Miss Universe 2021: હરનાઝે 1170 હીરા જડેલા 37 કરોડનો પહેર્યો તાજ, જાણો મિસ યુનિવર્સ બનવા પર શું મળશે ?

મિસ યુનિવર્સનો તાજ સમયાંતરે બદલાયો છે. 2019માં દક્ષિણ આફ્રિકાની ઝોઝિબિની તુન્ઝી, 2020માં મેક્સિકોની એન્ડ્રીયા મેઝા અને હવે મિસ યુનિવર્સ 2021 હરનાઝ સંધુએ અત્યાર સુધીનો સૌથી મોંઘો તાજ પહેર્યો છે.

Miss Universe 2021: હરનાઝે 1170 હીરા જડેલા 37 કરોડનો પહેર્યો તાજ, જાણો મિસ યુનિવર્સ બનવા પર શું મળશે ?
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 9:39 AM

વિશ્વને તેની મિસ યુનિવર્સ 2021 (Miss Universe  2021) મળી છે. આ વર્ષે ભારતની 21 વર્ષની હરનાઝ કૌર સંધુએ (Harnaaz Sandhu) સૌંદર્ય સ્પર્ધાનું આ પ્રખ્યાત ખિતાબ પોતાના નામ પર કરી લીધો છે. ઈઝરાયેલમાં આયોજિત આ સમારોહમાં મિસ યુનિવર્સ 2021ની જાહેરાત બાદ મિસ યુનિવર્સ 2020 એન્ડ્રીયા મેઝાએ હરનાઝના માથા પર હીરાનો સુંદર તાજ પહેર્યો હતો.

મિસ યુનિવર્સનો ખિતાબ કોણ જીતશે તે અંગે લોકોમાં ઘણી વાર ઉત્સુકતા હોય છે. પરંતુ આ સાથે લોકોના મનમાં કેટલાક અન્ય પ્રશ્નો ચોક્કસથી ઉદભવે છે. તાજની કિંમત, તેમાં જડેલા હીરા અને મિસ યુનિવર્સનો તાજ પહેરનાર વિશ્વસુંદરીને મળેલી ઈનામની રકમ. તો ચાલો જાણીએ આ સવાલોના જવાબ.

બ્યુટી પેજેન્ટના ઇતિહાસમાં સૌથી મોંઘો તાજ

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

મિસ યુનિવર્સનો તાજ સમયાંતરે બદલાયો છે. વર્ષ 2019માં મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશનના નવા જ્વેલરી Mouawad Jewelryએ Mouawad Power of Unity Crown બનાવ્યો છે. 2019માં દક્ષિણ આફ્રિકાની ઝોઝિબિની તુન્ઝી, 2020માં મેક્સિકોની એન્ડ્રીયા મેઝા અને હવે મિસ યુનિવર્સ 2021 હરનાઝ સંધુએ અત્યાર સુધીનો સૌથી મોંઘો તાજ પહેર્યો છે. આ તાજની કિંમત 5 મિલિયન યુએસ ડોલર છે, જે ભારતીય ચલણ અનુસાર 37,8790,000 રૂપિયા એટલે કે 37 કરોડ રૂપિયાથી વધુ હશે.

આ તાજ પ્રકૃતિ, શક્તિ, સુંદરતા, સ્ત્રીત્વ અને એકતાથી પ્રેરિત છે. આ તાજ 18 કેરેટ સોના, 1770 હીરામાંથી તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં મધ્યભાગમાં 62.83 કેરેટ વજનનો શિલ્ડ-કટ ગોલ્ડન કેનરી ડાયમંડ છે. તાજમાં પાંદડા, પાંખડીઓ અને વેલાની રચના સાત ખંડોના સમુદાયોનું પ્રતિનિધિત્વ કરે છે.

મિસ યુનિવર્સને શું મળે છે?

મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશન ક્યારેય મિસ યુનિવર્સની ઈનામની રકમ જાહેર કરતું નથી, પરંતુ એવું કહેવાય છે કે તે લાખો રૂપિયાનું ઈનામ છે. મિસ યુનિવર્સનર ન્યૂયોર્કમાં મિસ યુનિવર્સ એપાર્ટમેન્ટ્સમાં એક વર્ષ રહેવાની ખુલ્લી છૂટ છે. તેણે મિસ યુએસએ સાથે આ એપાર્ટમેન્ટ શેર કરવાનો છે. આ એક વર્ષના ગાળામાં મિસ યુનિવર્સ માટે અહીં તમામ બાબતોની સુવિધા કરવામાં આવી છે.

મફતમાં દુનિયા ફરવાની તક

મિસ યુનિવર્સને આસિસ્ટન્ટ અને મેક-અપ આર્ટિસ્ટની ટીમ આપવામાં આવે છે. મેકઅપ, હેર પ્રોડક્ટ્સ, શૂઝ, કપડાં, જ્વેલરી, સ્કિનકેર વગેરે એક વર્ષ માટે આપવામાં આવે છે. શ્રેષ્ઠ ફોટોગ્રાફરોને મોડેલિંગમાં તક આપવાના હેતુથી પોર્ટફોલિયો બનાવવા માટે આપવામાં આવે છે. તેમને પ્રોફેશનલ સ્ટાઈલિશ, ન્યુટ્રિશન, ડર્મેટોલોજી અને ડેન્ટલ સર્વિસ આપવામાં આવે છે.

વિશિષ્ટ ઇવેન્ટ્સ, પાર્ટીઓ, પ્રીમિયર્સ, સ્ક્રિનિંગ્સ, કાસ્ટિંગમાં પ્રવેશ મુસાફરી વિશેષાધિકાર, હોટેલમાં આવાસ અને રહેવાની સંપૂર્ણ ખર્ચ પણ આપવામાં આવે છે. આખી દુનિયા ફરવાનો મોકો મળે છે. મિસ યુનિવર્સ આ લક્ઝરી મેળવે છે પરંતુ તે જ સમયે ઘણી જવાબદારી પણ આવે છે. તેણીએ મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશનની ચીફ એમ્બેસેડર તરીકે ઈવેન્ટ્સ, પાર્ટીઓ, ચેરિટી, પ્રેસ કોન્ફરન્સમાં જવું પડે છે.

આ પણ વાંચો : Delhi Air Pollution: થોડા દિવસોની રાહત બાદ દિલ્હીમાં ફરી વધ્યું પ્રદુષણ, આજે 328 AQI નોંધાયો

આ પણ વાંચો : Happy birthday Raj Kapoor : રાજ કપૂરની ઉદારતાએ તેમને સૌથી સફળ વ્યક્તિ બનાવ્યા, સાંભળીને તમને આશ્ચર્ય થશે

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">