AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cockroach Janta Party: “કોકરોચ જનતા પાર્ટી”ને ફોલો કરી રહ્યા છે બોલિવુડ સ્ટાર, જુઓ લિસ્ટ

Cockroach Janta Party : શું તમે કોકરોચ જનતા પાર્ટીનું નામ સાંભળ્યું છે. આ કોઈ રિયલ રાજનીતિક દળ નથી પરંતુ સોશિયલ મીડિયા પર શરુ થયેલું એક ટ્રેંડ છે. જેમણે ગણતરીના દિવસોમાં લાખો લોકોને પોતાના દિવાના બનાવ્યા છે. હવે મજેદાર ટ્રેડથી અનુરાગ કશ્યપ અને ઈશા ગુપ્તા સહિત અનેક સ્ટાર પણ જોડાય ચૂક્યા છે.

Cockroach Janta Party:  કોકરોચ જનતા પાર્ટીને ફોલો કરી રહ્યા છે બોલિવુડ સ્ટાર, જુઓ લિસ્ટ
| Updated on: May 21, 2026 | 2:23 PM
Share

સોશિયલ મીડિયાની દુનિયામાં હાલમાં એક નવી પાર્ટી ધુમ મચાવી રહી છે. જેનું નામ કોકરોચ જનતા પાર્ટી છે. હાલમાં વ્યંગ અને મીમ્સ દ્વારા શરુ થયેલી આ ઓનલાઈન પાર્ટી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. સામાન્ય લોકોની તો વાત અલગ છે પરંતુ બોલિવુડના કેટલાક સેલિબ્રિટી પણ આ પાર્ટીને ફોલો કરી રહ્યા છે. તેના લિસ્ટમાં પણ સામેલ છે.

આ પેજની પોપ્યુલારિટીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, બોલિવુડના ફેમસ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ, અભિનેત્રી કોંકણા સેન શર્મા અને ઈશા ગુપ્તા જેવા સ્ટાર કોકરોચ જનતા પાર્ટીને ફોલો કરી રહ્યા છે. આ સિવાય ઉર્ફી જાવેદ, બિગ બોસ ફેમ ઉમર રિયાઝ,હિંમાશી ખુરાના, સ્ટેન્ડઅપ કોમેડિયન ક્રુણાલ કામરા અને યુટ્યુબર પુરવ ઝા આ ડિઝિટલ ટ્રેન્ડની મજા લઈ રહ્યા છે.

કઈ રીતે કોકરોચ જનતા પાર્ટીની શરુઆત થઈ

હાલમાં એક મામલાની સુનાવણી દરમિયાન કોર્ટેમાં બેરોજગારી યુવાનોની તુલનાને લઈ એક નિવેદન સામે આવ્યું હતુ. આ વાતને આધાર બનાવી અભિજીત ડિપકે યુવાએ કોકરોચ જનતા પાર્ટીની શરુઆત કરી હતી. આ સમાચાર લખાય રહ્યા છે. ત્યાંસુધી કોકરોચ જનતા પાર્ટીના ઈન્સ્ટાગ્રામ પર 12.7 મિલિયન ફોલોઅર્સ થયા છે.

CJPનો અનોખો અને રમુજી મેનિફેસ્ટો

આ પાર્ટીનો મેનિફેસ્ટો સોશિયલ મીડિયા પર સૌથી વધુ શેર કરવામાં આવે છે. CJP સત્તાવાર રીતે પોતાને “ધર્મનિરપેક્ષ, સમાજવાદી, લોકશાહી અને આળસુ” તરીકે વર્ણવે છે. તેની પોસ્ટ્સ યુવાનોના રોજિંદા જીવન અને તેમની આળસને રમૂજી રીતે રજૂ કરે છે, તેમને રાજકારણ સાથે જોડે છે.

કોકરોચ જનતા પાર્ટી કોણે શરૂ કરી?

કોકરોચ જનતા પાર્ટી (CJP) ની સ્થાપના અભિજીત દિપકે દ્વારા કરવામાં આવી હતી, જે આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ સોશિયલ મીડિયા રણનીતિકાર હતા. તે કોઈ રાજકીય પક્ષ નથી, પરંતુ એક વ્યંગાત્મક રાજકીય આંદોલન છે. અભિજીત દિપકેએ 16 મેના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને Instagram પર એકાઉન્ટ બનાવ્યા હતા. ઇન્ટરનેટ પર મજાક તરીકે જે શરૂ થયું હતું તે હવે વાયરલ રાજકીય આંદોલન બની ગયું છે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. અહી ક્લિક કરો

Follow Us
રાજકોટના ધોરાજીમાં ડીઝલની અછત, પંપ પર ખેડૂતોની લાગી લાંબી કતારો!
રાજકોટના ધોરાજીમાં ડીઝલની અછત, પંપ પર ખેડૂતોની લાગી લાંબી કતારો!
સુરત વકીલ મંડળની સામાન્ય સભામાં હોબાળો, Watch Video
સુરત વકીલ મંડળની સામાન્ય સભામાં હોબાળો, Watch Video
હત્યાનો ફરાર આરોપી નામ બદલીને છેલ્લા 12 વર્ષથી કરતો હતો અભિનય
હત્યાનો ફરાર આરોપી નામ બદલીને છેલ્લા 12 વર્ષથી કરતો હતો અભિનય
સુરેન્દ્રનગરમાં મેગા ચેકિંગ દરમિયાન 1.25 કરોડની વીજચોરીનો પર્દાફાશ
સુરેન્દ્રનગરમાં મેગા ચેકિંગ દરમિયાન 1.25 કરોડની વીજચોરીનો પર્દાફાશ
ધ્રોલમાં ડીઝલની અછતથી ખેડૂતોનો આક્રોશ, પેટ્રોલ પંપ પર હોબાળો
ધ્રોલમાં ડીઝલની અછતથી ખેડૂતોનો આક્રોશ, પેટ્રોલ પંપ પર હોબાળો
સારું એવું ભંડોળ કમાઈ શકો છો, પૈસા ખર્ચવાના મૂડમાં હશો
સારું એવું ભંડોળ કમાઈ શકો છો, પૈસા ખર્ચવાના મૂડમાં હશો
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">