હેરા ફેરી 3માં અક્ષય કુમારની એન્ટ્રી? ફિલ્મમેકરે લીધો આ મોટો નિર્ણય
હેરા ફેરી 3 છેલ્લા કેટલાક દિવસોથી ઘણા કારણોસર ચર્ચામાં છે. પરંતુ હવે રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અક્ષય કુમારને ફિલ્મ હેરા ફેરી 3માં (Hera Pheri 3) સામેલ કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
સુપરહિટ કોમેડી ફ્રેન્ચાઈઝી ‘હેરાફેરી‘ના ત્રીજા પાર્ટને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ઘણી ચર્ચા થઈ રહી છે. જ્યારથી એવા સમાચાર સામે આવ્યા કે અક્ષય કુમાર હેરા ફેરી 3માં રાજુના રોલમાં જોવા નહીં મળે, ત્યારે ફેન્સ નિરાશ થઈ ગયા. અક્ષય કુમારે પણ એક ઈન્ટરવ્યુમાં કન્ફર્મ કર્યું હતું કે તે આ ફિલ્મ હેરા ફેરી 3નો ભાગ નહીં બને. આનાથી ઘણા ફેન્સ નારાજ થયા અને ટ્વિટર પર એક ટ્રેન્ડ શરૂ કર્યો હતો, “નો અક્ષય કુમાર નો હેરા ફેરી”. પરંતુ હવે લાગે છે કે ફેન્સની માંગ પૂરી થઈ શકે છે.
હાલમાં એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર હેરા ફેરી 3નો ભાગ બની શકે છે. આ ફિલ્મ માટે પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલા પણ અનીસ બઝમી અને રાજ શાંડિલ્યા સહિતના કેટલાક નિર્દેશકો સાથે વાતચીત કરી રહ્યા છે. આ સિવાય રિપોર્ટમાં એક દાવો કરવામાં આવ્યો છે કે તેઓ અક્ષય કુમારને પણ મળ્યા છે અને મતભેદો દૂર કરીને તેને ફિલ્મમાં પાછા લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
હેરા ફેરી 3માં જોવા મળી શકે છે અક્ષય કુમાર
એક મીડિયા સોર્સ મુજબ કહેવામાં આવ્યું છે કે “પરંતુ કાર્તિક આર્યનને હેરા ફેરી 3 માં કાસ્ટ કરવાને લઈને બધું પેપર પર છે. છેલ્લા 10 દિવસમાં ફિરોઝે અક્ષય કુમારને ઘણી વખત મળ્યો છે, જેથી તમામ મતભેદો દૂર કરી શકાય અને તેને ફિલ્મમાં સામેલ કરી શકાય.” સોર્સ મુજબ ફિરોઝને અહેસાસ થયો છે કે ફિલ્મમાં અક્ષયનો રોલ કેટલો આઈકોનિક છે અને તે કેરેક્ટરને ઊંચાઈ પર લઈ જવાનો ક્રેડિટ અક્ષય કુમારને જાય છે.
શા માટે અક્ષય કુમારને પરત લાવવાના થઈ રહ્યા છે પ્રયાસો?
એવું કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સ સામાન્ય લોકોની અને ફેન્સની લાગણીઓને સમજી રહ્યા છે, તે જોતા અક્ષયને હેરા ફેરી ફિલ્મ માટે પરત લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હેરા ફેરી કોમેડી ફિલ્મોમાં તેનું અલગ સ્થાન ધરાવે છે. આ ફિલ્મમાં રાજુ (અક્ષય કુમાર), શ્યામ (સુનીલ શેટ્ટી) અને બાબુરાવ (પરેશ રાવલ) લીડ રોલમાં જોવા મળ્યા છે. આ ત્રણેયને પહેલી બંને ફિલ્મોમાં લોકોએ ખૂબ જ પસંદ કર્યા છે.