AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જે કામ 3600 કરોડ રૂપિયાનો માલિક અમિતાભ બચ્ચન ન કરી શક્યો, તે એક સામાન્ય ખેડૂતે કરી બતાવ્યું

એક એવો ખેડૂત કે જેમણે પહેલગામના આતંકી હુમલા બાદ એક એવી પ્રતિજ્ઞા લીધી છે કે, તે પાકિસ્તાનના વિનાશ સુધી દાઢી-મૂંછ બનાવશે નહી. નવીન કુમાર રાયના કામની વાત સાંભળી તમે પણ વખાણ કરશો.

જે કામ 3600 કરોડ રૂપિયાનો માલિક અમિતાભ બચ્ચન ન કરી શક્યો, તે એક સામાન્ય ખેડૂતે કરી બતાવ્યું
Nirupa Duva
| Edited By: | Updated on: May 10, 2025 | 5:49 PM
Share

છેલ્લા કેટલાક દિવસોથી ચારે બાજુ માત્રને માત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા તણાવના સમાચાર જોવા મળી રહ્યા છે. આ તણાવનું કારણ પહેલગામ હુમલો છે. તમને જણાવી દઈએ કે, 7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ કાર્યવાહી 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી છે. જેમાં એક નેપાળી નાગરિક સહિત 26 નાગરિકોના મોત થયા હતા.

ખેડૂતના થઈ રહ્યા છે વખાણ

આ તણાવ વચ્ચે બાધા પોતા પોતાની રીતે નિવેદનો આપી રહી છે. કોઈ બને તેટલી મદદ કરી રહ્યું છે. ભારત અને પાકિસ્તાનના આ તણાવની સમજ આજે એક નાનકડાં બાળકથી લઈ ખેડૂત સારી રીતે સમજી ગઈ છે. એક બાજુ બોલિવુડ સ્ટાર આ તણાવ વિશે બોલવા રાજી નથી. હજુ સુધી કેટલાક એવા સ્ટાર છે તેમણે ભારતના સમર્થનમાં એક પણ શબ્દો કહ્યા નથી. પરંતુ આજે આપણે એક એવા ખેડૂતની વાત કરીશું, જેના કામના આજે ખુબ વખાણ થઈ રહ્યા છે.તેના કામથી સ્પષ્ટ થાય છે કે,માત્ર પૈસા મહત્વના નથી પરંતુ જરુરિયાત સમયે દેશની સેવા કરવી પણ મહત્વની છે.

માત્ર કહેવાનો ખેડૂત

સોશિયલ મીડિયાના જમાનામાં તમે બોલિવુડ સ્ટારને એક્ટિવ જોયા હશે. તેઓ માત્ર એક ખેડૂત હોવાનો માત્ર દેખાવો કરે છે. આ દેખાવા પાછળ તેના અનેક જૂઠાણાઓ હોય છે. ટેક્સથી બચવા માટે તેઓ ખેડૂત બની જાય છે.અમિતાભ બચ્ચન એક અભિનેતા હોવા ઉપરાંત ખેડૂત પણ છે. તેણે ઉત્તર પ્રદેશના કાકોરીમાં ખેતી માટે 33 વીઘા જમીન ખરીદી છે. તે પોતે ટ્રેક્ટર ચલાવે છે અને ખેતીકામ કરે છે.તેવું તેમનું કહેવું છે. (માત્ર કહેવા ખાતર ) મહારાષ્ટ્રના લોનાવાલામાં ખેતીની જમીન ખરીદ્યા પછી અમિતાભ બચ્ચનને “ખેડૂત” નો ટેગ મળ્યો, કારણ કે મહારાષ્ટ્રના નિયમો અનુસાર, ફક્ત ખેડૂતો જ ખેતીની જમીન ખરીદી શકે છે.આજે અમિતાભ અંદાજે 3600 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.

સરહદો પર લડતા સૈનિકોને કરી મદદ

બલિયા યૂપીનો એક ખેડૂત છે. તે પોતાના ખભા પર લગભગ એક ક્વિન્ટલ ઘઉં, જુવાર અને બાજરી લઈને ડીએમ ઓફિસ પહોંચ્યો. તેણે તેને આગ્રહ કર્યો કે, આ ખોરાક દેશની સરહદો પર લડતા સૈનિકોને મોકલે જેથી તેમને ખાવા-પીવામાં મદદ મળી શકે! તેમણે કહ્યું, “અત્યારે તેમણે લગભગ એક ક્વિન્ટલ અનાજનું દાન કર્યું છે. ઉપરાંત, તેમણે ડીએમને આગ્રહ કર્યો છે કે જો જરૂર પડે તો તેઓ તેમના ઘરે એક ટ્રક પાર્ક કરે. તેઓ ભારતીય સેના માટે વધુ અનાજ પૂરું પાડશે. સરહદ પર અનાજની કોઈ અછત ન હોવી જોઈએ. જો જરૂર પડે તો, તેઓ તેમની પત્નીના ઘરેણાં પણ વેચી દેશની સેવા માટે ઉપયોગ કરશે!

કેટલાક લોકોને આ નાની વાત લાગશે પણ દેશને આ સમયે આની સૌથી વધુ જરૂર છે આ ભાવનાની અને દરેક નાગરિકમાં આ ભાવના હોવી જોઈએ!આ લાગણી વ્યક્તિને ભાવનાત્મક બનાવે છે.અને દેશને આની જ જરૂર છે.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.તે

g clip-path="url(#clip0_868_265)">