Nitin Desai Funeral: જે સ્ટુડિયોમાં અવસાન થયું, ત્યાં જ થયા નીતિન દેસાઈના અંતિમ સંસ્કાર, પુત્રએ આપી મુખાગ્નિ
બોલિવુડના ફેમસ આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈના (Nitin Desai) અવસાનથી કલા જગત સાથે સંકળાયેલા દરેક લોકો હેરાન થઈ ગયા છે. તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા, જેમાં ફિલ્મ અને રાજકીય જગત સાથે જોડાયેલા લોકોએ ભાગ લીધો હતો. ડાયરેક્ટરના પુત્રએ મુખાગ્નિ આપી છે.
બોલિવુડના જાણીતા આર્ટ ડાયરેક્ટર અને પ્રોડક્શન ડિઝાઈનર નીતિન ચંદ્રકાંત દેસાઈના (Nitin Desai મુંબઈ નજીકના કર્જતમાં તેમના ફિલ્મ સ્ટુડિયોમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નીતિન દેસાઈએ બુધવાર અને ગુરુવારની વચ્ચેની રાત્રે પોતાના સ્ટુડિયોમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
નીતિન દેસાઈ તેમના પુત્ર કાંત દેસાઈ દ્વારા તેમને મુખાગ્નિ આપવામાં આવી છે. અંતિમ સંસ્કારમાં નીતિન દેસાઈના પરિવાર સિવાય ઘણા નજીકના લોકો હાજર રહ્યા હતા. બોલિવુડ સુપરસ્ટાર આમિર ખાન અને ફિલ્મ નિર્દેશક આશુતોષ ગોવારિકર પણ નીતિન દેસાઈના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા.
નીતિન દેસાઈ લાંબા સમયથી એક્ટિંગ જગતમાં એક્ટિવ હતા અને તેઓ જાણીતા પણ હતા. નીતિન દેસાઈના નિધન પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદે અને ડેપ્યુટી સીએમ અજિત પવાર પણ અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા. નીતિનનું મૃત્યુ થયું ત્યારથી પોલીસ સતત તપાસમાં લાગેલી છે. નીતિનનો જે ઓડિયો સામે આવ્યો છે તેના આધારે પોલીસ તપાસ કરી રહી છે અને આ સુસાઈડ મિસ્ટ્રી ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે. નીતિનની પત્ની નેહા નીતિન દેસાઈએ પણ એફઆઈઆર નોંધાવી છે.
નીતિન દેસાઈએ પોતાના કરિયરની શરૂઆત એક આર્ટ ડાયરેક્ટર તરીકે વર્ષ 1989 માં કરી હતી. આ પછી તે આ ગલે લગ જા, 1943 અ લવ સ્ટોરી, અકેલે હમ અકેલે તુમ, ખામોશી, માચીસ, સલામ બોમ્બે, હુ તુ તુ, હમ દિલ દે ચૂકે સનમ, દેવદાસ, મુન્નાભાઈ એમબીબીએસ, ગાંધી, વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ અને પાણીપત જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : શાહરુખ ખાને આલિયા ભટ્ટને આપી ટિપ્સ, એક્ટ્રેસે કર્યો ખુલાસો, જુઓ Video
મળ્યા છે ઘણાં એવોર્ડ
આ સિવાય તેમને કેટલીક ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું અને એક્ટિંગમાં પણ હાથ અજમાવ્યો. નીતિન દેસાઈએ બે ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. તે સંજય દત્ત અને ઉર્મિલા માતોંડકર જેવા કલાકારો સાથે દૌડ ફિલ્મમાં પણ કામ કરતો જોવા મળ્યો હતો. તેમના કરિયરમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર અને ફિલ્મફેર પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા. આર્ટ ડાયરેક્ટરે પોતાના કામથી ઘણી મોટી ફિલ્મોમાં ચાર્મ ઉમેર્યું છે. ઈન્ડસ્ટ્રી તેમના યોગદાનને ક્યારેય ભૂલી શકશે નહીં.
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો