1 રૂપિયો લઈ પોતાની એરલાઇન ચલાવવા નીકળ્યો અક્ષય કુમાર, ‘સરફિરા’નું ટ્રેલર રિલીઝ

બોલિવુડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ સરફિરાનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે. છેલ્લા કેટલાક સમયથી તેમની કોઈ પણ ફિલ્મ હિટ રહી ન હતી પરંતુ હવે તે એક શાનદાર ફિલ્મ સાથે આવી રહી છે, ફિલ્મના ટ્રેલરને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.

1 રૂપિયો લઈ પોતાની એરલાઇન ચલાવવા નીકળ્યો અક્ષય કુમાર,  'સરફિરા'નું ટ્રેલર રિલીઝ
Follow Us:
| Updated on: Jun 18, 2024 | 5:08 PM

બોલિવુડ સુપરસ્ટાર અક્ષયકુમારની અનેક એવી ફિલ્મો આ વર્ષે રિલીઝ થઈ છે. આ વર્ષ પણ તેની અનેક ફિલ્મો રિલીઝ થવા માટે તૈયાર છે. ટાઈગર શ્રોફની સાથે આવેલી તેની ફિલ્મ બડે મિયા છોંટે મિયા રિલીઝ થઈ ચુકી છે પરંતુ આ ફિલ્મે બોકસ ઓફિસ પર સારું પ્રદર્શન કરી શકી ન હતી અને ફ્લોપ રહી હતી. હવે ટુંક સમયમાં તેની વધુ એક ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મનું નામ સરફિરા છે. આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ચુક્યું છે.

કેવું છે ફિલ્મનું ટ્રેલર ?

ફિલ્મમાં અક્ષયકુમારે વીર મહાત્રેનો રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મમાં તેનો રોલ ચાહકોને પસંદ આવી રહ્યો છે. ટ્રેલરમાં જોવા મળી રહ્યું છે કે, કેવી રીતે મહાત્રે એક પડકાર લે છે જેને પાર કરવો એટલો સરળ રહેતો નથી. તેને તેની આસપાસ રહેલા લોકોનો પણ સપોર્ટ મળી રહ્યો છે પરંતુ સાથે તેની ફિલ્મની ટીકા કરનારાઓની પણ કોઈ કમી નથી. ફિલ્મનું ટ્રેલર જોઈ એવું લાગે છે કે, ફિલ્મ ખુબ શાનદાર હશે.

સેમીફાઈનલ પહેલા રોહિત શર્માએ ICCની મજાક ઉડાવી!
ભારતનું તે રેલ્વે સ્ટેશન જેના પછી દેશની સરહદ સમાપ્ત થાય છે.
100 બોલમાં ડબલ સેન્ચુરી, છગ્ગા-ચોગ્ગાની મદદથી 200 રન
શું તમે પણ રાત્રે AC ચાલુ રાખીને સૂઈ જાઓ છો? જાણી લો આ વાત
ફટાફટ ચાર્જ થઈ જશે તમારો સ્માર્ટફોન, જાણી લો આ સિક્રેટ ટ્રિક
સરગવાના પાન છે સુપર ફુડ, જાણો તેને ખાવાના ફાયદા

ફિલ્મના ટ્રેલરની વાત કરીએ તો ટ્રેલરની શરુઆત અક્ષયકુમારના અવાજ સાથે થાય છે. જે કહે છે મારું નામ વીર છે હું જરનદેશ્વરની પાસે આવેલા એક ગામમાંથી છું, હું ગરદન સુધી દેવામાં ડુબેલો છે.ભૂલથી પણ જે પૈસા મારી પાસે આવે છે તે દેણું ચુકવવામાં ચાલ્યા જાય છે. ફિલ્મનું ટ્રેલર ખુબ સુંદર છે જેને જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ સારો રિસ્પોન્સ આપી રહ્યા છે.

ટ્રેલરને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો

છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે કે જ્યારે પણ અક્ષય કુમારની ફિલ્મ આવી રહી છે ત્યારે તેને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો નથી. ફિલ્મ બડે મિયાં છોટે મિયાં પાસેથી ચાહકોને ઘણી અપેક્ષાઓ હતી. પરંતુ આ પછી પણ ફિલ્મ કંઈ ખાસ બતાવી શકી નથી.પરંતુ ફિલ્મના આ ટ્રેલરને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ પણ વાંચો : રાજકારણી અને બોલિવુડ સ્ટારની છે દિકરી, 2 જોડિયા ભાઈની નાની બહેન છે સોનાક્ષી

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">