કોણ છે રાહુલ મોદી, જેની સાથે અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં પહોંચી શ્રદ્ધા કપૂર

બોલિવુડના તમામ સ્ટાર્સ હાલમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ પ્રી-વેડિંગ માટે જામનગર પહોંચી ગયા છે. જેમાં સલમાન ખાન, દીપિકા પાદુકોણ, સૈફ અલી ખાન, જાહ્નવી કપૂર, અનિલ કપૂર, કરીના કપૂર ખાન સહિત ઘણા સ્ટાર્સ સામેલ છે. શ્રદ્ધા કપૂર પણ ફંક્શનમાં હાજરી આપવા આવી હતી, આ દરમિયાન તેની સાથે રાહુલ મોદી પણ જોવા મળ્યો હતો. કોણ છે રાહુલ મોદી? જાણો

કોણ છે રાહુલ મોદી, જેની સાથે અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં પહોંચી શ્રદ્ધા કપૂર
Shraddha Kapoor
Follow Us:
| Updated on: Mar 03, 2024 | 7:03 PM

હાલમાં બોલિવુડના તમામ સ્ટાર્સ અંબાણી પરિવારના મહેમાન તરીકે જોવા મળે છે. ઈન્ડસ્ટ્રીના અનેક સ્ટાર્સ જામનગર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ પ્રી-વેડિંગને માણવા આવ્યા છે. આ લિસ્ટમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન, અનિલ કપૂર, કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, જાહ્નવી કપૂર, દીપિકા પાદુકોણ સહિત ઘણા નામ સામેલ છે. આ દરમિયાન શ્રદ્ધા કપૂરે બધાનું ધ્યાન ખેંચ્યું છે.

શ્રદ્ધા કપૂર પોતાની પર્સનલ લાઈફને લઈને અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. ફરી એકવાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ઈવેન્ટમાં કંઈક આવું જ થયું. આ ઈવેન્ટમાં શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી સાથે જોવા મળ્યા હતા. રિપોર્ટ્સ મુજબ બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. પરંતુ હજુ સુધી શ્રદ્ધા કે રાહુલે ડેટિંગના સમાચાર પર કંઈ કહ્યું નથી.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

કોણ છે રાહુલ મોદી?

શ્રદ્ધા અને રાહુલને જામનગરમાં એકસાથે જોઈને ફેન્સ અંદાજ લગાવી રહ્યા છે કે બંને રિલેશનશિપમાં છે. શું તમે જાણો છો રાહુલ મોદી કોણ છે? રાહુલ મોદી ‘તુ જૂઠી મેં મક્કાર’ના રાઈટર રહી ચૂક્યા છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર ફીમેલ લીડ તરીકે જોવા મળી હતી. આ સિવાય તેને ‘પ્યાર કા પંચનામા 2’ અને ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ જેવી ફિલ્મો માટે સ્ક્રિપ્ટ રાઈટર તરીકે કામ કર્યું છે. રિપોર્ટ્સ મુજબ રાહુલ મોદી પહેલા શ્રદ્ધા કપૂર રોહન શ્રેષ્ઠાને ડેટ કરતી હતી. રોહન વ્યવસાયે ફોટોગ્રાફર છે અને તેમનો સંબંધ લગભગ સાત વર્ષ સુધી ચાલ્યો, જે પછી વર્ષ 2022માં તેમનું બ્રેકઅપ થઈ ગયું.

શ્રદ્ધા કપૂરની અપકમિંગ ફિલ્મ

શ્રદ્ધા કપૂરની ‘સ્ત્રી 2’ ટૂંક સમયમાં આવી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી અને અભિષેક બેનર્જી જેવા સ્ટાર્સ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મને અમર કૌશિકે ડાયરેક્ટ કરી છે. વર્ષ 2018માં ‘સ્ત્રી’ રિલીઝ થઈ હતી, ત્યારથી ફેન્સ તેના અપકમિંગ પાર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: 1 હજાર કરોડનો ખર્ચ કરીને નવો રેકોર્ડ બનાવશે અનંત-રાધિકા, પાણીની જેમ મુકેશ અંબાણી ખર્ચી રહ્યા છે પૈસા

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
g clip-path="url(#clip0_868_265)">