તહેવાર પર મીઠાઈનો ભાવ જણાવવો Riteish Deshmukhને પડ્યો મોંઘો, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ

બોલિવૂડ અભિનેતા રિતેશ દેશમુખ (Riteish Deshmukh) તેમના ચાહકોના દિલ પર રાજ કરે છે. રિતેશ સોશિયલ મીડિયા દ્વારા જ તેના ચાહકો સાથે સંપર્કમાં રહે છે.

તહેવાર પર મીઠાઈનો ભાવ જણાવવો Riteish Deshmukhને પડ્યો મોંઘો, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ
Riteish Deshmukh

બોલિવૂડ અભિનેતા રિતેશ દેશમુખ (Riteish Deshmukh) શરૂઆતથી જ ચાહકોમાં તેમના અભૂતપૂર્વ અભિનય માટે જાણીતા છે. રિતેશ હંમેશા પોતાની વાત ખાસ રીતે રજૂ કરે છે. રિતેશ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર કોઈને કોઈ પોસ્ટ શેર કરતા રહે છે. તાજેતરમાં રિતેશે મીઠાઈઓ વિશે એક પોસ્ટ શેર કરી હતી, ત્યારબાદ તે યુઝર્સના નિશાના પર આવી ગયા છે.

 

ચાહકોની વચ્ચે પોતાની મનોરંજક શૈલી રજૂ કરવા માટે પ્રખ્યાત રીતેશને ગુરુવારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. ટ્વીટર યુઝર્સે મીઠાઈની કિંમત પોસ્ટ કરવા બદલ રિતેશને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે.

 

રિતેશે શેર કર્યા મીઠાઈના ભાવ

હાલમાં તહેવારોની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં તહેવારના ખાસ પ્રસંગે ઘણી વખત મીઠાઈના ભાવ વધે છે, કારણ કે તહેવાર પર મીઠાઈઓને વિશેષ મહત્વ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં રિતેશે રેટ લિસ્ટ પોસ્ટ કરીને ટોણો માર્યો છે.

 

રિતેશે એક યાદી શેર કરી છે, આ યાદીમાં લાડુની કિંમત 400 રૂપિયા પ્રતિ કિલો, જલેબીની કિંમત 600 રૂપિયા પ્રતિ કિલો, કાજુ બરફીની કિંમત 800 રૂપિયા પ્રતિ કિલો અને ચોકલેટની કિંમત 1000 રૂપિયા પ્રતિ કિલો છે. આ પછી નીચે લખ્યું છે કે વજન ઘટાડવું 15,000 રૂપિયા પ્રતિ કિલો હશે, સંભાળીને પસંદ કરજો.

 

એટલું જ નહીં, આ પોસ્ટ શેર કર્યા પછી રિતેશે લખ્યું છે કે વિચાર્યું કે તમને ચેતવણી આપી દવ. જોકે રિતેશ દેશમુખે આ પોસ્ટને ખૂબ જ રમુજી રીતે શેર કરી હતી, પરંતુ તેમ છતાં કેટલાક યુઝર્સને તેની સ્ટાઈલ પસંદ આવી ન હતી.

 

રિતેશને કરવામાં આવ્યો ટ્રોલ

તેણે પોસ્ટને રીટ્વીટ કરી અને રિતેશને પ્રશ્ન પૂછ્યો કે તમારા લોકોનું જ્ઞાન માત્ર સનાતની તહેવારો પર જ હોય છે શું? ઈદ અથવા મેરી ક્રિસમસ અથવા નવા વર્ષે, તમે તમારા મોંમાં દહીં જમાવી લો છો! પછી શું હતું, રિતેશે આના જવાબમાં પોતાની શૈલીમાં લખ્યું – માફ કરજો સાહેબ, હું શાકાહારી છું, હું દહીં ખાતો નથી.

 

 

તમને જણાવી દઈએ કે આજકાલ રિતેશ તેની આગામી ફિલ્મ વિસ્ફોટ માટે પણ ચર્ચામાં છે. આ ફિલ્મ સાથે ફરદીન ખાન લગભગ 10 વર્ષ પછી ફરી બોલીવુડમાં કમબેક કરવા જઈ રહ્યા છે. ફિલ્મને સંજય ગુપ્તા અને ભૂષણ કુમાર પ્રોડ્યુસ કરી રહ્યા છે, જ્યારે દિગ્દર્શન કૂકી ગુલાટીનું છે.

 

 

આ પણ વાંચો :- Photos: NCB ઓફિસ પહોંચી Ananya Panday, પિતા ચંકી પણ સાથે દેખાયા

 

આ પણ વાંચો :- Song Aila Re Aillaa :અક્ષયે અજય-રણવીર સાથે જબરદસ્ત કર્યો ડાન્સ, આ ફિલ્મમાંથી લીધું છે ‘સૂર્યવંશી’ નું આ ગીત, જુઓ ગીત

Click on your DTH Provider to Add TV9 Gujarati