બોલિવૂડ પ્રોડ્યુસર પ્રેરણા અરોરા સામે EDએ દાખલ કર્યો કેસ, આ છે મામલો

બોલિવૂડ પ્રોડ્યુસર પ્રેરણા અરોરાની (Prerna Arora) મુશ્કેલીઓ વધી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમની સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે.

બોલિવૂડ પ્રોડ્યુસર પ્રેરણા અરોરા સામે EDએ દાખલ કર્યો કેસ, આ છે મામલો
Prerna Arora
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 3:48 PM

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement directorate) બોલિવૂડ પ્રોડ્યુસર પ્રેરણા અરોરા (Prerna Arora) વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. પ્રેરણા KriArj એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન હાઉસ ચલાવે છે. 31 કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં પ્રેરણા અરોરા વિરુદ્ધ આર્થિક અપરાધ શાખાએ ફેબ્રુઆરી 2019 માં 176 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. ડિસેમ્બર 2018માં આર્થિક અપરાધ શાખા દ્વારા તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. તેના પ્રોડક્શન હાઉસે ‘રુસ્તમ’, ‘ટોયલેટ એક પ્રેમ કથા’, ‘પેડમેન’ અને ‘પરી’ જેવી ફિલ્મોનું પ્રોડક્શન કર્યું છે. પ્રેરણા આવા ઘણા કેસોમાં સામેલ રહી છે.

જાણકારી મુજબ પ્રેરણા અરોરાને બુધવારે સમન્સ મોકલવામાં આવ્યું હતું અને તે હાજર થઈ ન હતી, ત્યારબાદ તેની વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો હતો. તેણે જણાવ્યું કે તે ઓફિશિયલ કામ માટે શહેરની બહાર હતી.

આ પણ વાંચો

જાણો શું છે પ્રેરણા અરોરા સાથે સંબંધિત કેસ?

2016 થી 2018 સુધી KriArj ના સહ-સ્થાપક અર્જુન એન કપૂર અને પ્રતિમા અરોરા સાથે મળીને પ્રેરણાએ કેદારનાથ અને પેડમેનને પ્રોડ્યુસ કરવા માટે તેની માતાના નામ પર 31 કરોડ રૂપિયાની લોન લીધી હતી. બોક્સ ઓફિસ પર બંને ફિલ્મો સફળ રહી હતી, પરંતુ પ્રેરણાએ કેદારનાથ માટે પૈસા ઉછીના લીધા હતા, જ્યારે ફિલ્મના અધિકારો તેની પાસે ન હતા. અરોરાએ પાલી હિલમાં પ્રોપર્ટી ખરીદવા માટે વાશુ ભગનાની પાસેથી 9 કરોડ રૂપિયાની લોન લીધી હતી. જ્યારે ભગનાનીએ તેના પૈસા પાછા માંગવાનું શરૂ કર્યું, ત્યારે પ્રેરણાએ તેની ઈગ્નોર કરવાનું શરૂ કર્યું, તેના ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધું. ત્યારબાદ ભગનાનીના મેનેજરે બે અન્ય કંપનીઓ સાથે મળીને જુલાઈ 2018માં પ્રતિમા અરોરા વિરુદ્ધ મુંબઈ પોલીસ EOWમાં કેસ દાખલ કર્યો હતો.

પ્રેરણા પર ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 420 (છેતરપિંડી) અને 120B (ગુનાહિત કાવતરું) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ પ્રેરણાએ અન્ય નિર્માતાઓ સાથેના કોન્ટ્રાક્ટ પણ તોડ્યા હતા જેના કારણે ડિસેમ્બર 2018માં તેની ધરપકડ કરવામાં આવી હતી અને ડિસેમ્બર 2019માં તેને છોડી દેવામાં આવી હતી.

પ્રેરણાએ ઘણી મોટી ફિલ્મોને કરી છે પ્રોડ્યુસ

પ્રેરણા અરોરા ‘કેદારનાથ’, ‘ટોયલેટ – એક પ્રેમ કથા’, ‘પેડમેન’, ‘ફન્ને ખાન’, ‘પરી’ જેવી ફિલ્મોની પ્રોડ્યુસ કરી ચુકી છે અને અભિનવ બિન્દ્રા પર બાયોપિક બનાવવામાં પણ સામેલ હતી.

g clip-path="url(#clip0_868_265)">