કો-સ્ટાર શીઝાન ખાનના મેકઅપ રૂમમાં તુનિષા શર્માએ લગાવી ફાંસી? તેની પાછળ રહી ગયા ઘણા સવાલો
તુનિષા શર્માએ (Tunisha Sharma) આત્મહત્યા કરી લીધી છે. પોતાની ટીવી સિરિયલ 'અલી બાબા'ના સેટ પર ટીવી એક્ટ્રેસે મેક-અપ રૂમમાં જ ફાંસી લગાવી હતી. પરંતુ આ વાતની અત્યાર સુધી ચેનલ તરફથી કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી.

ઈન્ટરનેટ વાલા લવ ફેમ એક્ટ્રેસ તુનીષા શર્માએ સુસાઈડ કર્યુ છે. 20 વર્ષની ઉંમરે આ એક્ટ્રેસે તેના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તુનિશાના મૃત્યુની પુષ્ટિ કરતા વાલિવ પોલીસે કહ્યું છે કે ટીવી એક્ટ્રેસ તુનીષા શર્માએ ટીવી સિરિયલના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. તુનિશાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તુનીશાને મૃત જાહેર કરવામાં આવી હતી. સૂત્રોનું માનીએ તો તુનીષા શર્માએ સીરિયલ ‘અલી બાબા-દાસ્તાન-એ-કાબુલ’માં તેના કો-સ્ટાર શીજાન ખાનના મેક-અપ રૂમમાં સુસાઈડ કર્યું છે. પરંતુ આ વાતની અત્યાર સુધી ચેનલ તરફથી કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી.
તુનિષા અને શીઝાનના સંબંધો વિશે અફવાઓ પણ વાયરલ થઈ હતી, પરંતુ બંનેએ ક્યારેય આ વિશે ઓફિશિયલ રીતે વાત કરી નથી. આ વર્ષે ‘ઈન્ટરનેશનલ મેન ડે’ પર, તુનીશાએ શીઝાન માટે એક નોટ લખી હતી જેમાં તેને પોતાના જીવનનો સૌથી ‘સુંદર’ માણસ કહ્યો હતો.
અહીં જુઓ તુનિશાની પોસ્ટ
View this post on Instagram
View this post on Instagram
શીઝાનના વખાણ કરતી હતી તુનિશા
તુનિશાએ લખ્યું કે, હેપ્પી ઈન્ટરનેશનલ મેન્સ ડે, તે માણસને જે મને આ રીતે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. મારા જીવનમાં સૌથી વધુ મહેનતી, ભાવુક, ઉત્સાહી અને સૌથી સુંદર માણસ! તમે જાણતા નથી કે તમે શું છો અને તે સૌથી સુંદર ભાગ છે. @sheezan9 એક માણસ તેના પરિવાર અને સમાજ માટે આપેલા યોગદાન અને બલિદાન આપે છે, તેને ઓળખવાનો અને તેને સમ્માન કરવાનો સમય આવી ગયો છે! તમામ અદ્ભુત પુરુષોને ઈન્ટરનેશનલ મેન્સ ડેની શુભેચ્છાઓ! શીઝાનના જન્મદિવસ પર એક્ટ્રેસે તેને ‘હેપ્પી બર્થ ડે લવ’ કહીને વિશ કર્યું હતું.
View this post on Instagram
શીઝાનની બહેન સાથે પણ હતું સારું બોન્ડિંગ
શીઝાનની બહેન ફલક નાઝની સાથે પણ તુનિશા શર્માનું સારું બોન્ડિંગ હતું. અમે તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર ફલક નાઝ અને શીઝાન સાથેના ઘણા ફોટા પોસ્ટ કર્યા હતા. ફેન્સને આ બંનેની કેમેસ્ટ્રી પણ ખૂબ જ પસંદ આવી હતી.