Karan Joharએ તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘તખ્ત’ વિશે કર્યો મોટો ખુલાસો, જાણો ક્યારે થશે રિલીઝ

આ ફિલ્મ વિશે એવી અફવાઓ પણ હતી કે આ ફિલ્મ હવે મુલતવી રાખવામાં આવી છે, પરંતુ હવે કરણ જોહરે (Karan Johar) તેની ફિલ્મ વિશે મોટી જાહેરાત કરી છે. કરણ જોહરે ખુલાસો કર્યો છે કે આ ફિલ્મ તેના દિલની ખૂબ નજીક છે.

Karan Joharએ તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'તખ્ત' વિશે કર્યો મોટો ખુલાસો, જાણો ક્યારે થશે રિલીઝ
Karan Johar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 11:53 PM

બોલિવૂડના પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શક કરણ જોહર (Karan Johar)ની બહુપ્રતિક્ષિત ફિલ્મ તખ્ત (Takht)ની જાહેરાત થયાને બે વર્ષ થઈ ગયા છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મ માર્ચ 2020માં ફ્લોર પર જશે, પરંતુ કોરોનાના કારણે કરણ જોહરનો આ પ્રોજેક્ટ અટકી ગયો.

આ ફિલ્મ કરણના દિલની ખૂબ નજીક છે

આ ફિલ્મ વિશે એવી અફવાઓ પણ હતી કે આ ફિલ્મ હવે મુલતવી રાખવામાં આવી છે, પરંતુ હવે કરણ જોહરે તેની ફિલ્મ વિશે મોટી જાહેરાત કરી છે. કરણ જોહરે ખુલાસો કર્યો કે આ ફિલ્મ તેમના દિલની ખૂબ જ નજીક છે અને તે તેને જલ્દી પૂર્ણ કરશે. તેમણે ફિલ્મ ‘તખ્ત’ની તુલના તેમની પ્રખ્યાત ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ સાથે કરી.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ પરથી અંદાજ લગાવી શકાય છે કે કરણ જોહર માટે આ ફિલ્મનો અર્થ શું છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે અમે શુટિંગ 24મી એપ્રિલથી શરુઆત કરવાના હતા, પરંતુ આપણા દેશમાં કોરોના મહામારીએ દસ્તક આપી હતી, જેના કારણે આ ફિલ્મ બનાવવામાં વિલંબ થયો. તેમણે કહ્યું કે આ એક ખૂબ જ મોટા બજેટની ફિલ્મ છે અને તેના સેટ પર હજારો લોકોની જરૂર પડશે.

પીરિયડ ફિલ્મ હૈ તખ્ત

ફિલ્મ પર વાત કરતા કરણ જોહરે કહ્યું કે તે એક પીરિયડ ફિલ્મ છે જે મુઘલ કાળ પર આધારિત હશે. આ એક પારિવારિક ફિલ્મ હશે જે મુઘલ કાળ દરમિયાન એક પરિવારના સંબંધો પર આધારિત હશે. તેણે કહ્યું કે હું રોકી ઔર રાની બનાવવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો, પરંતુ ‘તખ્ત’નું નિર્માણ તેમના માટે એક જુનૂન જેવું છે. તેમણે કહ્યું કે તમે તમારા જુનૂનથી ભાગી શકતા નથી.

રોકી ઔર રાની તરીકેનો તેમનો ઉત્સાહ પૂર્ણ કર્યા બાદ તેઓ પોતાના જુનૂન તરફ પાછા આવશે. આ ફિલ્મ મુઘલ કાળ દરમિયાન સિંહાસન પર ઔરંગઝેબ અને તેના ભાઈ દારાશિકોહ વચ્ચેના સંબંધ પર આધારિત હશે. આ ફિલ્મે તેની સ્ટારકાસ્ટને કારણે ઘણી ચર્ચાઓ મેળવી છે. આ ફિલ્મમાં અનિલ કપૂર (Anil Kapoor), કરીના કપૂર (Kareena Kapoor), રણવીર સિંહ (Ranveer Singh), વિક્કી કૌશલ (Vicky Kaushal), આલિયા ભટ્ટ (Alia Bhatt) અને જ્હાનવી કપૂર (Janhvi Kapoor) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો :- Shraddha Kapoorએ ડૂબતા સૂર્ય સાથે શેર કરી સુંદર તસ્વીરો, ઉંઘ ઉડાવી દે તેવી છે અભિનેત્રીની સ્ટાઈલ

આ પણ વાંચો :- તહેવાર પર મીઠાઈનો ભાવ જણાવવો Riteish Deshmukhને પડ્યો મોંઘો, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ

g clip-path="url(#clip0_868_265)">