New Army Chief: જનરલ મનોજ પાંડેએ દેશના નવા આર્મી ચીફ તરીકેનો સંભાળ્યો કાર્યભાર, એમ એમ નરવણેનું સ્થાન લીધું
લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેએ (Manoj Pande) નવા આર્મી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેમણે જનરલ એમએમ નરવણેનું સ્થાન લીધું છે. તેઓ દેશના 29માં આર્મી ચીફ બન્યા છે.
લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેએ (Manoj Pande) નવા આર્મી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેમણે જનરલ એમએમ નરવણેનું (General MM Naravane) સ્થાન લીધું છે. તેઓ દેશના 29માં આર્મી ચીફ બન્યા છે. વરિષ્ઠતાના ક્રમ મુજબ તેઓ આ પોસ્ટ માટે અનુકુળ છે. આ પહેલીવાર છે જ્યારે આર્મીના એન્જિનિયર કોર્પ્સના અધિકારીએ આર્મીની (Army) કમાન સંભાળી છે. અગાઉ 28 વખત પાયદળ, આર્ટિલરી અને આર્મર્ડ રેજિમેન્ટના અધિકારીઓ જ 13 લાખ જવાનોની સેનાનું નેતૃત્વ કરી રહ્યા છે. લેફ્ટનન્ટ જનરલ પાંડે આ વર્ષે 1 ફેબ્રુઆરીએ આર્મી સ્ટાફના વાઇસ ચીફ બનતા પહેલા આર્મીના ઈસ્ટર્ન કમાન્ડનું નેતૃત્વ કરી રહ્યા હતા.
આ કમાન સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની સુરક્ષા માટે જવાબદાર છે. લેફ્ટનન્ટ જનરલ પાંડેએ એવા સમયે સેનાની કમાન સંભાળી રહ્યા છે જ્યારે સરકાર અનેક સુરક્ષા પડકારોનો અસરકારક રીતે સામનો કરવા માટે ત્રણેય સેવાઓ (આર્મી, નેવી અને એરફોર્સ)ના એકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. લેફ્ટનન્ટ જનરલ પાંડેએ તેમની કારકિર્દી દરમિયાન આંદામાન અને નિકોબાર કમાનના વડા તરીકે પણ સેવા આપી છે.
ભૂતપૂર્વ આર્મી ચીફ પત્ની સાથે રાષ્ટ્રપતિને મળ્યા હતા
ભૂતપૂર્વ આર્મી સ્ટાફ જનરલ મનોજ મુકુંદ નરવણે તેમની પત્ની વીણા નરવણે સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રથમ મહિલા સવિતા કોવિંદને રાષ્ટ્રપતિ ભવન ખાતે મળ્યા હતા.
General Manoj Mukund Naravane, Chief of the Army Staff, along with his wife Veena Naravane, called on President Ram Nath Kovind and First Lady Savita Kovind at Rashtrapati Bhavan
(Source: Rashtrapati Bhawan) pic.twitter.com/FL3fVSkLpc
— ANI (@ANI) April 30, 2022
મનોજ પાંડે નેશનલ ડિફેન્સ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે
પાંડે નેશનલ ડિફેન્સ એકેડેમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને ડિસેમ્બર 1982માં કોર્પ્સ ઑફ એન્જિનિયર્સ (ધ બોમ્બે સેપર્સ)માં નિયુક્ત થયા હતા. તેમણે તેમની શાનદાર કારકિર્દીમાં ઘણા મહત્વપૂર્ણ હોદ્દા પર સેવા આપી હતી અને વિવિધ વિસ્તારોમાં આતંકવાદ વિરોધી કામગીરીમાં ભાગ લીધો હતો. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં ઓપરેશન પરાક્રમ દરમિયાન નિયંત્રણ રેખા પર એક એન્જિનિયર રેજિમેન્ટની કમાન સંભાળી ચૂક્યા છે અને પશ્ચિમ લદ્દાખના ઉચ્ચ પ્રદેશોમાં પર્વતીય વિભાગ અને ઉત્તરપૂર્વમાં એક કોર્પ્સને કમાન સંભાળવાનો અનુભવ ધરાવે છે. તેમનો આ અનુભવ આવનારા સમયમાં દેશ માટે મજબૂત કવચનું કામ કરશે.
સંરક્ષણ મંત્રીએ એમએમ નરવણે માટે ટ્વિટ કર્યું
Wonderful meeting with Army Chief,Gen MM Naravane, who’s retiring today after serving the nation for 42 yrs. His contributions as a military leader has strengthened India’s defence capabilities & preparedness. I wish him success in his future endeavours, tweets Defence Minister pic.twitter.com/AI8aj8sXOk
— ANI (@ANI) April 30, 2022
ઇથોપિયા અને એરીટ્રિયામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે
તેમણે ઇથોપિયા અને એરિટ્રિયામાં સંયુક્ત રાષ્ટ્રના મિશનમાં ચીફ એન્જિનિયર તરીકે પણ સેવા આપી છે. તેમણે આર્મી હેડક્વાર્ટર ખાતે ડિરેક્ટોરેટ ઓફ મિલેટ્રી ઓપરેશન્સમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ અને હેડક્વાર્ટર સધર્ન કમાનમાં ચીફ ઑફ સ્ટાફ તરીકે પણ સેવા આપી હતી. તેમની વિશિષ્ટ સેવા માટે, તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વિશેષ સેવા મેડલ, વિશિષ્ઠ સેવા મેડલ, આર્મી સ્ટાફ તરફથી પ્રશંસા વગેરેથી નવાજવામાં આવ્યા છે.
લેફ્ટનન્ટ જનરલ મનોજ સી પાંડે નાગપુરના રહેવાસી છે. તેમના બાળપણના મિત્ર દિલીપ અઠાવલેએ જણાવ્યું કે લેફ્ટનન્ટ જનરલ પાંડેના પિતા ચંદ્રશેખરજી પાંડે નાગપુર યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર અને વિભાગના વડા હતા. તેમની માતા પ્રેમા પાંડે ઓલ ઈન્ડિયા રેડિયોમાં ઉદ્ઘોષક અને નિયમિત રીતે પ્રસારિત થતા કાર્યક્રમ મધુ માલતીના પ્રસ્તુતકર્તા હતા. લેફ્ટનન્ટ જનરલ પાંડેની પત્ની અર્ચના પાંડે ડેન્ટિસ્ટ છે અને તેમના પુત્ર અને પુત્રવધૂ બંને ભારતીય વાયુસેનામાં પાયલટ છે.
આ પણ વાંચો: Patiala Violence: પટિયાલામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા હંગામી ધોરણે સ્થગિત, આઈજી, એસએસપી અને એસપીને હટાવી દેવાયા