AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa Collection : અલ્લુ અર્જુનની આ ફિલ્મે સિનેમાઘરો પર મચાવી ધમાલ, કમાણીમાં થયો અધધ….વધારો

અલ્લુ અર્જુનની પુષ્પા વર્લ્ડવાઈડ છેલ્લા 3 અઠવાડિયામાં 300 કરોડનું કલેક્શન કર્યું છે. ત્યારે હવે પુષ્પા ફિલ્મ OTT પર રિલીઝ થવા જઈ રહી છે.

Pushpa Collection : અલ્લુ અર્જુનની આ ફિલ્મે સિનેમાઘરો પર મચાવી ધમાલ, કમાણીમાં થયો અધધ....વધારો
Pushpa Collection
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 1:15 PM
Share

Pushpa BO Collection : અલ્લુ અર્જુન (Allu Arjun) સ્ટારર સુપરહિટ ફિલ્મ ‘પુષ્પા’એ (Pushpa) દરેક જગ્યાએ છવાઈ છે. સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની આ ફિલ્મને હિન્દી બેલ્ટમાં પણ સારો પ્રતિસાદ મળ્યો છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત કમાણી કરી રહી છે. અલ્લુ અર્જુનની પુષ્પા ફિલ્મે વર્લ્ડવાઈડ છેલ્લા 3 અઠવાડિયામાં 300 કરોડનું કલેક્શન કર્યું છે.

તમને જણાવવુ રહ્યુ કે, હવે પુષ્પા ફિલ્મ OTT પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ 7 જાન્યુઆરીએ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે અલ્લુ અર્જુનની આ ફિલ્મ OTT પ્લેટફોર્મ (OTT Platform) પર પણ નવા રેકોર્ડ બનાવશે. તમને જણાવી દઈએ કે, અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ પુષ્પા 17 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

અલ્લુ અર્જુનની ‘પુષ્પા’એ અત્યાર સુધીમાં કરી આટલી કમાણી

આ ફિલ્મ વૈશ્વિક સ્તરે 5 ભાષાઓમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના કહેવા પ્રમાણે, ફિલ્મને હજુ પણ ‘વર્ડ ઑફ માઉથ’નો ફાયદો મળી રહ્યો છે, દર્શકો ફિલ્મ જોયા પછી દરેક જગ્યાએ ‘પુષ્પા’ના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. તરણ આદર્શે તેના ટ્વીટમાં લખ્યું હતુ કે, ‘પુષ્પા’, જે તેના ત્રીજા સપ્તાહમાં ચાલી રહી છે, તે હિન્દીમાં પણ ધૂમ મચાવી રહી છે. શાનદાર ટ્રેન્ડિંગ  પહેલા અઠવાડિયામાં ફિલ્મે 26.89 કરોડ, બીજા સપ્તાહમાં  20.20 કરોડની કમાણી કરી અને ત્રીજા સપ્તાહમાં ફિલ્મનું કલેક્શન 212.10 કરોડ થયુ.

તરણ આદર્શે જણાવ્યુ હતુ કે,સાઉથની આ ધમાકેદાર ફિલ્મનુ હિન્દી વર્ઝન પણ શાનદાર પ્રદર્શન કરી રહી છે, સાથે જ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ તેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આંકડા શેર કરતા તરણ આદર્શે લખ્યું- ‘ખાસ કરીને મહારાષ્ટ્રમાં ફિલ્મને ઘણો પ્રેમ મળી રહ્યો છે. ત્રીજા સપ્તાહના શુક્રવારે ફિલ્મે 3.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી જ્યારે શનિવારે ફિલ્મે 6.10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

આ પણ વાંચો : Grammy Awards Postponed :કોરોનાથી ગ્રેમી એવોર્ડ્સને પણ ફટકો , 31 જાન્યુઆરીએ યોજાનારી ઈવેન્ટ સ્થગિત કરાઈ

કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
g clip-path="url(#clip0_868_265)">