Uttar Pradesh: ઇટાવાના ભરથાણા રેલવે સ્ટેશન નજીક કોલસાથી ભરેલી માલગાડી ટ્રેન પલટી, દિલ્હી-હાવડા રેલ માર્ગ પર ટ્રેનોની અવર-જવર ખોરવાઈ

મળતી માહિતી મુજબ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા (Train Accident) બાદ કોલસા વિખરાઈ ગયા છે અને ટ્રેકને પણ નુકસાન થયું છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે, સાંજ સુધીમાં ટ્રેન (Train) વ્યવહાર પૂર્વવત્ થઈ જશે.

Uttar Pradesh: ઇટાવાના ભરથાણા રેલવે સ્ટેશન નજીક કોલસાથી ભરેલી માલગાડી ટ્રેન પલટી, દિલ્હી-હાવડા રેલ માર્ગ પર ટ્રેનોની અવર-જવર ખોરવાઈ
Train accident
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 3:45 PM

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ઇટાવા જિલ્લાના ભરથાણા રેલવે સ્ટેશન પાસે શનિવારે બપોરે એક માલગાડીનો અકસ્માત થયો હતો અને માલગાડીના 13 વેગન પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે આ રૂટ પર ટ્રેનોની અવર-જવરને અસર થઈ છે. મળતી માહિતી મુજબ, ભરથાણા રેલવે સ્ટેશન (Bharthana railway station) પાસે માલગાડીના 13 વેગન પાટા પરથી ઉતરી ગયા હતા અને વેગનમાં રાખેલો કોલસો પાટા પર વિખરાઈ ગયો હતો અને તેના કારણે ઘણા ટ્રેક તૂટી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, માલગાડી કોલસો ભરીને કાનપુરથી (Kanpur) દિલ્હી જઈ રહી હતી અને આ દુર્ઘટનાની જાણકારી મળતા જ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

ડબ્બા પાટા પરથી ઉતર્યા બાદ કોલસો વિખરાઈ ગયો

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર દિલ્હી, આગ્રા અને ઝાંસીથી પણ અકસ્માત રાહત ટ્રેનને રવાના કરવામાં આવી છે અને મોડી સાંજ સુધીમાં ટ્રેકને ઠીક કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે, આ દુર્ઘટનાને કારણે દિલ્હી અને હાવડા રેલવે લાઇનને અસર થઈ છે. મળતી માહિતી મુજબ, પાટા પરથી ઉતર્યા બાદ કોલસો વિખરાઈ ગયો હતો (Train Accident) અને ટ્રેકને પણ નુકસાન થયું હતું. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટ્રાફિક પુનઃસ્થાપિત કરવામાં આવશે અને આ દુર્ઘટના બાદ આ રૂટ પર ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે. કાળઝાળ ગરમીના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને રેલવેની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ટ્રેક રિપેર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.

નોંધપાત્ર રીતે દિલ્હી-હાવડા રેલ માર્ગ સૌથી વ્યસ્ત માર્ગ છે અને આ માર્ગ પરથી દરરોજ સેંકડો ટ્રેનો પસાર થાય છે. ભરથાણામાં ટ્રેક ક્ષતિગ્રસ્ત થતાં ટ્રેનો મોડી દોડી રહી છે અને ગરમીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે, રેલવે કર્મચારીઓ યુદ્ધના ધોરણે ટ્રેક રીપેરીંગના કામમાં લાગેલા છે અને સાંજ સુધીમાં ટ્રેકને ઠીક કરી દેવામાં આવશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

બંગાળમાં જાન્યુઆરીમાં થયો હતો ટ્રેન અકસ્માત

નોંધનીય છે કે, 14 જાન્યુઆરીએ ગુવાહાટી-બીકાનેર એક્સપ્રેસ ટ્રેનને ગુરુવારે સાંજે પશ્ચિમ બંગાળના મૈનાગુરીમાં અકસ્માત થયો હતો અને તેના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. પટના-ગુવાહાટી બિકાનેર એક્સપ્રેસ મૈનાગુડી અને દોમોહાની રેલવે સ્ટેશનો વચ્ચે પાટા પરથી ઉતરી ગઈ હતી. જેમાં અકસ્માતમાં નવ લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો:  Mumbai Train Accident: મુંબઈના માટુંગા રેલવે સ્ટેશન પર એક જ ટ્રેક પર આવી ગઈ ગડક અને પુડુચેરી એક્સપ્રેસ, મોટી દુર્ઘટના ટળી

આ પણ વાંચો:  Bengal Train Accident: સીએમ અશોક ગેહલોતે બે મંત્રીઓને બંગાળ જવા સૂચના આપી, રેલવેએ રાજસ્થાન માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">