રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ, જુઓ Video
રાજકોટમાં એક ભુવાએ ધાર્મિક વિધિના બહાને એક પરિણિતા પર દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
રાજકોટમાં ધાર્મિક વિધિના નામે એક ભુવા દ્વારા પરિણિતા પર દુષ્કર્મ આચરવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. સારા ધંધાની લાલચ આપીને ભુવાએ પરિણિતાને વિધિ કરાવવાનું કહ્યું હતું. વિધિ દરમિયાન પુરુષો હાજર ન રહી શકે તેવી વાત કરીને ભુવાએ પરિણિતાને એકલા બેસાડી હતી. વિધિના બહાને તેને બેભાન કરી ભુવાએ તેની પર દુષ્કર્મ આચર્યું હતું.
આ ઘટના બાદ દોઢ વર્ષના સમયગાળા દરમિયાન ભુવાએ અનેકવાર પરિણિતાને હવસનો શિકાર બનાવી હતી. ભુવાના ત્રાસથી પીડિત પરિણિતાએ બે વખત પોતાનું રહેઠાણ પણ બદલ્યું હતું. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ છે કે ભુવાએ પરિણિતા પાસેથી મોટી રકમ પણ પડાવી લીધી હતી.
પ્રથમવાર વિધિના બહાને બોલાવી બેભાન કરીને દુષ્કર્મ આચર્યા બાદ, ભુવાએ ધાકધમકી આપીને પરિણિતાનું વારંવાર શોષણ કર્યું હતું. આજી ડેમ પોલીસે આ સમગ્ર પ્રકરણમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ મહિલાઓની સુરક્ષા અને આવા ધાર્મિક ઢોંગ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
