અજય દેવગન સહિત 3 લોકો વિરુદ્ધ દાખલ કરવામાં આવી ફરિયાદ, જાણો શું છે કારણ

જૌનપુરમાં ફિલ્મ એક્ટર અજય દેવગન (Ajay Devgn) સહિત 3 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ચિત્રગુપ્ત મહારાજની મજાક ઉડાવતા વાંધાજનક ટિપ્પણી કરવા બદલ આ ફરિયાદ નોંધવામાં આવી છે.

અજય દેવગન સહિત 3 લોકો વિરુદ્ધ દાખલ કરવામાં આવી ફરિયાદ, જાણો શું છે કારણ
Ajay Devgn in Thank God
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2022 | 8:32 PM

હાલમાં જ અજય દેવગન (Ajay Devgn) અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ થેન્ક ગોડનું (Thank God) ટ્રેલર રિલીઝ થયું હતું. કોમેડી, ડ્રામા અને એક્શનથી ભરપૂર આ ફિલ્મનું ટ્રેલર લોકોને પસંદ આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર બતાવે છે કે મૃત્યુ પછી વ્યક્તિનું શું થાય છે અને તેના સારા અને ખરાબ કાર્યોની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે. ઈન્દ્ર કુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ યમલોકની વાર્તા પર આધારિત હશે. આ ફિલ્મમાં અજય દેવગન, દેવ ચિત્રગુપ્તને બનાવવામાં આવ્યા છે. હિંદુ પૌરાણિક કથાઓ મુજબ દેવ ચિત્રગુપ્ત દરેક મનુષ્યના જીવનનો હિસાબ રાખે છે. આ ફિલ્મમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રાના જીવનમાં તેના કાર્યોનો હિસાબ રાખતો જોવા મળશે. પરંતુ ટ્રેલર રિલીઝ થયા બાદ લોકોમાં આ અંગે ગુસ્સો જોવા મળી રહ્યો છે. લોકો ફરી એકવાર બોલિવૂડ પર હિન્દુ ધર્મના અપમાનનો આરોપ લગાવી રહ્યા છે. લોકો આ ફિલ્મને બોયકોટ કરવાની માંગ કરી રહ્યા છે. લોકો ફિલ્મના મેકર્સ પર ભગવાન ચિત્રગુપ્તનું અપમાન કરવાનો આરોપ લગાવી રહ્યા છે.

એક્ટર સામે દાખલ કરવામાં આવી ફરિયાદ

આ સિવાય ફિલ્મ એક્ટર અજય દેવગન સહિત 3 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ચિત્રગુપ્ત મહારાજની મજાક ઉડાવતા વાંધાજનક ટિપ્પણી કરવાના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. એડિશનલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ મોનિકા મિશ્રાએ ફિલ્મ એક્ટર અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને નિર્દેશક ઈન્દર કુમાર વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા સહિત અન્ય કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે. કોર્ટે ફરિયાદી હિમાંશુ શ્રીવાસ્તવ એડવોકેટના નિવેદન માટે 18 નવેમ્બરની તારીખ નક્કી કરી છે. ફિલ્મના ટ્રેલર સામે વાંધો ઉઠાવવાને લઈને ફિલ્મ એક્ટર અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને નિર્દેશક ઈન્દર કુમાર વિરુદ્ધ જૌનપુરની સિવિલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

નોરા ફતેહી પણ જોવા મળશે

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ જીવન નાટક પર આધારિત છે, જે દર્શકોને એક સુંદર સંદેશ પણ આપશે. આ પહેલીવાર હશે જ્યારે અજય દેવગણ અને સિદ્ધાર્થ મલ્હોત્રા ઓનસ્ક્રીન સાથે જોવા મળશે. જ્યારે અજય અને રકુલ ત્રીજી વખત સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ પહેલા તેઓ ‘દે દે પ્યાર દે’ અને ‘રનવે 34’માં સાથે કામ કરી ચૂક્યા છે. આ ફિલ્મમાં નોરા ફતેહી પણ જોવા મળશે, જે યુટ્યુબ સેન્સેશન યોહાનીના સુપરહિટ ગીત ‘માનિકે માગે હિતે’ના હિન્દી વર્ઝન પર પરફોર્મ કરતી જોવા મળશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">