AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vibrant Gujarat Global Summit 2027: ગુજરાતના પ્રતિનિધિ મંડળે CM યોગી આદિત્યનાથને આપ્યું સમિટમાં જોડાવાનું આમંત્રણ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 પૂર્વે ગુજરાતના પ્રતિનિધિમંડળે ઉત્તર પ્રદેશની મુલાકાત લીધી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સમિટમાં જોડાવા આમંત્રણ અપાયું.

Vibrant Gujarat Global Summit 2027: ગુજરાતના પ્રતિનિધિ મંડળે CM યોગી આદિત્યનાથને આપ્યું સમિટમાં જોડાવાનું આમંત્રણ
| Updated on: Nov 25, 2026 | 5:39 PM
Share

ગુજરાત અને ઉત્તર પ્રદેશ વચ્ચેના આંતરરાજ્ય સહયોગને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો તેજ બન્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 (VGGS)ના આયોજન પહેલાં ગુજરાત સરકારના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે ઉત્તર પ્રદેશની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પ્રતિનિધિમંડળે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી તેમને સમિટમાં ઉપસ્થિત રહેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી આમંત્રણ પાઠવ્યું હતું.

ગુજરાતના ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી રમણભાઈ સોલંકીના નેતૃત્વમાં આ પ્રતિનિધિમંડળ લખનઉ પહોંચ્યું હતું. તેમાં સચિવ આલોક કુમાર પાંડે (IAS), MSME કમિશનર ક્ષિપ્રા અગ્રે (IAS) સહિત ગુજરાત સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થયો હતો.

ઊર્જા અને શહેરી વિકાસ ક્ષેત્રે સહયોગ અંગે ચર્ચા

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથેની મુલાકાત ઉપરાંત પ્રતિનિધિમંડળે ઉત્તર પ્રદેશના ઊર્જા અને શહેરી વિકાસ મંત્રી એ.કે. શર્મા સાથે પણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં ભાગ લેવા તેમજ ઊર્જા અને શહેરી વિકાસને લગતા જ્ઞાન સત્રોમાં સહભાગી થવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

બેઠક દરમિયાન બંને રાજ્યો વચ્ચે વિકાસલક્ષી અનુભવો અને શ્રેષ્ઠ કામગીરીની પદ્ધતિઓના આદાન-પ્રદાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને વીજ વિતરણ વ્યવસ્થામાં સુધારા, ભૂગર્ભ વીજ કેબલિંગ અને રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS)ના અમલીકરણ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત શહેરી સુશાસન, માળખાકીય સુવિધાઓનો વિકાસ, ઔદ્યોગિક વિસ્તરણ, માર્ગ જોડાણ અને જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડલ અંગે પણ ચર્ચા થઈ હતી. ગંદા પાણીની ટ્રીટમેન્ટ અને તેના પુનઃઉપયોગ માટેની વ્યવસ્થાઓ પણ બેઠકના એજન્ડામાં સામેલ હતી.

આરોગ્ય અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને પણ પ્રાધાન્ય

ગુજરાતના પ્રતિનિધિમંડળે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક સાથે પણ મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન તેમને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં જોડાવા તેમજ આરોગ્ય ક્ષેત્ર અને ફાર્માસ્યુટિકલ નિકાસ સંબંધિત સેમિનારમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

બંને પક્ષો વચ્ચે નવીનીકરણીય ઊર્જા, જમીન સુધારા અને શાસન વ્યવસ્થાને લગતી વિવિધ પહેલો અંગે પણ વિચારોનું આદાન-પ્રદાન થયું હતું. આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં નિકાસની સંભાવનાઓ વધારવા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

શું છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ?

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કરવામાં આવી હતી. ત્યારથી આ સમિટ ગુજરાતને વૈશ્વિક રોકાણ અને ઉદ્યોગોના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

આ સમિટમાં દેશ-વિદેશની સરકારો, ઉદ્યોગપતિઓ, રોકાણકારો, નીતિ નિર્માતાઓ અને નિષ્ણાતો એક મંચ પર આવે છે. અહીં વિવિધ ક્ષેત્રોમાં રોકાણની તકો, નવી ટેક્નોલોજી, ઔદ્યોગિક વિકાસ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી અંગે ચર્ચા કરવામાં આવે છે.

વાઇબ્રન્ટ ગુજરાત 2027 માટે ગુજરાત સરકાર દ્વારા દેશનાં વિવિધ રાજ્યો સાથે સંપર્ક અને સંવાદ વધારવામાં આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશની આ મુલાકાત પણ એ જ પ્રયાસનો એક ભાગ છે. બંને રાજ્યો વચ્ચે ઊર્જા, આરોગ્ય, શહેરી વિકાસ અને ઔદ્યોગિક ક્ષેત્રે સહયોગની નવી તકો ઊભી થવાની સંભાવના છે.

હવે અમદાવાદ-સુરતના વાહનચાલકો શહેરમાં પ્રવેશ કર્યા વગર સીધા જઈ શકશે

Follow Us
છોટાઉદેપુરમાં વિકાસમાં કરોડોની ગેરરીતિ, કાગળ પર કરોડોનો ખર્ચ..
છોટાઉદેપુરમાં વિકાસમાં કરોડોની ગેરરીતિ, કાગળ પર કરોડોનો ખર્ચ..
રાજકોટ-અમદાવાદ હાઈવે પર 15 કિમી લાંબો ટ્રાફિક જામ, મુસાફરો પરેશાન
રાજકોટ-અમદાવાદ હાઈવે પર 15 કિમી લાંબો ટ્રાફિક જામ, મુસાફરો પરેશાન
પોરબંદર રાણાવાવ હાઇવે પર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ
પોરબંદર રાણાવાવ હાઇવે પર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ
અમદાવાદના વટવામાં અડધી રાત્રે જૂથ અથડામણ, ધીંગાણાનો Video થયો વાયરલ
અમદાવાદના વટવામાં અડધી રાત્રે જૂથ અથડામણ, ધીંગાણાનો Video થયો વાયરલ
રાજકોટમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યૂના 5 કેસ નોંધાતા મનપા એક્શનમાં
રાજકોટમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યૂના 5 કેસ નોંધાતા મનપા એક્શનમાં
ડ્રગ્સના નાણાંથી વસાવેલી સંપત્તિ સામે ગુજરાત પોલીસનો સર્વે
ડ્રગ્સના નાણાંથી વસાવેલી સંપત્તિ સામે ગુજરાત પોલીસનો સર્વે
અમદાવાદમાં ડ્રગ્સ મામલે પોલીસનું મેગા ઓપરેશન, 3 આરોપીઓની ધરપકડ
અમદાવાદમાં ડ્રગ્સ મામલે પોલીસનું મેગા ઓપરેશન, 3 આરોપીઓની ધરપકડ
જામનગરમાં ચાલતી કારમાં અચાનક આગ ફાટી નીકળી ! Video
જામનગરમાં ચાલતી કારમાં અચાનક આગ ફાટી નીકળી ! Video
વાઘોડિયામાં ગટરનો ત્રાસ! ગંદા પાણી વચ્ચેથી નીકળી અંતિમયાત્રા ! Video
વાઘોડિયામાં ગટરનો ત્રાસ! ગંદા પાણી વચ્ચેથી નીકળી અંતિમયાત્રા ! Video
કમાટીબાગ ઝૂમાં સહેલાણીએ હિપોપોટેમસના પાંજરામાં ઘૂસ્યા, જુઓ Video
કમાટીબાગ ઝૂમાં સહેલાણીએ હિપોપોટેમસના પાંજરામાં ઘૂસ્યા, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">