AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘લાઈગર’ના ટ્રેલર લોન્ચમાં આ બોલિવૂડ સુપરસ્ટાર હશે ખાસ મહેમાન, કરણ જોહર અને પુરી જગન્નાથ પણ થશે સામેલ

આ ફિલ્મનું ટ્રેલર 21 જુલાઈએ મુંબઈ અને હૈદરાબાદમાં લોન્ચ કરવામાં આવશે. લાઈગરનું (Liger) ટ્રેલર 5 ભાષાઓમાં રિલીઝ કરવાની યોજના છે.

'લાઈગર'ના ટ્રેલર લોન્ચમાં આ બોલિવૂડ સુપરસ્ટાર હશે ખાસ મહેમાન, કરણ જોહર અને પુરી જગન્નાથ પણ થશે સામેલ
Ranveer Singh
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 5:26 PM
Share

ફિલ્મ ‘લાઈગર’ને (Liger) લઈને માત્ર ફેન્સ જ નહીં પરંતુ સેલેબ્સ પણ ખૂબ જ એક્સાઈટેડ છે. ફિલ્મ ‘લાઈગર’નું ટ્રેલર આવતીકાલે એટલે કે ગુરુવારે 21 જુલાઈના રોજ હૈદરાબાદ અને મુંબઈમાં રિલીઝ થશે. જ્યારથી આ ફિલ્મનું એનાઉન્સમેન્ટ થયું છે ત્યારથી આ ફિલ્મની સ્ટારકાસ્ટ પણ ચર્ચામાં છે. ‘લાઈગર’ વિશે દરરોજ કોઈને કોઈ અપડેટ મળી રહ્યું છે. હવે ફિલ્મને લગતું એક નવું અપડેટ આવ્યું છે. વિજય દેવરકોંડા (Vijay Deverakonda) અને અનન્યા પાંડેની (Ananya Panday) આ ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન બોલિવૂડના આ ખાસ મહેમાનો જોવા મળશે. તો જાણો કોણ છે તે ખાસ મહેમાન.

રણવીર સિંહ ટ્રેલર લોન્ચિંગમાં થશે સામેલ

લાઈગર ફિલ્મના ટ્રેલર લોન્ચ માટે એક મોટી ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈમાં આવતીકાલે ટ્રેલર લોન્ચિંગ દરમિયાન એક્ટર રણવીર સિંહ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. મળતી માહિતી મુજબ મુંબઈના અંધેરી સિનેપોલિસમાં સાંજે 6:15 કલાકે ટ્રેલર લોન્ચિંગ ઈવેન્ટ થશે. રણવીર સિંહ આ ઈવેન્ટમાં હાજરી આપશે. રણવીર સિંહ સિવાય કરણ જોહર અને નિર્દેશક પુરી જગન્નાથ પણ સામેલ થશે.

આ પણ વાંચો

સૌથી પહેલા હૈદરાબાદમાં લોન્ચ થશે ટ્રેલર

ફિલ્મનું ટ્રેલર મુંબઈ પહેલા હૈદરાબાદમાં લોન્ચ કરવામાં આવશે. હૈદરાબાદમાં ગ્રાન્ડ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડા પોતે પણ પોતાની અપકમિંગ ફિલ્મ લાઈગરને લઈને ખૂબ જ ઉત્સુક છે. એક્ટર વિજય દેવરકોંડા પણ ગ્રાન્ડ ઈવેન્ટમાં ટ્રેલર લોન્ચ પહેલા હૈદરાબાદમાં એક મોટી બાઇક રેલી કાઢશે. આ બાઈક રેલી ઈન્દિરા પાર્કથી સુદર્શન થિયેટર સુધી જશે. હૈદરાબાદના સુદર્શન થિયેટરમાં જ ફિલ્મ લાઈગરનું ટ્રેલર રિલીઝ થશે. માહિતી મુજબ હૈદરાબાદમાં સવારે 8.30 વાગ્યે સુદર્શન થિયેટરમાં ટ્રેલર રિલીઝ કરવામાં આવશે જ્યારે ટ્રેલર સાંજે મુંબઈના અંધેરીમાં સિનેપોલિસમાં લોન્ચ કરવામાં આવશે.

ટ્રેલર 5 ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં માઈક ટાયસન સિવાય અન્ય કલાકારો જોવા મળશે, જેમાં રોનિત રોય, રામ્યા કૃષ્ણન અને મકરંદ દેશપાંડે જેવા સ્ટાર્સ સામેલ છે. આ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે જે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં એટલે કે 5 ભાષાઓ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ 25 ઓગસ્ટ 2022ના રોજ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. મેકર્સે આ ફિલ્મને મોટા પાયે રિલીઝ કરવાની યોજના બનાવી છે. જેની ઝલક ટ્રેલર લોન્ચિંગ ઈવેન્ટમાંથી જ મળશે.

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">