કરણ જોહરે ટ્વીટર છોડ્યું, કહ્યું મારે થોડી શાંતિ જોઈએ છે , લોકો કરી રહ્યા છે કોમેન્ટ
કરણ જોહરે (Karan Johar ) ટ્વિટરને અલવિદા કહી દીધું છે. તેની છેલ્લી પોસ્ટ જોઈને ફેન્સ આનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. કરણે ટ્વિટર છોડવાનો નિર્ણય કેમ લીધો? શું કારણ હતું કે, કરણે આટલા મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને અલવિદા કહ્યું? આ પ્રશ્નો દરેકના મનમાં ઘૂમી રહ્યા છે.
Karan Johar : કરણ જોહરે (Karan Johar) બોલિવુડની એ હસ્તીઓમાં સામેલ છે જે સૌથી વધુ ટ્રોલિંગનો શિકાર બને છે. કરણ જોહર પર કેટલાક આરોપ પર લાગ્યા છે. હાલમાં જ પોતાનો ચેટ શો કોફી વિથ કરણને લઈ કરણ ચર્ચામાં છે. ડાયરેક્ટરને લોકોની સાચી-ખોટી વાતો પણ સાંભળવી પડે છે શું આ જ કારણ છે કરણે ટ્વિટરને અલવિદા કીધું ?આખરે કરણે ટ્વિટર છોડવાનો નિર્ણય કેમ લીધો? શું કારણ હતું કે કરણે આટલા મોટા સોશિયલ મીડિયા (Social media)પ્લેટફોર્મને અલવિદા કહ્યું? શું કરણ જોહરે ખરેખર ટ્વિટર છોડી દીધું છે કે પછી મજાક છે?
કરણ જોહરે ટ્વીટર છોડ્યું
India’s biggest producer #KaranJohar deactivates his twitter account offically , more Power to you kjo pic.twitter.com/79SnmvQdyZ
— Harminder 🍿🎬🏏 (@Harmindarboxoff) October 10, 2022
શું તમે આ વાત સાંભળીને ચોંકી ગયા છો કે કરણ ટ્વિટરને બાય-બાય કહ્યું છે. જો તમને વિશ્વાસ ન આવે તો કરણે કરેલો ટ્વિટ જોઈ લો. કરણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એક પોસ્ટ લખી કહ્યું હું જગ્યા બનાવી રહ્યો છું અને વધારે પોઝિટિવ એનર્જી માટે આ એક વધુ ટેસ્ટ છે. ગુડબાય ટ્વિટર કરણે અચાનક ટ્વિટર છોડવું લોકોને વિશ્વાસ નથી આવતો.હવે કરણ જોહરે અલવિદા કહી દીધું છે. આ તેમની છેલ્લી પોસ્ટ હતી. ચાહકો આનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
લાસ્ટ પોસ્ટ પર પણ થયો ટ્રોલ
सर पूरे इंडिया में सुख शांति चाहते हो तो “कॉफी विद करण” वाला कचरा भी इंटरनेट से हटा दो 😊
— Smeera #फ़ॉलोबेक✍️ (@Smeera_Singh) October 10, 2022
કરણ જોહર હંમેશા નેપોટિઝમ અને સ્ટાર કિડ્સને પ્રમોટ કરવાને લઈ ચર્ચામાં હોય છે, તે કોઈ પણ પોસ્ટ કરેયુઝર્સ તેને ટ્રોલ કરવાની તક છોડતા નથી. હાલમાં કોફી વિથ કરણના ચેટ શોમાં તેના સ્વભાવને લઈ તેને ટ્રોલ કરવામાં આવતો હોય છે.તેના છેલ્લા ટ્વીટ પર લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- સર, જો તમે આખા ભારતમાં શાંતિ ઈચ્છો છો, તો કોફી વિથ કરણ સાથેનો કચરો હટાવો.જ્યારે બીજા યુઝરે લખ્યું- આ એકાઉન્ટ બંધ કરશે અને અજાણ્યા એકાઉન્ટનો ઉપયોગ કરશે.