ભીખમાં ચાલતા દેશનો ‘કચરા કન્ટેન્ટ’ ભારતીય સ્ક્રીન પર કેમ? નેટફ્લિક્સ સિરીઝ Ban કરવા PM મોદીને લખાયો પત્ર
નેટફ્લિક્સની આગામી પાકિસ્તાની સિરીઝ 'જો બચે હૈં સંગ સમૈટ લો' રિલીઝ પહેલાં જ મોટા વિવાદમાં ફસાઈ ગઈ છે. પુલવામા અને પહેલગામ હુમલા બાદના પ્રતિબંધોને યાદ અપાવતા AICWA એ 4 ડિસેમ્બરે રિલીઝ થનારી આ નેટફ્લિક્સ સિરીઝ પર ભારતમાં રોક લગાવવાની માગ કરી છે.

નેટફ્લિક્સ (Netflix)ની આગામી પાકિસ્તાની સિરીઝ ‘જો બચે હૈં સંગ સમૈટ લો’ (Jo Bachay Hain Sang Samait Lo) પર સૌની નજર ટકેલી છે. આ સિરીઝને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન સિરીઝ વિવાદોમાં આવી ગઈ છે.
સમાચાર એ છે કે, ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિયેશને (AICWA) આ સિરીઝને ભારતમાં રિલીઝ થતી અટકાવવાની માગ કરી છે. આ માટે એસોસિયેશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.
AICWAએ PM Modi ને કરી અપીલ
ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિયેશને એક્સ (X) પર પોતાના પત્રની કોપી શેર કરી. તેમાં એસોસિયેશને કહ્યું કે, પાકિસ્તાનથી આવતી ફિલ્મો, સિરીઝ, ગીતો અને અન્ય કન્ટેન્ટ માટે ભારતમાં કોઈ જગ્યા ન હોવી જોઈએ.
Terror Gets No Applause. Nation Comes First.
The All Indian Cine Workers Association (AICWA) has written to Hon’ble Prime Minister Shri Narendra Modi ji, demanding that the Pakistani series “Bachay Hain Sang Samait Lo” is not released on Netflix in India on 4 December 2026.
Pakistan was, is and will remain a terrorist country. Its series, films, songs, podcasts and all other content have no place on Indian screens.
We have also demanded a strong, permanent law with the severest penalties, and we appeal to Netflix India and all OTT platforms never to show any Pakistani content in India.
Nation Comes First. Always.
| #AICWA | #NationComesFirst | #BoycottPakistaniContent | #Netflix |#Pahalgam | #Pulwama | #AllIndianCineWorkersAssociation | #Pakistani | #Pakistan | #PakistanTerroristCountry |
| @narendramodi | @PMOIndia | @AmitShah | @HMOIndia | @AshwiniVaishnaw | @MIB_India | @ANI | @PTI_News | @ians_india | @sureshsgupta | @netflix | @NetflixIndia |
— All Indian Cine Workers Association (@aicwaofficial) November 24, 2026
એસોસિયેશને પાકિસ્તાનને આતંકવાદ સાથે જોડાયેલો દેશ ગણાવતા કહ્યું કે, આવા કન્ટેન્ટને ભારતીય સ્ક્રીન પર ન બતાવવું જોઈએ. પોતાના પત્રમાં AICWAએ પુલવામા અને પહેલગામ હુમલા બાદ પાકિસ્તાની કલાકારો પર લગાવવામાં આવેલા પ્રતિબંધોનો પણ ઉલ્લેખ કર્યો.
એસોસિયેશને 8 મે 2025ની એડવાઈઝરીનો હવાલો આપતા કહ્યું કે તેમાં OTT પ્લેટફોર્મ અને અન્ય ઓનલાઈન સેવાઓને ભારતમાં પાકિસ્તાનથી આવતું Content બતાવવાનું બંધ કરવા કહેવામાં આવ્યું હતું.
વેબ સિરીઝ ભારતમાં રિલીઝ થશે કે નહીં?
AICWAનું કહેવું છે કે, જો Netflix આ સિરીઝને ભારતમાં બતાવે છે, તો તે એડવાઈઝરીની ભાવનાની વિરુદ્ધ હશે. એસોસિયેશને પ્રધાનમંત્રીને અપીલ કરી છે કે, તમામ OTT પ્લેટફોર્મ આ નિર્દેશનું પાલન કરે અને 4 ડિસેમ્બરે થનારી સિરીઝની રિલીઝ ભારતમાં રોકી દેવામાં આવે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે, શું આ પાકિસ્તાની વેબ સિરીઝ ભારતમાં રિલીઝ થઈ શકે છે કે નહીં…?
