Neetu Kapoor Birthday: 64 ની ઉંમરે પોતાને કેવી રીતે ફિટ રાખે છે નીતુ કપુર, જાણો તેની ફિટનેસ ટિપ્સ

નીતુ કપૂરને (Neetu Kapoor) જોઈને લાગતું નથી કે તે 64 વર્ષની છે. નીતુ કપૂર પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. આ અવસર પર તેની ફિટનેસનું રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ.

Neetu Kapoor Birthday: 64 ની ઉંમરે પોતાને કેવી રીતે ફિટ રાખે છે નીતુ કપુર, જાણો તેની ફિટનેસ ટિપ્સ
Neetu Kapoor
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2022 | 2:03 PM

નીતુ કપૂર (Neetu Kapoor) તેના સમયની હિટ એક્ટ્રેસમાંની એક છે. નીતુ કપૂરની ગણતરી 64 વર્ષની ઉંમર પછી પણ ફિટ એક્ટ્રેસમાં થાય છે. તેના ચહેરાની ચમક, ફિટ બોડી જોઈને એવું નથી લાગતું કે નીતુ કપૂરની ઉંમર 60થી વધુ છે. નીતુ કપૂર તેની સ્કિનને કેવી રીતે સ્વસ્થ રાખે છે? વાળને કેવી રીતે હેલ્થી રાખે છે? અને સાથે જ તેઓ ડાયટમાં એવું શું ખાય છે કે તેમનું ફિટ બોડી ઘણા લોકો માટે ઈન્સપિરેશન બને છે. નીતુ કપૂરે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આજના સમયમાં હું મારા જૂના દિવસો કરતાં વધુ ફિટ (Healthcare Tips) અનુભવું છું. હું નાની હતી ત્યારે પણ એટલી ફિટ નહોતી. તે સમયે મારું વજન 68 કિલો હતું અને આજે 64 વર્ષની ઉંમરે હું 59 કિલો છું.

મારી વજન ઘટાડવાની સફર મારા માટે ખૂબ જ મોટિવેશનલ રહી છે. નીતુ કપૂર ઓયલી અને સુગરવાળી વસ્તુઓથી પોતાને દૂર રાખે છે. હેલ્ધી ખાવામાં માને છે. તે દરરોજ સવારે ઉઠીને યોગ કરવાનું પસંદ કરે છે, જેથી શરીર લચીલું રહી શકે. નીતુ કપૂરના ડાયટમાં સિમ્પલ ફૂડ સામેલ છે. નીતુ કપૂર સવારે 10 વાગ્યા સુધીમાં નાસ્તો કરી લે છે. આમાં તે એક વાટકી પપૈયા, બે ઈંડાનો સફેદ ભાગ, ટોસ્ટ અને ખાંડ વગરની ચા લે છે. 12 વાગ્યે તે એક ગ્લાસ છાશ અને તરબૂચ ખાય છે.

આ પછી બપોરે લંચમાં નીતુ કપૂર રોટલી, દાળ અથવા ચિકન અને સૂકાં શાકભાજી લે છે. નીતુ 2 વાગ્યા સુધીમાં લંચ ખાય છે. સાંજે 4 વાગ્યે નીતુ કપૂર પાંચ બદામ અને બે અખરોટ ખાય છે. બે ક્રીમ ક્રેકર્સ પણ લે છે. આ પછી લગભગ 8 વાગ્યે તે શાકભાજીનો જ્યુસ પીવે છે અને ફળ ખાય છે. રાતે ભોજન માટે તે રોટલી, દાળ અને ઇંડા ભુર્જી લે છે. જ્યારે પણ તેને કંઈક ગળ્યું ખાવાનું મન થાય છે ત્યારે તે બે ક્યુબ્સ ડાર્ક ચોકલેટના ખાય છે.

આ પણ વાંચો

નીતુ કપૂર દરરોજ 10,000 સ્ટેપ્સ ચાલી શકે તેવી કોશિશ કરે છે. આ સિવાય નીતુ કપૂર યોગા સાથે પિલાટેસ અને ચીઆરએક્સ પણ કરે છે. નીતુ કપૂર પોતાને હાઈડ્રેટ રાખવા માટે ઘણું પાણી પીવે છે. સ્મૂધી લે છે, જેથી તેના ચહેરા પરની ચમક જળવાઈ રહે. નીતુ કપૂરનું માનવું છે કે વ્યક્તિએ માત્ર કહેવા માટે વજન ઓછું ન કરવું જોઈએ. જ્યારે તમે પણ જીવનમાં ખુશ હોવ ત્યારે જ વજન ઘટે છે. તો ખુશ રહો અને સ્વસ્થ જીવન જીવો, આ પણ નીતુ કપૂરનો ફિટનેસ મંત્ર છે.

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">