જૂની પરંપરા મુજબ થઈ અનંત અને રાધિકાની સગાઈ, એક ફ્રેમમાં જોવા મળ્યો આખો અંબાણી પરિવાર

સોશિયલ મીડિયા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની (Radhika Merchant) સગાઈ ઈવેન્ટની ઘણી તસવીરો અને વીડિયો પર સતત વાયરલ થઈ રહ્યા છે. ફેમિલી સાથે રાધિકાના ફેસ પર ખુશી દેખાઈ રહી છે.

જૂની પરંપરા મુજબ થઈ અનંત અને રાધિકાની સગાઈ, એક ફ્રેમમાં જોવા મળ્યો આખો અંબાણી પરિવાર
Anant Ambani - Radhika MerchantImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2023 | 9:18 PM

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે આજે 19 જાન્યુઆરીએ સગાઈ કરી હતી. અંબાણી પરિવારનો નાનો પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં જ વરરાજા બનશે. આ સાથે જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે ખુશીઓ દસ્તક આપી રહી છે. તમને જણાવી દઈએ કે અનંત અને રાધિકાની સગાઈની ઈવેન્ટ મુકેશ અંબાણીના મુંબઈના ઘર એન્ટિલિયામાં યોજાઈ હતી. આ અવસર પર તેના ઘરને પણ દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું.

પરિવારોએ એકબીજાને ભેટો અને શુભેચ્છાઓની આપ-લે સાથે અનહદ આનંદ પણ વહેંચ્યો હતો. અનંતના માતા નીતા અંબાણીની આગેવાનીમાં અંબાણી પરિવારના સભ્યો દ્વારા સૌને આશ્ચર્યચકિત કરતું એક પર્ફોર્મન્સ પણ આયોજિત કરવામાં આવ્યું હતું. હાલમાં જ રાધિકાની મહેંદી સેરેમની થઈ હતી. જેની તસવીરો અને કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

રિપોર્ટ મુજબ આજે એટલે કે ગુરુવારે સાંજે મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયામાં અનંતની સગાઈનું ફંક્શન થયું છે. અનંત અને રાધિકાની સગાઈ જૂની પરંપરા ગોળ ધાણા અને ચુંદડી વિધિથી થઈ હતી. આ પ્રસંગે મુકેશ અંબાણીનો આખો પરિવાર સાથે જોવા મળ્યો હતો.

અહીં જુઓ વીડિયો

શાહી અંદાજમાં થઈ સગાઈ

આ સગાઈ ખૂબ જ શાનદાર અને શાહી અંદાજમાં થઈ છે. તમે તસવીરો અને વીડિયોમાં જોઈ શકો છો. સોશિયલ મીડિયા પર અનેક તસવીરો અને વીડિયો સતત વાયરલ થઈ રહ્યા છે. પરિવાર સાથે રાધિકાના ચહેરા પર ખુશી દેખાઈ રહી છે. તેણે ત્યાં હાજર ફોટોગ્રાફર્સને હાથ જોડીને અભિવાદન કર્યું. આ દરમિયાન રાધિકા ગોલ્ડન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. અનંત અંબાણીની રોયલ લુક પણ ખૂબ જ શાનદાર છે. અંનત બ્લુ કલરની શેરવાનીમાં ડેશિંગ જોવા મળ્યો હતો.

આ પણ વાંંચો : મુકેશ અંબાણીના દિકરા અનંતના લગ્નની તૈયારી શરૂ, રાધિકા મર્ચન્ટે મહેંદી સેરેમનીમાં કર્યો જબદસ્ત ડાન્સ, Video થયો વાયરલ

લાંબા સમયથી કરી રહ્યા હતા ડેટિંગ

આ કપલે ગયા વર્ષે 29 ડિસેમ્બરમાં રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના નાથદ્વારા સ્થિત શ્રીનાથજી મંદિરમાં રોકા સેરેમની કરી હતી. આ દરમિયાન અંબાણી અને મર્ચન્ટ પરિવાર સામેલ થયો હતો. સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો પણ વાયરલ થઈ હતી. તમને જણાવી દઈએ કે આ કપલ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જે બાદ આજે બંનેએ સગાઈ કરી લીધી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">