‘બબલી બાઉન્સર’માં તમન્ના ભાટિયાનો જોવા મળશે નવો અવતાર, મધુર ભંડારકરની ફિલ્મમાં એક્ટ્રેસનો ફર્સ્ટ લુક રિલીઝ

એક્ટ્રેસ તમન્ના ભાટિયા (Tamanna Bhatia) અપકમિંગ ફિલ્મ 'બબલી બાઉન્સર'માં જોવા મળશે. મધુર ભંડારકરના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.

'બબલી બાઉન્સર'માં તમન્ના ભાટિયાનો જોવા મળશે નવો અવતાર, મધુર ભંડારકરની ફિલ્મમાં એક્ટ્રેસનો ફર્સ્ટ લુક રિલીઝ
Babli BouncerImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 3:43 PM

બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા (Tamanna Bhatia) ફરીથી પરત ફરી છે. તમન્ના ભાટિયાની અપકમિંગ ફિલ્મ ‘બબલી બાઉન્સર’માં (Babli Bouncer) જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન મધુર ભંડારકરે કર્યું છે. પરંતુ આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. ટ્વિટર પર ફિલ્મનું પોસ્ટર શેર કરતી વખતે તેની રિલીઝ ડેટ પણ જણાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મનો તમન્નાનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. આ ફિલ્મમાં તમન્ના લીડ રોલમાં જોવા મળશે. સ્ટાર સ્ટુડિયો અને જંગલી પિક્ચર્સે આ ફિલ્મની જાહેરાત કરી છે.

ચુલબુલી અવતારમાં જોવા મળશે તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયા લાંબા સમય બાદ ફિલ્મોમાં કમબેક કરી રહી છે. હવે તમન્ના ભાટિયા બોલિવૂડમાં પરત ફરવા માટે તૈયાર છે. તમન્ના ભાટિયા મધુર ભંડારકરની ‘બબલી બાઉન્સર’માં જોવા મળશે. આ ફિલ્મનો તેનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. આ ફિલ્મનું પોસ્ટર જોયા બાદ લાગે છે કે તમન્ના ચુલબુલી અવતારમાં જોવા મળશે. ડિઝની પ્લસ હોટસ્ટારે ટ્વિટર પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે, ઓયે બાવલે સુના ક્યા? આ ગયા હે બબલી બાઉન્સર કા ટાઈમ! દિલો કો જોડેગી, યા ખૂબ હડ્ડિયા તોડેગી? ટૂંક સમયમાં ખબર પડશે! ફિલ્મ ‘બબલી બાઉન્સર’ 23 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

આ પણ વાંચો

ફર્સ્ટ લુકમાં આવી દેખાઈ રહી છે તમન્ના

ફર્સ્ટ લુકમાં તમન્ના ભાટિયા એક જોરદાર પાત્રમાં જોવા મળી રહી છે. મેકર્સ દ્વારા શેર કરવામાં આવેલા લુક મુજબ તમન્નાએ બ્લેક પેન્ટ અને શર્ટ પહેર્યો છે અને તે તેના બંને હાથ ઉંચા કરીને પોતાની તાકાતનું પ્રદર્શન કરતી જોવા મળે છે. આ તસવીરમાં તે હસી રહી છે. તમન્નાનો નવો લૂક જોરદાર લાગે છે. તમન્નાની આ ખાસ અંદાજ ફેન્સમાં ફિલ્મને લઈને ઉત્સુકતા વધારી રહ્યો છે.

આના પર આધારિત છે ફિલ્મની વાર્તા

તમન્ના ભાટિયાની આગામી ફિલ્મ ‘બબલી બાઉન્સર’ ઉત્તર ભારતના વાસ્તવિક ‘બાઉન્સર ટાઉન’ અસોલા ફતેપુર પર આધારિત વાર્તા છે. ‘બબલી બાઉન્સર’ તરીકેની આ ફિલ્મમાં એક્ટ્રેસ તમન્નાનું પાત્ર એકદમ અલગ હશે. ફોક્સ સ્ટાર સ્ટુડિયો અને જંગલી પિક્ચર્સ દ્વારા નિર્મિત ફિલ્મ ‘બબલી બાઉન્સર’નું નિર્દેશિન મધુર ભંડારકર કરી રહ્યા છે. આ ફિલ્મમાં તમન્ના ઉપરાંત સૌરભ શુક્લા સાથે સાથે અભિષેક બજાજ અને સાહિલ વૈદ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

g clip-path="url(#clip0_868_265)">