એક્ટ્રેસ તુનિશા શર્માએ કર્યું સુસાઈડ, ટીવી સીરિયલના સેટ પર કરી આત્મહત્યા
ટીવી એક્ટ્રેસ તુનિશા શર્માનું (Tunisha Sharma) મૃત્યુ થઈ ગયું છે. એક્ટ્રેસે 20 વર્ષની ઉંમરે સુસાઈડ કર્યું છે. એક્ટ્રેસે તેના સેટ પર જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.

સોની સબ ટીવીની સીરિયલ ‘અલીબાબાઃ દાસ્તાન એ કાબુલ’ની લીડ એક્ટ્રેસ તુનીષા શર્માએ આત્મહત્યા કરી લીધી છે. આ ફેમસ ટીવી એક્ટ્રેસે તેના સેટ પર જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. પરંતુ આત્મહત્યાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. તુનીશા શર્મા માત્ર 20 વર્ષની હતી. તુનિશાએ પોતાના કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. ભારત કા વીર પુત્ર – મહારાણા પ્રતાપ સીરિયલથી તુનીશાએ ટીવીમાં ડેબ્યૂ કર્યું હતું. રિપોર્ટ મુજબ સેટ પર હાજર લોકોએ તરત જ એક્ટ્રેસને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો પરંતુ રસ્તામાં જ તેનું મોત થઈ ગયું. હવે તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ભીવાડી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.
Maharashtra | TV actress Tunisha Sharma committed suicide by hanging herself on the set of a TV serial. She was taken to a hospital where she was declared brought dead: Waliv Police
— ANI (@ANI) December 24, 2022
હાલમાં તુનીશા શર્મા સોની સબ ટીવી સીરિયલ અલી બાબા: દાસ્તાન-એ-કાબુલમાં રાજકુમારી મરિયમનો રોલ પ્લે કરી રહી હતી. તુનિષા ફિતૂર, બાર બાર દેખો, કહાની 2: દુર્ગા રાની સિંહ, દબંગ 3 જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. તુનીષાએ ફિતૂર અને બાર બાર દેખોમાં યંગ કેટરીના કૈફનો રોલ પ્લે કર્યો હતો. કલર્સ ટીવી પર તેની સીરિયલ ‘ઈન્ટરનેટ વાલા લવ’ લોકોને ખૂબ પસંદ આવી હતી.
આઘાતમાં છે સેટ પર એક્ટર્સ
તુનિશા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હતી. હંમેશા ખુશ રહેનારી અને સેટ પર દરેક સાથે ખૂબ જ મસ્તીથી વાત કરનારી આ એક્ટ્રેસે આવું પગલું ભરીને બધાને ચોંકાવી દીધા છે. સેટ પર એક્ટર્સ આઘાતમાં છે. થોડા સમય પહેલા ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે પણ આ રીતે આત્મહત્યા કરી હતી.
થોડા સમય પહેલા શરૂ થયો છે નવો શો
થોડા સમય પહેલા તુનિશાનો નવો શો અલી બાબા શરૂ થયો હતો. આ સિરિયલને લઈને એક્ટ્રેસ ખૂબ જ એક્સાઈટેડ હતી. તેનું માનવું હતું કે લાંબા સમય પછી તે ફરી એકવાર ટીવી પર પીરિયડ ડ્રામા કરી રહી છે, જેમાં તે ઘણા ચેલેન્જિંગ લુક ટ્રાય કરી શકે છે. તેના ફેન્સને પણ તેમની ફેવરિટ એક્ટ્રેસની આ સ્ટાઈલ પસંદ આવી હતી.