અને હવે KGF સ્ટાર યશે પણ પાન મસાલા બ્રાન્ડની ફગાવી ડીલ, કરવામાં આવી હતી કરોડોની ઓફર

વિમલ ઈલાઈચીની જાહેરાત પછી ચાહકોના ગુસ્સાનો શિકાર બનેલા અક્ષય કુમારથી (Akshay Kumar) લઈને KGF સ્ટાર યશ સુધીના બધાએ પણ પાન મસાલા બ્રાન્ડની જાહેરાતની ડીલ ઠુકરાવી દીધી છે.

અને હવે KGF સ્ટાર યશે પણ પાન મસાલા બ્રાન્ડની ફગાવી ડીલ, કરવામાં આવી હતી કરોડોની ઓફર
Actor Yash
Image Credit source: instagram
TV9 GUJARATI

| Edited By: Pinak Shukla

Apr 30, 2022 | 4:13 PM

હાલમાં જ બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar) વિમલ ઈલાઈચીની જાહેરાતમાં પ્રવેશ્યો હતો અને ટીવી પર તેની જાહેરાત આવતા જ ચાહકો ગુસ્સે થઈ ગયા હતા. ચાહકોએ તેના પર ધૂમ્રપાનને (Smoking) પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી જ્યારે મામલો વધી ગયો તો અક્ષય કુમારે પ્રશંસકોની માફી માંગી અને જાહેરાતથી અંતર બનાવી લીધું છે. હવે સમાચાર એ છે કે અક્ષય કુમારથી લઈને બધાએ KGF સ્ટાર યશે પાન મસાલા બ્રાન્ડની જાહેરાત માટે ડીલ ઠુકરાવી દીધી છે.

યશે લીધો મોટો નિર્ણય

રિપોર્ટ અનુસાર, યશને પાન મસાલા બ્રાન્ડ દ્વારા એન્ડોર્સમેન્ટ માટે કરોડોની ઓફર કરવામાં આવી હતી. પરંતુ KGF 2 સ્ટારે વિલંબ કર્યા વિના તરત જ આ જાહેરાતને ઠુકરાવી દીધી. યશના એન્ડોર્સમેન્ટ ડીલ્સનું સંચાલન કરતી કંપની એક્સિડ એન્ટરટેઈનમેન્ટ દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. તેના વડા અર્જુન બેનર્જીએ (Arjun Banerjee) એક પ્રેસ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું અને લખ્યું – પાન મસાલા અને આવા ઉત્પાદનો લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. તેની અસર જીવલેણ બની શકે છે. વાસ્તવમાં આ યશ દ્વારા લેવામાં આવેલો એક પરાક્રમી નિર્ણય છે. જેણે ચાહકો અને તેના અનુયાયીઓનાં હિતમાં ખૂબ જ લોભામણી ડિલ કરવાનો ઇનકાર કર્યો હતો. તેનો આ નિર્ણય તેના ચાહકોના હિતમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે.

“અમારી સમગ્ર ભારતની અપીલને જોતાં, અમે અમારા ચાહકો અને અનુયાયીઓને યોગ્ય સંદેશ મોકલવા માટે આ તકનો ઉપયોગ કરવા માંગીએ છીએ. અમારો સમય અને પ્રયત્ન એવી બ્રાન્ડ્સ પર ખર્ચવા માંગે છે કે જેઓ વિવેકબુદ્ધિ ધરાવે છે. તેઓ યશની જેમ સમાન વિચારધારાવાળા છે.” KGF 2 સ્ટાર યશના પાન મસાલા બ્રાન્ડ સાથે જોડાણ ન કરવાના નિર્ણયની લોકોએ પ્રશંસા કરી છે. .

અલ્લુ અર્જુને સમર્થનને ફગાવી દીધું હતું

આ પહેલા પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુને પણ તમાકુ બ્રાન્ડ સાથે જોડાણ કરવાનો ઇનકાર કર્યો હતો. અલ્લુને આ સમર્થન માટે તગડી ફી પણ ઓફર કરવામાં આવી હતી. પરંતુ અલ્લુએ ચાહકોને ખોટો સંદેશ ન આપવાના વિચારથી આ લોભામણી ઓફરને ઠુકરાવી દીધી હતી. એક તરફ જ્યાં બોલિવૂડના મોટા સ્ટાર્સ તમાકુની બ્રાન્ડ સાથે વિલંબ કર્યા વિના જોડાઈ રહ્યા છે, ત્યારે તેમનાથી સાઉથના સ્ટાર્સનું અંતર લોકોને પ્રભાવિત કરી રહ્યું છે.

આ પણ વાંચો:  Uttar Pradesh: ઇટાવાના ભરથાણા રેલવે સ્ટેશન નજીક કોલસાથી ભરેલી માલગાડી ટ્રેન પલટી, દિલ્હી-હાવડા રેલ માર્ગ પર ટ્રેનોની અવર-જવર ખોરવાઈ

આ પણ વાંચો:  New Army Chief: જનરલ મનોજ પાંડેએ દેશના નવા આર્મી ચીફ તરીકેનો સંભાળ્યો કાર્યભાર, એમ એમ નરવણેનું સ્થાન લીધું

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati