AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘સ્ત્રી 2’નું કંઈ બગાડી ન શકી ‘દેવરા’, જાહ્નવી કપૂર પર ભારે પડી ગઈ શ્રદ્ધા કપૂર

Devara Vs Stree 2 Box Office : જાહ્નવી કપૂર, જુનિયર NTR અને સૈફ અલી ખાનની 'દેવરાઃ પાર્ટ 1' પહેલા દિવસે શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સ્ત્રી 2'ની રમતને બગાડવામાં નિષ્ફળ રહી છે. દેવરાએ તેલુગુમાં બમ્પર કમાણી કરી પરંતુ હિન્દીમાં તેની કમાણી અપેક્ષા કરતા ઘણી ઓછી હતી.

'સ્ત્રી 2'નું કંઈ બગાડી ન શકી 'દેવરા', જાહ્નવી કપૂર પર ભારે પડી ગઈ શ્રદ્ધા કપૂર
Devara Vs Stree 2 Box Office income
| Updated on: Sep 28, 2024 | 2:09 PM
Share

જુનિયર NTR, સૈફ અલી ખાન અને જાહ્નવી કપૂરની ફિલ્મ ‘દેવરા : પાર્ટ 1’ આ અઠવાડિયે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે. ફિલ્મે પહેલા દિવસે બમ્પર કમાણી કરી છે, પરંતુ હિન્દી માર્કેટમાં તેનો રંગ ફિક્કો રહ્યો છે. જાન્હવી અને સૈફની હાજરી છતાં ફિલ્મ 10 કરોડના આંકડા સુધી પણ પહોંચી શકી નથી. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ ‘સ્ત્રી 2’ એ 44માં દિવસે પણ સારી કમાણી કરી છે.

કન્નડ વર્ઝનએ 35 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો

દેવરા : પાર્ટ 1 એ શુક્રવારે પ્રથમ દિવસે કુલ 82.5 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. પરંતુ હિન્દીમાં આ ફિલ્મ માત્ર 7.5 કરોડ રૂપિયાનો જ બિઝનેસ કરી શકી છે. તેણે તેલુગુમાંથી સૌથી વધુ 73.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મના કન્નડ વર્ઝનએ 35 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે, તમિલ વર્ઝને 1 કરોડ રૂપિયાનો અને મલયાલમ વર્ઝને 40 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ફિલ્મ વિશે જે પ્રકારની ચર્ચા હતી. તેના કારણે એવું માનવામાં આવતું હતું કે તેને હિન્દીમાં પણ બમ્પર ઓપનિંગ મળશે. પરંતુ આવું થયું નથી.

(Credit Source : Janhvi Kapoor)

દેવરાની રિલીઝ પર કોઈ અસર પડી?

શ્રદ્ધાની ‘સ્ત્રી 2’ એ 44માં દિવસે 90 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. પહેલી નજરે આ આવક તમને ઓછી લાગી શકે છે, પરંતુ તે ઓછી નથી. ‘સ્ત્રી 2’નું આ સાતમું અઠવાડિયું છે. તેના ઉપર દેવરાની રિલીઝ પછી એવું માનવામાં આવતું હતું કે ‘સ્ત્રી 2’ માટે 10 લાખ રૂપિયાની કમાણી કરવી પણ મુશ્કેલ હશે. દેવરા એક મોટા બજેટની ફિલ્મ છે અને તેની સ્ટારકાસ્ટ પણ મોટી છે. પરંતુ ‘સ્ત્રી 2’ એ આ બધી બાબતોને ખોટી સાબિત કરી અને અપેક્ષા કરતા ઘણી સારી કમાણી કરી.

જુઓ પોસ્ટ

(Credit Source : Maddock Films)

દેવરાનું નિર્દેશન કોરાતાલા શિવા કરી રહ્યા છે. આ ફિલ્મ બે ભાગમાં બનાવવામાં આવશે. હાલમાં તેનો પ્રથમ ભાગ જ આવ્યો છે. ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે અને સમિક્ષકોએ પણ તેને યોગ્ય માર્ક્સ આપ્યા છે. જ્યારે ‘સ્ત્રી 2’ અમર કૌશિક દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. આ હોરર-કોમેડી ફિલ્મમાં રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર ઉપરાંત પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી મહત્વની ભૂમિકામાં છે. ‘સ્ત્રી 2’એ અત્યાર સુધીમાં વિશ્વભરમાં 829 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">