આયુષ્માન ખુરાના બન્યો UNICEF ઈન્ડિયાનો નેશનલ એમ્બેસેડર, કહ્યું- ‘હું આ કામ પ્રત્યે ઉત્સાહી છું’
બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાને યુનિસેફ (UNICEF) તરફથી એક સારા સમાચાર મળ્યા છે. તેમને સંસ્થાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. આ પ્રસંગે એક્ટરે ખુશી વ્યક્ત કરી છે અને આ જવાબદારી પર પોતાની પ્રતિક્રિયા પણ વ્યક્ત કરી છે.
Ayushmann khurrana UNICEF Brand ambassador: બોલીવુડ એક્ટર આયુષ્માન ખુરાનાએ થોડા સમયમાં પોતાના અભિયાનથી બધાને ઈમ્પ્રેસ કર્યા છે. તે કોઈપણ રોલ આ ઈન્ટેસિટી સાથે પ્લે કરે છે કે લોકો તેના વખાણ કરતાં થાકતા નથી. આજના સામાન્ય માણસની સ્ટોરી આયુષ્માન ખુરાનાની ફિલ્મોમાં જોવા મળે છે. દરેક વ્યક્તિ તેમની સાથે રિલેટ કરવાનું પસંદ કરે છે. હવે એક્ટરને વધુ એક મોટી સફળતા મળી છે. તેને યુનિસેફ (યુનાઈટેડ નેશન ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઈમરજન્સી ફંડ)ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.
યુનિસેફ ઈન્ડિયાએ જાણીતા બોલિવૂડ સ્ટાર, આયુષ્માન ખુરાનાને રાષ્ટ્રીય રાજદૂત તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ સ્ટારે દરેક બાળકના જીવિત રહેવા માટે, વિકાસ, સલામત રાખવા તેમજ તેમના સુનિશ્ચિત નિર્ણયોમાં તેમના અવાજને પ્રોત્સાહન આપવાનો અધિકાર માટે યુનિસેફ સાથે હાથ મિલાવ્યા છે. આયુષ્માન પહેલાથી જ સામાજિક કાર્ય સાથે જોડાયેલો છે અને હવે એક્ટરને બીજી મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
View this post on Instagram
એક્ટરે વ્યક્ત કરી પોતાની ખુશી
સન્માન સમારોહમાં બોલતા,આયુષ્માન ખુરાનાએ કહ્યું – યુનિસેફ ઈન્ડિયા સાથે એક રાષ્ટ્રીય રાજદૂત તરીકે બાળ અધિકારોની હિમાયતને આગળ વધારવી એ ખરેખર મારા માટે સન્માનનો વિષય છે. ભારતમાં બાળકો અને કિશોરો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેના વિશે હું ઉત્સાહી છું.
યુનિસેફ સેલિબ્રિટી એડવોકેટ તરીકે, મેં બાળકો સાથે સંવાદ કર્યો છે અને ઈન્ટરનેટ સલામતી, અભદ્ર ભાષણ, તસવીરો અને ધમકીઓ સાથે ઈન્ટરનેટ પર હેરાન કરવા, માનસિક સ્વાસ્થ્ય અને લિંગ સમાનતા વિશે વાત કરી છે. યુનિસેફ સાથેની આ નવી ભૂમિકામાં, હું બાળ અધિકારો માટે મજબૂત અવાજ બનીને રહીશ, ખાસ કરીને સૌથી વધુ સંવેદનશીલ, તેમને સૌથી વધુ અસર કરતી સમસ્યાઓના ઉકેલની હિમાયત કરીશ.
આ પણ વાંચો : Mrs Chatterjee vs Norway: વર્ષો પછી અનોખા પાત્રમાં જોવા મળશે રાની મુખર્જી, મોશન પોસ્ટરમાં જોવા મળ્યો શાનદાર લુક
વર્ષ 2022 ન હતું ખાસ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વર્ષ 2022 તેની કરિયરની દૃષ્ટિએ ખાસ રહ્યું ન હતું. તે ‘એન એક્શન હીરો’ અને ‘ડોક્ટર જી’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. પરંતુ બંને ફિલ્મોને ફેન્સ તરફથી વધુ સમર્થન મળ્યું નથી. હાલમાં વર્ષ 2023માં પણ એક્ટર પાસે એક જ ફિલ્મ છે. તે ડ્રીમ ગર્લ 2 માં જોવા મળશે.