ત્રીજી વખત માતા બનવાના સમાચાર પર Kareena Kapoor મૌન તોડ્યું, આ માટે સૈફ અલી ખાનને જવાબદાર ઠેરવ્યા
Kareena Kapoor Khan : હાલમાં કરિના પોતાની પ્રેગ્નન્સીને લઈને સતત ચર્ચામાં છે. થોડા સમય પહેલા જ એક્ટ્રેસનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. જેમાં તેનો બેબી બમ્પ દેખાઈ રહ્યો છે.આ સમગ્ર મામલે કરીના કપૂરે હવે પોતાનું મૌન તોડ્યું છે.
Kareena Kapoor Khan : કરીના કપુર ખાનના ત્રીજી પ્રેગન્સીને લઈ હાલમાં સોશિયલ મીડિયા પર આ સમાચાર અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં કરીનાનું બેબી બમ્પ જોવા મળી રહ્યું છે, આ સમાચારથી બોબો એટલી કંટાળી ગઈ છે કે, તેણે અંતે સોશિયલ મીડિયા (Social media)પર પોતાની ત્રીજી પ્રેગ્નસીને લઈ નિવેદન આપવું પડ્યું , આ નિવેદન કરીના (Kareena Kapoor Khan )એ પોતાની સ્ટાઈલમાં આપ્યું છે,લંડનમાં વેકેશન પર ગયેલી કરિનાનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, આ ફોટોમાં કરીના કપુર ખાન પતિ સૈફ અલી ખાન અને એક મિત્ર સાથે જોવા મળી રહી છે,
ફોટોમાં તે બ્લેક ટી-બેક પહેર્યું છે, જેમાં તેનું બેબી બમ્પ દેખાઈ રહ્યું છે. જેને લઈ લોકો અંદાજો લગાવી રહ્યા છે કે કરીના કપુર ખાન ત્રીજા બાળકની માતા બનવા જઈ રહી છે, હવે આ સમગ્ર મામલા પર બેબો ઉર્ફ કરીના કપુર ખાને પોતાનું મૌન તોડ્યું છે.કરીના ત્રીજી વખત માતા બનવા જઈ રહી છે કે નહિ, પરંતુ આ સમયે તે તેના બે પુત્રો સાથે ખૂબ જ ખુશ છે. કરીનાને બે પુત્રો છે, એક તૈમુર અલી ખાન અને બીજો જહાંગીર અલી ખાન. કરીનાના પુત્ર જેહનો જન્મ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં થયો હતો.
#kareenakapoor denies pregnancy report pic.twitter.com/PgMV2JgdeV
— Sonali Naik (@oneanonlysonali) July 19, 2022
કરીના કપુરે પતિ સૈફને જવાબદાર ગણાવ્યો
કરીના કપુર ખાન ત્રીજા બાળકની માતા બનવાના સમાચાર પર મૌન તોડ્યું છે તેણે ઈન્સ્ટ્રાગ્રામ પર સ્ટોરી શેર કરતા સ્પષ્ટતા કરી છે. આ પોસ્ટમાં કરિના ખાને લખ્યું કે, આ પાસ્તા અને વાઈનની અસર છે. તમે લોકો શાંત રહો , હું પ્રેગ્નેટ નથી. સૈફ મને કહી રહ્યો છે કે, તેમણે આપણા દેશની વસ્તી વધારવામાં ઘણું યોગદાન આપ્યું છે. એન્જોય કરીના કપૂર ખાન . કરીના કપૂર ખાનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
કરની કપુર પરિવાર સાથે વેકેશન માણી રહી છે
હાલમાં કરીના કપૂરના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તે ટૂંક સમયમાં અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. કરીનાની સાથે આ ફિલ્મમાં આમિર ખાન પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે.