવાડાના છોટા નવાબ કહેવામાં આવે છે. સૈફ અલી ખાન ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મન્સૂર અલી ખાન ઉર્ફે ટાઈગર પટૌડીનો પુત્ર છે જ્યારે તેની માતા શર્મિલા ટાગોર હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી રહી છે. સૈફ અલી ખાનને બે બહેનો છે, સોહા અલી ખાન જે બોલીવુડની અભિનેત્રી છે અને સબા અલી ખાન જે જ્વેલરી ડિઝાઇનર છે.

એક ટીવી કોમર્શિયલમાં અભિનેતા તરીકે કામ કર્યું

સૈફે તેનું શાળાકીય શિક્ષણ લોરેન્સ સ્કૂલ, સનવર, હિમાચલ પ્રદેશમાં પૂર્ણ કર્યું, અને ત્યારબાદ લોકર્સ પાર્ક સ્કૂલ અને વિન્ચેસ્ટર કોલેજમાં ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યો, જે બંને યુકેમાં છે. અભ્યાસ પૂરો કરીને સૈફ જ્યારે યુકેથી પાછો ફર્યો ત્યારે તેણે દિલ્હીમાં એક એડવર્ટાઈઝિંગ ફર્મમાં થોડા મહિનાઓ સુધી કામ કર્યું. જ્યારે એક પારિવારિક મિત્રએ તેના પર દબાણ કર્યું, ત્યારે તેણે ગ્વાલિયરમાં ટીવી કોમર્શિયલ શૉટમાં અભિનેતા તરીકે કામ કર્યું.

કાજોલ સાથે થવાનું હતું ડેબ્યુ

તમને જાણીને નવાઈ લાગશે કે, સૈફ અલી ખાન ‘પરંપરા’ પહેલા એક ફિલ્મમાં કામ કરી રહ્યો હતો, પરંતુ તેના અનપ્રોફેશનલ વર્તનને કારણે તેને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. સૈફે એક ઈન્ટરવ્યુમાં આ ફિલ્મનો ઉલ્લેખ કર્યો હતો અને તેણે ફિલ્મ છોડવાનું કારણ જણાવ્યું હતું. સૈફે જણાવ્યું કે તેની પહેલી ફિલ્મ, જે તેને છોડવી પડી હતી, તે હતી ‘બેખુદી’. આ ફિલ્મ 1992માં રિલીઝ થઈ હતી. ‘બેખુદી’નું નિર્દેશન રાહુલ રવૈલે કર્યું હતું. જેમાં સૈફ અલી ખાન લીડ રોલમાં હતો. પરંતુ સૈફના અનપ્રોફેશનલ બિહેવિયરને કારણે તેણે ફિલ્મ છોડી દેવી પડી હતી.

11 વર્ષની અમૃતા સિંહ પ્રેમમાં પડી હતી

જ્યારે સૈફ ફિલ્મ બેખુદીના શૂટિંગ દરમિયાન અભિનેત્રી અમૃતા સિંહને મળ્યો ત્યારે સૈફની માતા શર્મિલા ટાગોરને અમૃતા અને સૈફના સંબંધો બિલકુલ પસંદ નહોતા કારણ કે અમૃતા સૈફ કરતા ઘણી મોટી હતી. પરંતુ તેની માતાની વિરુદ્ધ જઈને અમૃતા સાથે લગ્ન કર્યા. સૈફે 1991માં અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા, આ લગ્નથી તેમને બે બાળકો છે, સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન. બંનેના વર્ષ 2004માં છૂટાછેડા થઈ ગયા હતા.

ટશનના શૂટિંગ દરમિયાન કરીનાના પ્રેમમાં પડી ગયો હતો

સૈફ અલી ખાન અને કરીના કપૂરની પહેલી મુલાકાત 2008માં ડિરેક્ટર વિજય કૃષ્ણ આચાર્યની ફિલ્મ ટશનના શૂટિંગ દરમિયાન થઈ હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ કંઈ ખાસ કમાલ ના કરી શકી, પરંતુ કરીના અને સૈફની જોડી ચોક્કસ બની ગઈ. સૈફ અલી ખાને લાંબા સમય સુધી લિવ-ઈનમાં રહ્યા બાદ કરીના કપૂર સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. સૈફ અલી ખાન અને કરીના કપૂરે સાદા કોર્ટ મેરેજ કર્યા હતા અને પછી મીડિયાને તેમના લગ્ન વિશે જણાવ્યું હતું.

કરીના સાથેના લગ્નના દિવસે અમૃતાને પત્ર લખ્યો હતો

એકવાર કરણ જોહરના શોમાં સારા અલી ખાન સાથે જોવા મળેલા સૈફ અલી ખાને જણાવ્યું હતું કે, કરીના કપૂર સાથેના લગ્નના દિવસે જ તેણે તેની પહેલી પત્ની અમૃતાને એક પત્ર લખ્યો હતો. સૈફે જણાવ્યું કે આ પત્રમાં તેણે એકબીજાને આગળ વધવા માટે કહ્યું અને આગળના જીવન માટે શુભકામનાઓ માંગી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">