AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઇમાં અભિનેત્રીના કરોડોના ઘરમાં વરસાદનું પાણી ઘુસ્યું, આખો પરિવાર વાઈપર લઈ કામે લાગ્યો, જુઓ Video

મુંબઈમાં ભારે વરસાદના કારણે અશનુર કૌરની બાલકની અને લિવિંગ રુમમાં પાણી ભરાયું હતુ. પાણી સાફ કરવા માટે આખો પરિવાર કામે લાગ્યો હતો.જેનો વીડિયો પણ અભિનેત્રીએ શેર કર્યો છે.

મુંબઇમાં અભિનેત્રીના કરોડોના ઘરમાં વરસાદનું પાણી ઘુસ્યું, આખો પરિવાર વાઈપર લઈ કામે લાગ્યો, જુઓ Video
Image Credit source: AI
| Updated on: Jul 02, 2026 | 8:17 AM
Share

મુંબઈમાં વરસાદ દર વર્ષે લાકોને મુશ્કેલીમાં નાંખે છે. આ વખતે આની ઝપેટમાં ટીવી અને જાણીતી અભિનેત્રી અશનુર કૌર થઈ છે. મુંબઈમાં ભારે વરસાદના કારણે અશનુર કૌરના ઘરમાં પાણી ઘુસ્યું હતુ. જેનાથી ખુબ મોટું નુકસાન થયું છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી ચાહકોને આ વાતની જાણ કરી હતી.વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, વરસાદનું પાણી તેની બાલકનીમાંથી થઈ સીધું લીવિંગ રુમ સુધી આવ્યું હતુ. આ મુશ્કેલ સમયમાં અશનુરનો આખો સ્ટાફ પાણી નીકાળવામાં લાગ્યો હતો.

બાલકનીમાંથી લિવિંગ રુમમાં આવ્યું પાણી

અશનુર કૌરે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટલાક વીડિયો શેર કર્યા છે. જેમાં તેના આલીશાન ઘરની સ્થિતિ જોઈ શકાય છે. વીડિયોમાં ચોખ્ખું જોવા મળી રહ્યું છે કે, બાલકનીમાંથી થઈ વરસાદનું પાણી અંદર આવ્યું હતુ. લિવિંગ એરિયા સુધી આવ્યું હતુ. પાણી એટલું વધારે હતુ કે, ઘરનો કિંમતી સામાન ખરાબ થતો બચાવવા માટે કામે લાગવું પડ્યું હતુ.

View this post on Instagram

(Video : film.window)

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

અશનુર કૌરેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેનાથી ચાહકો પરેશાન થયા છે. ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે અને પરિવારની ચિંતા કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે હવામાનથી સાવધાન રહેવાની પણ અપીલ કરી હતી કારણ કે, મુંબઈમાં અનેક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે.દર વર્ષે, મુંબઈમાં ચોમાસાની શરૂઆત સાથે, પાણી ભરાવા અને ટ્રાફિક જામ સામાન્ય સમસ્યા બની જાય છે. સતત ભારે વરસાદને કારણે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે.

ચોમાસાની ઋતુ દરમિયાન મુંબઈમાં ઘણીવાર પાણી ભરાઈ જાય છે, જેના કારણે લાંબા સમય સુધી વરસાદ પડ્યા પછી નીચાણવાળા રસ્તાઓ, રહેણાંક ઇમારતો અને જાહેર જગ્યાઓ પર અસર પડે છે. ભારે વરસાદને કારણે શહેરમાં સ્થાનિક પરિવહન અને રોજિંદા જીવન પણ ખોરવાઈ શકે છે.અશ્નૂર કૌર છેલ્લે બિગ બોસ 19 માં જોવા મળી હતી. તે ટીવીનો એક જાણીતો ચેહરો છે. નાની ઉંમરે અનેક હિટ સીરિયલ આપી ચૂકી છે.

Big Boss 19ની સૌથી નાની સ્પર્ધક અશનૂર કૌરના પરિવાર, કરિયર અને એજ્યુકેશન વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
કોંગો ફીવરના શંકાસ્પદ કેસથી બનાસકાંઠામાં આરોગ્ય તંત્ર દોડતુ થયું
કોંગો ફીવરના શંકાસ્પદ કેસથી બનાસકાંઠામાં આરોગ્ય તંત્ર દોડતુ થયું
સ્મીમેર હોસ્પિટલમાં સીમેન્ટ-રેતીની ડસ્ટ વચ્ચે દર્દીઓની સારવાર ! Video
સ્મીમેર હોસ્પિટલમાં સીમેન્ટ-રેતીની ડસ્ટ વચ્ચે દર્દીઓની સારવાર ! Video
શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ
શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ
આજે ભાગ્ય આપશે સાથ, નોકરી-વેપારમાં સફળતાના બની રહ્યા છે યોગ
આજે ભાગ્ય આપશે સાથ, નોકરી-વેપારમાં સફળતાના બની રહ્યા છે યોગ
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
g clip-path="url(#clip0_868_265)">