AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રણવીર સિંહની આ આદતથી હેરાન છે દીપિકા પાદુકોણ, બધાની સામે કર્યો ખુલાસો

દીપિકા પાદુકોણ અને તેના પતિ રણવીર સિંહનો યુનિક બોન્ડ જોવા મળે છે. પતિ-પત્ની બન્યા પછી પણ બંને એકબીજાની સાથે ફ્રેન્ડની જેમ જ રહે છે. બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજાને સપોર્ટ કરતા જોવા મળે છે, પરંતુ શું તમે જાણો છો કે રણવીરની કેટલીક આદતો છે જે દીપિકાને ખૂબ જ હેરાન કરે છે. આ વાતનો ખુલાસો તેને એક શો દરમિયાન કર્યો હતો.

રણવીર સિંહની આ આદતથી હેરાન છે દીપિકા પાદુકોણ, બધાની સામે કર્યો ખુલાસો
Deepika Padukone - Ranveer SinghImage Credit source: Social Media
| Updated on: Nov 17, 2023 | 10:16 PM
Share

બી ટાઉનના સૌથી હોટ કપલ્સમાંથી એક રણવીર અને દીપિકા આ હાલમાં તેમની પર્સનલ લાઈફ વિશે વધુ ખુલીને વાત કરી રહ્યા છે. એટલા માટે એક ઈવેન્ટમાં દીપિકાએ પોતાના ‘રોકી’ એટલે કે રણવીર વિશે એવી વાત કહી, જેને સાંભળીને ‘પેશ્વા બાજીરાવ’ ગુસ્સે થઈ જશે. લગ્ન પછી બંને એકબીજાના સીક્રેટ્સ વિશે ઘણી વાતો કરી રહ્યા છે જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

બંને ક્યૂટ કપલ એક ઈવેન્ટમાં ગયા હતા જ્યાં તેમને કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા. દીપિકાની પસંદ અને નાપસંદ, દીપિકાને પણ રણવીરના લૂક વિશે પૂછવામાં આવ્યું. આ પછી એવો સવાલ આવ્યો જેના જવાબ સાંભળીને રણવીર શોક્ડ થઈ ગયો.

જ્યારે દીપિકાને પૂછવામાં આવ્યું રણવીરની આદતો વિશે

દીપિકાને રણવીરને લઈને બ્યુટી સિક્રેટ્સ વિશે બોલવાનું કહેવામાં આવ્યું. પછી દીપિકાએ તરત જ જવાબ આપ્યો કે તે મારા કરતાં બાથરૂમમાં વધુ સમય વિતાવે છે, જ્યાં તે લાંબા સમય સુધી શાવર લે છે, ટોયલેટમાં ઘણો સમય વિતાવે છે અને તૈયાર થવામાં પણ મારા કરતા વધુ સમય લગાવે છે.

તાજેતરમાં લંડનના મ્યુઝિયમ મેડમ તુસાદમાં દીપિકા પાદુકોણનું વેક્સ સ્ટેચ્યૂ બનાવવામાં આવ્યું છે. દીપિકા લંડન પહોંચી અને પતિ રણવીર સિંહ અને પિતા પ્રકાશ પાદુકોણ સાથે આ વેક્સ સ્ટેચ્યૂના અનાવરણ સમારોહમાં ભાગ લીધો. એક્ટ્રેસના આ સ્ટેચ્યૂને ‘ધ સ્ટેચ્યુ ઓફ પર્પઝ’ નામ આપવામાં આવ્યું છે.

ફિલ્મોમાં છે વ્યસ્ત

આ પહેલીવાર નથી જ્યારે બંનેએ એકબીજા વિશે ખુલીને વાત કરી હોય. આ પહેલા પણ બંનેએ શો કોફી વિથ કરણમાં એકબીજાના સીક્રેટ્સ અને પર્સનલ વાતો પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો, જેના કારણે બંને ચર્ચામાં રહ્યા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બંને પોત પોતાની ફિલ્મોને લઈને લાઈમલાઈટમાં રહે છે.

આ પણ વાંચો: આટલો મોંઘો કો-ઓર્ડ સેટ પહેરીને પતિની મેચ જોવા ગઈ અનુષ્કા શર્મા, કિંમત જાણીને થઈ જશો હેરાન

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">