AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News :1 લાખ રુપિયા મકાનનું ભાડું, ભારે વરસાદના કારણે 30 માળ ચઢ્યો અભિનેતા, જુઓ Video

મુંબઈમાં ભારે વરસાદના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે વરસાદની ઝપેટમાં અભિનેતાઓ પણ આવી ચૂક્યા છે. કેટલાક સ્ટારના ઘરમાં પાણી ભરાયું છે તો કેટલાક સ્ટાર મેટ્રોમાં મુસાફરી કરવા મજબુર બન્યા છે. તો એક અભિનેતા 30 માળની સીડી ચઢી ઘરે પહોંચ્યો હતો. જેનો વીડિયો વાયરલ કરી દુખ વ્યક્ત કર્યું છે.

Breaking News :1 લાખ રુપિયા મકાનનું ભાડું, ભારે વરસાદના કારણે 30 માળ ચઢ્યો અભિનેતા, જુઓ Video
Image Credit source: AI
| Updated on: Jul 02, 2026 | 11:20 AM
Share

મુંબઈ નગરી સપનાઓની નગરી કહેવામાં આવે છે. અહી આવ્યા બાદ લોકો પોતાની મહેનતથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ પણ કમાય ચૂક્યા છે. ત્યારે મુંબઈના વરસાદથી સ્ટાર પણ ઝપેટમાં આવી જાય છે. છેલ્લા કેટલાક દિવસથી મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો કેટલીક જગ્યાએ ટ્રાફિક જામ જોવા મળ્યો છે. લોકોની નજરમાં મુંબઈ એટલે એક લક્ઝરી લાઈફ છે. પરંતુ આ વરસાદે એક અભિનેતાના એવા હાલ કર્યા છે. તેમણે પોતાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

ભારે વરસાદના કારણે 30 માળ ચઢ્યો અભિનેતા

મુંબઈના એક અભિનેતાએ ભારે વરસાદ દરમિયાન ઘણા રહેવાસીઓને થતી સામાન્ય સમસ્યાઓ પર પ્રકાશ પાડતો એક વીડિયો શેર કર્યો છે. ક્લિપમાં, તે તેની બીલ્ડિંગના અનેક માળ પર ચઢતો જોવા મળે છે કારણ કે લિફ્ટ કામ કરતી બંધ થઈ ગઈ છે. અભિનેતા, મોહિત હિરાનંદાની, દાવો કરે છે કે લક્ઝરી તરીકે માર્કેટિંગ કરાયેલી ઇમારતોમાં પણ, રહેવાસીઓને વરસાદ દરમિયાન લિફ્ટ તૂટી જવા જેવી રોજિંદા સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમણે એ પણ જણાવ્યું કે, લાખોનું ભાડું ચૂકવવા છતાં આવું થઈ રહ્યું છે.

View this post on Instagram

બીલ્ડિંગની પાંચ લિફ્ટ ખરાબ

ભારે વરસાદના કારણે તેના બીલ્ડિંગની પાંચ લિફ્ટ ખરાબ થઈ હતી. ત્યારે આખા દિવસના થાક પછી જ્યારે ઘરે પહોંચ્યો તો 30 માળની સીડી ચઢવી પડી હતી. વીડિયોમાં મોંઘા ભાડા અને ખરાબ સુવિધા વિશે કહી રહ્યો છે. તે કહે છે કે, 30 માળ ચઢવા જાણે ટ્રેકિંગ કરતો હોય તેવું લાગે છે. 30 માળ ચઢીને પણ તેની મુશ્કેલી પુરી નોહતી થઈ. ઘરે પહોંચ્યો તો પાણી આવતું ન હતુ. કહ્યુ- વાહ મુંબઈ લાઈફ…

આ વીડિયો વાયરલ થયા બાદ લોકો કોમેન્ટ કરી રહ્યા છે. આ કારણે મુંબઈમાં લક્ઝરી બિલ્ડિંગ માત્ર બ્રોશરમાં લક્ઝરી હોય છે. આ તો મુંબઈની રિયાલિટી છે. આખો દિવસ ઓફિસે કામ કર્યા બાદ ઘરે આવવું અને તેમાં 30 માળની સીડી ચઢવી એક સજા જેવું લાગે છે. આ ઘર વાપસી નહી સજા છે.

મુંબઇમાં અભિનેત્રીના કરોડોના ઘરમાં વરસાદનું પાણી ઘુસ્યું, આખો પરિવાર વાઈપર લઈ કામે લાગ્યો, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : પરિવારમાં આવશે ખુશીના સમાચાર, ભવિષ્યની યોજના બનશે સફળ
આજનું રાશિફળ : પરિવારમાં આવશે ખુશીના સમાચાર, ભવિષ્યની યોજના બનશે સફળ
જામનગર: કાલાવાડ-ધોરાજી હાઈવે બંધ, ભારે વરસાદથી ડાયવર્ઝન ધોવાયું
જામનગર: કાલાવાડ-ધોરાજી હાઈવે બંધ, ભારે વરસાદથી ડાયવર્ઝન ધોવાયું
મહેસાણામાં વિરોધ: STP પ્લાન્ટ સામે સ્થાનિકોનો પાલિકામાં હલ્લાબોલ
મહેસાણામાં વિરોધ: STP પ્લાન્ટ સામે સ્થાનિકોનો પાલિકામાં હલ્લાબોલ
અમદાવાદમાં કંટ્રોલ્ડ બ્લાસ્ટથી સુભાષ બ્રિજના 3 સ્પાન થયા ધરાશાયી
અમદાવાદમાં કંટ્રોલ્ડ બ્લાસ્ટથી સુભાષ બ્રિજના 3 સ્પાન થયા ધરાશાયી
વડોદરામાં બસોની પૂરતી સુવિધા ન મળતા લોકો હાલાકીમાં
વડોદરામાં બસોની પૂરતી સુવિધા ન મળતા લોકો હાલાકીમાં
છત્રપતિ સંભાજીનગરમાં પૂર્વ વિદ્યાર્થીએ ટીચર પર કર્યો છરીથી હુમલો !
છત્રપતિ સંભાજીનગરમાં પૂર્વ વિદ્યાર્થીએ ટીચર પર કર્યો છરીથી હુમલો !
સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વચ્ચે બાઈક ચાલક તણાયો, જુઓ રેસ્ક્યૂનો દિલધડ
સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વચ્ચે બાઈક ચાલક તણાયો, જુઓ રેસ્ક્યૂનો દિલધડ
2027ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! નબળી બેઠકો પર ભાજપનું ખાસ ફોકસ
2027ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! નબળી બેઠકો પર ભાજપનું ખાસ ફોકસ
ઉધના ગામ પાસે રોડ પર ભુવો પડતા ST બસ ફસાઈ, જુઓ વીડિયો
ઉધના ગામ પાસે રોડ પર ભુવો પડતા ST બસ ફસાઈ, જુઓ વીડિયો
ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 75 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 75 તાલુકામાં વરસાદ
g clip-path="url(#clip0_868_265)">