Hanuman Ansh Box Office: ‘હનુમાન અંશ’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી, 2 કરોડમાં બનેલી ફિલ્મે 32 કરોડની કમાણી કરી
Hanuman Ansh Box Office: ઓગ્સ્ટ 2026માં રિલીઝ થયેલી ફિલ્મ હનુમાન અંશ હાલમાં ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મે કોઈ પ્રમોશન કર્યું નથી. તેમજ ફિલ્મમાં કોઈ મોટા સ્ટાર પણ નથી. હવે એક સફળ ભક્તિ ડ્રામા ફિલ્મ બની ગઈ છે.

હાલમાં થિયેટર્સમાં અનેક મોટા બજેટની ફિલ્મો રિલીઝ થઈ છે. પરંતુ એક એવી ફિલ્મ પણ છે. જેનું બજેટ નાનું હોવાની સાથે આ ફિલ્મમાં કોઈ મોટા સુપરસ્ટાર પણ નથી. હનુમાન અંશ ફિલ્મ 31 જુલાઈના રોજ રિલીઝ થઈ હતી. શરુઆતમાં આ ફિલ્મની કમાણી મધ્યમ થઈ હતી પરંતુ ફિલ્મે 3 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. આટલું જ નહી ફિલ્મના ગીતને પણ સોશિયલ મીડિયા પર મોટું રિએક્શન મળી રહ્યું છે. ફિલ્મનું અત્યારસુધીનું બજેટની તુલનાથી ખુબ વધારે કરી છે. આ ફિલ્મ પ્રસિદ્ધ સંત નીમ કરૌલી બાબા જિંદગી અને તેની ચમત્કારિક શક્તિઓ પર બનેલી છે.
ફિલ્મની કમાણીમાં 48 ટકાનો વધારો થયો
સૈકનિલ્કના રિપોર્ટ ફાઈનલી સામે આવી ગયો છે. જે મુજબ હનુમાન અંશે શનિવારના રોજ 9.25 કરોડ રુપિયાની કમાણી કરી હતી. તો ટોટલ 4137 શો બુક થયા હતા. આ સાથે ઓક્યુપેસી રેન્ટ પણ 53 ટકા રહ્યો છે. આ સાથે ફિલ્મનું ભારતીય નેટ કલેક્શન હવે 27.38 કરોડ રુપિયા સુધી પહોંચી ગઈ છે. ફિલ્મની કમાણીમાં 48 ટકાનો વધારો થયો છે. જે એક દિવસ પહેલા 6.25 કરોડ રુપિયા હતો. આ ફિલ્મે 1.8 થી 2 કરોડ રુપિયામાં બનાવવામાં આવી છે. જેનાથી વધારે કમાણી કર્યા પછી ફિલ્મ હિટ લિસ્ટમાં એન્ટ્રી કરી ચૂકી છે.
ફિલ્મમાં કોઈ મોટા સુપરસ્ટાર નથી
હનુમાન અંશે રિલીઝ પછી પહેલા દિવસે માત્ર 10 લાખ રુપિયાનો બિઝનેસ કર્યો છે.બીજા દિવસે 20 લાખ અને ત્રીજા દિવસે 30 લાખની કમાણી કરી હતી. પહેલા 16 દિવસ સુધી ફિલ્મનો કારોબાર લાખો રુપિયાથી વધારે ન હતો. ફિલ્મે 17માં દિવસે 2.20 કરોડ રુપિયા કમાયા હતા. 20 દિવસના કલેક્શનમાં 1.50 કરોડ રુપિયા રહ્યો છે. 21માં દિવસની કમાણી 2.10 કરોડનું કલેક્શન કર્યું હતુ. 22માં દિવસે 6.25 કરોડ અને 23માં દિવસે 9.25 કરોડનું કલેક્શન કર્યું છે. હવે આશા છે કે, કમાણી 10 કરોડથી વધારે પહોંચી શકે છે. ફિલ્મમાં કોઈ મોટા સુપરસ્ટાર નથી. તેમ છતાં લોકો વખાણી કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે શૂટિંગ સમયે સેટ પર માત્ર શાકાહારી જ જમવાનું આપવામાં આવતું હતુ. દરરોજ કામ પહેલા હનુમાન ચાલીસાના પાઠ બોલવામાં આવતા હતા.
