Oscar 2024 Full Winner List : ઓપનહેમર માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો કિલિયન મર્ફીને, અહીં વિજેતાઓની સંપૂર્ણ યાદી જુઓ
11 માર્ચે, યુએસ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ દ્વારા ઓસ્કાર એવોર્ડ 2024ની જાહેરાત કરવામાં આવી હતી. એકેડેમી એવોર્ડ જીતવાની રેસમાં દુનિયાભરની ફિલ્મોના ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ સામેલ થયા હતા. અહીં તમે વિજેતાઓની સંપૂર્ણ યાદી જોઈ શકો છો.
Oscar 2024 Full Winner List
Follow us on
Oscars 2024 Winner Full List : દર વર્ષની જેમ આ વખતે પણ ઓસ્કાર એવોર્ડ જીતવાની રેસમાં દુનિયાભરમાંથી અનેક ફિલ્મો અને અભિનેતા-અભિનેત્રીઓ સામેલ થયા હતા. યુએસ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે આ વર્ષના વિજેતાની જાહેરાત કરી છે. એકેડેમી એવોર્ડની આ ઈવેન્ટ ભારતીય સમય અનુસાર 11 માર્ચે સવારે 4:30 વાગ્યે શરૂ થઈ હતી, ત્યારબાદ એક પછી એક વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા.
લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બેસ્ટ ફિલ્મ, બેસ્ટ અભિનેતા-અભિનેત્રી, બેસ્ટ સહાયક અભિનેતા-અભિનેત્રી સહિત વિવિધ કેટગરીઓમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. અહીં તમે વિજેતાઓની સંપૂર્ણ યાદી જોઈ શકો છો.
લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ- ધ વંડરફુલ સ્ટોરી ઓફ હેનરી શુગર
બેસ્ટ સાઉન્ડ- ધ જોન ઓફ ઈન્ટરેસ્ટ
ટુ કિલ અ ટાઈગર ઓસ્કાર જીતી શક્યું નહી
ઝારખંડમાં રેપ આધારિત ફિલ્મ પણ ઓસ્કાર એવોર્ડ 2024ની રેસમાં નોમિનેટ થઈ હતી. નામ- ‘ટુ કીલ અ ટાઈગર’, જે બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ કેટેગરીમાં સામેલ હતી. જો કે આ ફિલ્મનું એકેડેમી એવોર્ડ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું.
આ એવોર્ડ ફિલ્મ ’20 ડેઝ ઇન મરિયોપોલ’ના નામે આપવામાં આવ્યો હતો. ‘ટુ કિલ અ ટાઈગર’ ઝારખંડની સ્ટોરી પર આધારિત ફિલ્મ છે, જેનું નિર્દેશન નિશા પાહુજાએ કર્યું છે.