ઘરેલુ હિંસા કેસમાં આજે તીસ હજારી કોર્ટમાં હાજર થયા હતા Honey Singh,પત્નીએ કરી છે 10 કરોડના વળતરની માંગ

હની સિંહ (Honey Singh)ની પત્ની શાલિની તલવારે (Shalini Talwar) આરોપ લગાવ્યો છે કે હની સિંહના પરિવાર જેમાં તેમની માતા, પિતા અને તેમની નાની બહેનનો સમાવેશ થાય છે, બધાએ મળીને તેમનું શોષણ કર્યું છે. જેના કારણે હવે તે તેના પતિ પાસેથી છૂટાછેડા માંગે છે.

ઘરેલુ હિંસા કેસમાં આજે તીસ હજારી કોર્ટમાં હાજર થયા હતા Honey Singh,પત્નીએ કરી છે 10 કરોડના વળતરની માંગ
Honey Singh, Shalini Talwar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 6:14 PM

બોલીવુડના પ્રખ્યાત રેપર યો યો હની સિંહ (Yo Yo Honey Singh)ની પત્ની શાલિની તલવારે (Shalini Talwar) તેની સામે ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો છે. જ્યાં શાલિનીએ રેપર પર માનસિક દુર્વ્યવહાર અને નાણાકીય દુર્વ્યવહારના ઘણા ગંભીર આક્ષેપો કર્યા છે. જ્યાં આજે આ મામલે રેપર દિલ્હીની તીસ હજારી કોર્ટ (Tis Hazari Court)માં હાજર થયા હતા. હની સિંહ આજે સંપૂર્ણ તૈયારી સાથે અહીં પહોંચ્યા હતા. સુનાવણી દરમિયાન હની સિંહે પોતાની આવક સાથે સંબંધિત કાગળો સીલબંધ કવરમાં કોર્ટને સોંપ્યા છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

તમને જણાવી દઈએ કે છેલ્લી સુનાવણી દરમિયાન કોર્ટના આદેશ બાદ પણ હની સિંહ અહીં હાજર થયા ન હતા. જ્યાં કોર્ટે કહ્યું હતું કે એવું લાગે છે કે રેપર આ કેસને ખૂબ જ હળવાશથી લઈ રહ્યા છે. જે બાદ આજે તે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા સાથે અહીં પહોંચ્યા હતા. હની સિંહ પર તેમની પત્ની શાલિની તલવાર દ્વારા ‘ધ પ્રોટેક્શન ઓફ વિમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ’ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જ્યાં તેમણે કોર્ટમાં ઘરેલુ હિંસા માટે અરજી આપી છે. જજ હાલમાં ચેમ્બરમાં સુનાવણી કરી રહ્યા છે.

હની સિંહની પત્ની શાલિની તલવારે આરોપ લગાવ્યો છે કે હની સિંહનો પરિવાર જેમાં તેમના માતા -પિતા અને નાની બહેન છે, તેમને મળીને તેનું શોષણ કર્યું છે. 160 પાનાની અરજીમાં શાલિનીએ 10 વર્ષના હનીમૂન સાથે સંબંધિત એક રહસ્ય પણ ખોલ્યું છે, એક ન્યુઝ ચેનલના સમાચાર અનુસાર શાલિનીએ કહ્યું છે કે હની સિંહે 10 વર્ષ પહેલા હનીમૂન દરમિયાન જ માર મારવાનું શરૂ કર્યું હતું. આ સાથે શાલિનીએ જણાવ્યું છે કે હની સિંહ અને તેની મુલાકાત શાળામાં થઈ હતી જ્યાં આ જોડી સાથે અભ્યાસ કરતી હતી. 10 વર્ષ સુધી પ્રેમમાં રહ્યા બાદ આ જોડીએ પરિવારની ઈચ્છા પર 14 માર્ચ 2010ના રોજ સગાઈ કરી અને 23 જાન્યુઆરી 2011ના રોજ લગ્ન કર્યા.

10 કરોડનું વળતર

હની સિંહની પત્ની શાલિનીએ રેપર પાસેથી 10 કરોડ રૂપિયા વળતરની માંગ કરી છે. રેપરની પત્નીનું કહેવું છે કે તેની સાથે પ્રાણીની જેમ વર્તન કરવામાં આવ્યું છે. જેના કારણે તેણે આ મોટું પગલું ભર્યું છે. શાલિનીએ કોર્ટમાં એવી અપીલ પણ કરી છે કે સિંગરને દિલ્હીમાં એક વૈભવી ફ્લેટ માટે દર મહિને 5 લાખનું ભાડું પણ ચૂકવવું પડશે. કારણ કે તે પોતાની માતાના સહારે રહેવા માંગતી નથી. હવે જોવાનું રહેશે કે આ કેસમાં કોર્ટનો શું નિર્ણય છે.

આ પણ વાંચો :- Good News : અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ 2 નું શૂટિંગ શરૂ, પંકજ ત્રિપાઠી પણ મચાવશે ધમાલ

આ પણ વાંચો :- પ્રભાસ સાથે લગ્ન કરવા માંગે છે Kriti Sanon, જાણો કયા અભિનેતા સાથે કરશે ફ્લર્ટ?

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">