AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘કોફી વિથ કરણ’ સીઝન 7 ના બીજા એપિસોડનું ટ્રેલર રિલીઝ, સારા અલી ખાને પોતાના ક્રશ વિશે વાત કરી

3 વર્ષની લાંબી રાહ જોયા પછી, 'કોફી વિથ કરણ' (Koffee With Karan) સીઝન 7 આખરે ફરી શરુ થઈ છે. અભિનેત્રી સારા અલી ખાન અને જાન્હવી કપૂર બીજા એપિસોડમાં જોવા મળશે.

'કોફી વિથ કરણ' સીઝન 7 ના બીજા એપિસોડનું ટ્રેલર રિલીઝ, સારા અલી ખાને પોતાના ક્રશ વિશે વાત કરી
Janhvi Kapoor and Sara Ali Khan will feature in the next episode of Koffee With Karan 7Image Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 3:18 PM
Share

Koffee With Karan : કરણ જૌહરે તેના ચેટ શો ‘કોફી વિથ કરણ’ (Koffee With Karan) સીઝન 7ના બીજા એપિસોડનું ટ્રેલર શેર કર્યો છે, શોનો બીજો એપિસોડ ટુંક સમયમાં જ શરુ થશે. શોના બીજા એપિસોડમાં નવા મહેમાન જોવા મળશે. તમને જણાવી બીજા એપિસોડમાં અભિનેત્રી સારા અલીખાન (Sara Ali Khan) અને જાહન્વી કપુર જોવા મળશે. 3 વર્ષની લાંબી રાહ જોયા બાદ ‘કોફી વિથ કરણ‘ સીઝન 7 ફરી પાછી શરુ થયો છે, કરણ જોહર ફરી એકવખત બોલિવુડ સ્ટારને લઈ શો પર પાછો ફર્યો છે. શોનો પહેલો એપિસોડ 7 જુલાઈના રોજ રિલીઝ થયો હતો. જેમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ મહેમાન તરીકે સામેલ થયા હતા.

બીજા એપિસોડનું ટ્રેલર રિલીઝ

કરણ જોહરે પોતાના શો કોફી વિથ કરણ સીઝન 7ના બીજા એપિસોડનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, ટ્રેલરમાં કરણ જોહર અને સારા અલી ખાને તેના ક્રશ વિશે વાત કરી હતી. પહેલા તે નામ લેવાની ના પાડે છે પરંતુ ત્યારબાદ તે વિજય દેવરકોંડાને પોતાનો ક્રશ જણાવે છે, તેની બાજુમાં બેસેલી જાહ્નવી કપુર હસી રહી છે

View this post on Instagram

A post shared by Karan Johar (@karanjohar)

વિજય દેવરાકોંડાએ જવાબ આપ્યો

તમને જણાવી દઈએ કે, વિજય દેવેરાકોંડાએ કોફી વિથ કરણના પ્રોમોનો વીડિયો પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. આના પર તેણે લખ્યું, મને પ્રેમ છે, જે રીતે સારા અલી ખાનને તમે દેવરકોંડા કહો છો. આ ખૂબ જ સુંદર છે. અભિનેતાએ આ પોસ્ટમાં જાહ્નવી કપૂરનું નામ પણ લખ્યું છે. તમને જણાવી દઈએ કે, વિજય દેવરાકોંડાનો આ જવાબ ત્યારે આવ્યો જ્યારે સારા અલી ખાને ડેટિંગને લઈને સાઉથ સ્ટાર વિજય દેવેરાકોંડાનું નામ લીધું.

પહેલો એપિસોડ શાનદાર રહ્યો

કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણ સીઝન7નો પ્રથમ એપિસોડ ધમાકેદાર રહ્યો છે, શોનો પહેલો એપિસોડ લોકોને ખુબ પસંદ આવ્યો હતો, કોફી વિથ કરણ એપિસોડ ગુરુવારના રોઝ ડિઝ્ની+હોટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો. આ શોના પહેલા એપિસોડની વ્યુઅરશિપ અત્યારસુધીમાં રિલીઝ થયેલા કોઈ પણ સિઝનની સૌથી વધુ છે. આ રીતે કોફી વિથ કરણ હોટસ્ટાર સ્પેશિયલ હેઠળ સૌથી વધુ જોવાયેલ અને સબ્સ્ક્રાઇબ થયેલ શો બની ગયો છે. શોના પહેલા એપિસોડમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટની જોડી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે,સોશિયલ મીડિયા પર શૌમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટની વાતચીતો ચર્ચામાં છે

કરણ જોહરે શું કહ્યું?

આ ચેટ શોના પહેલા જ એપિસોડની સફળતા પર, હોસ્ટ કરણ જોહરે કહ્યું, “કોફી વિથ કરણ સીઝન 7 ના પ્રથમ એપિસોડ માટે ઘણા બધા ચાહકોનો પ્રેમ અને પ્રશંસા જોઈને હું ઉત્સાહિત છું. આ શો અનઅપોલિજેટિક, અનકન્વેશનલ અને પોતાનામાં એક એલિમેન્ટ છે. આ જ કારણ છે કે ચાહકો તેને ખૂબ પ્રેમ કરી રહ્યા છે.’ એટલે આરામ કરો અને દર ગુરુવારે કોફી વિથ કરણના નવા એપિસોડ્સની રાહ જુઓ.

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">