AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO Breaking News : શું તમારો પણ EPF ક્લેમ 20 દિવસથી પેન્ડિંગ છે ? જાણો શા માટે EPFOમાં અટવાયા લાખો કર્મચારીઓના પૈસા

લાખો કર્મચારીઓના EPF ક્લેમ EPFO પાસે 20 દિવસથી વધુ સમયથી પેન્ડિંગ છે. નિવૃત્તિ ફંડ સંસ્થા ડિજિટલ અને સબ્સ્ક્રાઇબર કેન્દ્રિત સંસ્થા બનવાની દિશામાં આગળ વધી રહી હોવા છતાં ક્લેમ પ્રક્રિયામાં વિલંબ જોવા મળી રહ્યો છે.

EPFO Breaking News : શું તમારો પણ EPF ક્લેમ 20 દિવસથી પેન્ડિંગ છે ? જાણો શા માટે EPFOમાં અટવાયા લાખો કર્મચારીઓના પૈસા
EPF Withdrawal DelayImage Credit source: AI Generated
| Updated on: Aug 07, 2026 | 11:43 AM
Share

લાખો કર્મચારીઓના EPF (Employees’ Provident Fund) ક્લેમ EPFO (Employees’ Provident Fund Organisation) પાસે 20 દિવસથી વધુ સમયથી પેન્ડિંગ છે. નિવૃત્તિ ફંડ સંસ્થા ડિજિટલ અને સબ્સ્ક્રાઇબર કેન્દ્રિત સંસ્થા બનવાની દિશામાં આગળ વધી રહી હોવા છતાં ક્લેમ પ્રક્રિયામાં વિલંબ જોવા મળી રહ્યો છે. EPF અધિકારીઓના સંગઠને IT સિસ્ટમની સમસ્યાઓ, કર્મચારીઓની અછત અને ટેકનિકલ નિષ્ણાતોની અછતને વિલંબના મુખ્ય કારણો ગણાવ્યા છે.

મોટી સંખ્યામાં ક્લેમ, જે ઓટો પ્રોસેસ થવા જોઈએ હતા તે પણ 20 દિવસથી વધુ સમયથી EPFOમાં અટવાયેલા છે. EPF અધિકારીઓના સંગઠને IT સિસ્ટમ, સ્ટાફની અછત અને કામગીરી સાથે જોડાયેલી સમસ્યાઓને કારણે આ વિલંબ થતો હોવાનું જણાવ્યું છે. સરકારને આ મામલે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.

લાખો ક્લેમ અટવાયા

EPFOના અધિકારીઓના સંગઠનનું કહેવું છે કે નવી સેન્ટ્રલાઇઝ્ડ IT ઇનેબલ્ડ સિસ્ટમનો (CITES) ઉદ્દેશ મોટાભાગના PF ક્લેમને 2થી 3 દિવસમાં ઓટોમેટિક રીતે પ્રોસેસ કરવાનો હતો. પરંતુ સંગઠનના દાવા મુજબ, તેની વિરુદ્ધ લાખો ઓટો ફાઇલ થયેલા ક્લેમ સિસ્ટમમાં 20 દિવસથી વધુ સમયથી પેન્ડિંગ છે. ફીલ્ડ ઓફિસ અને સભ્યોને પણ આ ક્લેમની સ્થિતિ અંગે સ્પષ્ટ માહિતી મળી રહી નથી. EPF અધિકારીઓના સંગઠને 3 ઓગસ્ટે શ્રમ અને રોજગાર મંત્રીને પત્ર લખીને EPFOની કામગીરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ પત્ર EPFના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના અધ્યક્ષને પણ મોકલવામાં આવ્યો હતો.

CITES સિસ્ટમના અમલીકરણમાં વિલંબ

અધિકારીઓના સંગઠને CITES પ્રોજેક્ટના અમલીકરણમાં થયેલા વિલંબ અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. સંગઠનના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટ જાન્યુઆરી 2023માં C-DACને આપવામાં આવ્યો હતો. તેને 10 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો. પરંતુ પ્રોજેક્ટના વિકાસમાં નોંધપાત્ર વિલંબ થયો. જુલાઈ 2026થી તેને તબક્કાવાર અમલમાં મૂકવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સિસ્ટમ સંબંધિત સમસ્યાઓ EPF ક્લેમના નિરાકરણ અને સભ્યોની ફરિયાદોને અસર કરી રહી છે.

IT વિભાગમાં સીધી ભરતી નથી

EPF અધિકારીઓના સંગઠને EPFOના ઇન્ફોર્મેશન સર્વિસ ડિવિઝનમાં (ISD) કર્મચારીઓની અછત તરફ ધ્યાન દોર્યું છે. સંગઠન મુજબ, ISDમાં છેલ્લી સીધી ભરતી વર્ષ 2004માં થઈ હતી. એટલે કે આ મહત્વપૂર્ણ IT વિભાગમાં છેલ્લા 22 વર્ષથી સીધી ભરતી થઈ નથી. આ ઉપરાંત છેલ્લા 3 વર્ષથી EPFOમાં પૂર્ણકાલીન ચીફ ટેક્નોલોજી ઓફિસર (CTO) પણ નથી. અધિકારીઓનું કહેવું છે કે સંસ્થા ઝડપથી ડિજિટલ બની રહી છે. પરંતુ પૂરતા IT નિષ્ણાતો વિના કામ કરી રહી છે.

વધતો કામનો ભાર, પરંતુ કર્મચારીઓની અછત

અધિકારીઓના સંગઠને જણાવ્યું કે EPFOમાં મંજૂર થયેલી કર્મચારીઓની સંખ્યા વર્તમાન કામના ભાર પ્રમાણે પૂરતી નથી. હાલની સ્ટાફ ક્ષમતા માર્ચ 2008ના સ્તર જેટલી જ છે. જ્યારે ત્યારથી સભ્યોની સંખ્યા અને કામનો ભાર ઘણો વધી ગયો છે. મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને ગુરુગ્રામ જેવી મોટી શહેરોની ઓફિસો પર ખાસ કરીને દબાણ વધુ છે. કર્મચારીઓની અછતને કારણે કામનો ભાર અને ફરિયાદોની સંખ્યા સતત વધી રહી છે.

પેન્શન યોજનામાં સુધારાની માંગ

EPF અધિકારીઓના સંગઠને કર્મચારી પેન્શન યોજનામાં (EPS) પણ સુધારાની માંગ કરી છે. સંગઠનનું કહેવું છે કે EPSની નાણાકીય સ્થિતિ મજબૂત બનાવવા માટે જરૂરી ફેરફારો કરવા જોઈએ. તેમણે EPFOમાં નિષ્ણાત અધિકારીઓની ભૂમિકા વધારવા અને વરિષ્ઠ પદો પર નિમણૂકની નીતિની સમીક્ષા કરવાની પણ માંગ કરી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, EPFOને આધુનિક નાણાકીય સંસ્થા બનાવવા માટે મજબૂત IT માળખું, પૂરતો સ્ટાફ અને નિષ્ણાત નેતૃત્વ જરૂરી છે.

આ પણ વાંચો, FCRA Bill : 12 ઓગસ્ટથી સંસદમાં થશે ચર્ચા, અમિત શાહને મળ્યા ખ્રિસ્તી ધર્મગુરુઓ !

Follow Us
અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે, કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે
અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે, કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">