AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrs Chatterjee vs Norway: વર્ષો પછી અનોખા પાત્રમાં જોવા મળશે રાની મુખર્જી, મોશન પોસ્ટરમાં જોવા મળ્યો શાનદાર લુક

રાની મુખર્જીની (Rani Mukerji) અપકમિંગ ફિલ્મ મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વેનું (Mrs Chatterjee vs Norway) મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ સાથે જ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મના ટ્રેલરની તારીખ પણ જાહેર કરી છે.

Mrs Chatterjee vs Norway: વર્ષો પછી અનોખા પાત્રમાં જોવા મળશે રાની મુખર્જી, મોશન પોસ્ટરમાં જોવા મળ્યો શાનદાર લુક
Rani MukerjiImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2023 | 7:37 PM
Share

રાની મુખર્જી હાલમાં તેની અપકમિંગ ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે’ માટે ચર્ચામાં છે. વર્ષ 2023માં એક્ટ્રેસ ફરી એકવાર બોલીવુડમાં પોતાનો જાદુ ફેલાવવા માટે તૈયાર છે. ફેન્સ પણ તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ફિલ્મને લઈને ઘણા અપડેટ્સ આવી ચૂક્યા છે. મેકર્સે સરસ્વતી પૂજાના અવસર પર આ ફિલ્મમાંથી રાની મુખર્જીની એક નવી તસવીર શેયર કરી હતી. હવે હાલમાં જ ફિલ્મનું મોશન પોસ્ટર પણ સામે આવ્યું છે. આમાં રાનીના અનોખા અવતારને જોઈને લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે હાલમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર રાનીની અપકમિંગ ફિલ્મનું મોશન પોસ્ટર શેયર કર્યું છે. આમાં એક્ટ્રેસ ખૂબ જ ઈન્ટેન્સ લુક આપતી જોવા મળી રહી છે. પરંતુ રાનીની એક્ટિગથી દરેક લોકો વાકેફ છે. આ જ કારણ છે કે દર વખતની જેમ આ ફિલ્મથી પણ દર્શકોને ઘણી આશાઓ છે.

અહીં જુઓ મોશન પોસ્ટર

આ ફેબ્રુઆરીમાં રિલીઝ થશે ટ્રેલર

પોતાની પોસ્ટમાં તરણ આદર્શે ફિલ્મના ટ્રેલરની તારીખ વિશે પણ ખુલાસો કર્યો છે. તમને જણાવી દઈએ કે રાનીની ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર 23 ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહ્યું છે. પોસ્ટર સામે આવ્યા બાદ ફેન્સ આતુરતાથી ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ હોળી પછી 17 માર્ચે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

આ પણ વાંચો : કાર્તિક આર્યનનું સારા અલી ખાન-કૃતિ સેનન સાથે હતું અફેર? અભિનેતા એ જાતે જ કર્યો આ ખુલાસો

શેના પર આધારિત છે ફિલ્મની સ્ટોરી?

તમને જણાવી દઈએ કે રાની મુખર્જીની આ ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો આ સ્ટોરી તમામ અવરોધો સામે લડવાની અને દરેક કિંમતે તેના બાળકોની સુરક્ષા કરવા માટે દેશને પડકારવા એક મહિલાના સંકલ્પને દર્શાવે છે. સ્ટોરી એક ભારતીય કપલના વાસ્તવિક જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં રાની એક બંગાળી મહિલાના રોલમાં જોવા મળશે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">