AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો તમે થિયેટરમાં ‘સૈયારા’ જોઈ નથી, તો તમે ઘરે બેસી આ OTT પ્લેટફોર્મ પર સૈયારા ફિલ્મ જોઈ શકશો

અહાન પાંડે અને અનીત પદ્દાની હિટ રોમેન્ટિક ફિલ્મ સૈયારા થિયેટરમાં 478 કરોડથી વધારેની કમાણી કરી ચૂકી છે.હવે આ ફિલ્મ ઓટીટી પર ધમાલ મચાવવા આવી રહી છે. તો ચાલો જાણીએ ક્યાં OTT પ્લેટફોર્મ પર તમે સૈયારા ફિલ્મ જોઈ શકશો.

જો તમે થિયેટરમાં 'સૈયારા' જોઈ નથી, તો તમે ઘરે બેસી આ OTT પ્લેટફોર્મ પર સૈયારા ફિલ્મ જોઈ શકશો
| Updated on: Aug 12, 2025 | 2:50 PM
Share

થિયેટરમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ બોલિવુડ સ્ટાર અહાન પાંડે અને અનીત પદ્દાની ફિલ્મ સૈયારા હવે તમે ઓટીટી પ્લેટફોર્મ પર જોઈ શકો ચો. સૈયારાને યશરાજ ફિલ્મ અને મોહિત સૂરીએ સાથે બની બનાવી છે. આ ફિલ્મથી અહાન પાંડે અને અનીત પદ્દાએ લાખો ચાહકોના દિલ જીત્યા છે. પોતાની સુંદર કેમેસ્ટ્રીના કારણે ચર્ચામાં ચે. પહેલા જ દિવસે ફિલ્મે બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી. આટલું જ નહી થિયેટરમાંથી અનેક એવા વીડિયો અને ફોટો વાયરલ થયા હતા. જેમાં ચાહકોમાં ફિલ્મને લઈ શાનદાર ક્રેઝ જોવા મળ્યો હતો. ચાહકો હવે આતુરતાથી ફિલ્મની ઓટીટી રિલીઝ પર થવાની રાહ જોઈ રહ્યા છે. જેનાથી તેઓ ઘરે બેસી આરામથી ફિલ્મનો આનંદ લઈ શકે અને ટુંક સમયમાં આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થશે.

સૈયારા ફિલ્મ ઓટીટી પર રિલીઝ થશે

આ વખતે કોઈ અધિકારિક અપટેડ સામે આવ્યું નથી પરંતુ વાઈઆરએફની કાસ્ટિંગ ડાયરેક્ટર શાનુ શર્માએ પોતાના સોશિયલ મીડિયા પર એક સ્ટોરી શેર કરી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ થઈ રહી છે. OTTFLIXના એક અહેવાલ મુજબ, ‘સૈયારા’ 12 સપ્ટેમ્બર, 2025 ના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે અને શાનુ શર્માએ પણ તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર OTTFLIX માંથી એક પોસ્ટ ફરીથી શેર કરી છે. જેનાથી સ્પષ્ટ છે કે, આ ફિલ્મ આગામી મહિને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

સૈયારાના સ્ટારની કિસ્મત ચમકી

મોહિત સુરી દ્વારા નિર્દેશિત સૈયારા ફિલ્મ 18 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં વાણી બત્રા અને ફેમસ સિંગર બનવાના સપના જોનાર કૃષ કપુરની સ્ટોરી છે. તમને જણાવી દઈએ કે, બોલિવુડ ફિલ્મ સૈયારા બીજી સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની છે. બોક્સ ઓફિસ પર ફિલ્મે ચાર અઠવાડિયમાં 325.75 કરોડ રુપિયા અને દુનિયાભરમાં 500 કરોડનું કલેક્શન કર્યું છે.

“સૈયારા તુ તો બદલા નહી હૈ મૌસમ ઝરા સા રુઠા હુઆ હૈ” ગીતથી ધમાલ મચાવનાર અભિનેતાનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">