AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday :આજે છે પંજાબી સ્વેગ કિંગ દિલજીત દોસાંઝનો જન્મદિવસ, નામ સાથે પણ છે ખાસ કનેક્શન

દિલજીત દોસાંઝ એક ભારતીય ગાયક, ગીતકાર, અભિનેતા, ફિલ્મ નિર્માતા છે. દિલજીતે પોતાના ગીતોની સાથે સાથે પોતાની એક્ટિંગથી પણ દર્શકોના દિલ જીતી લીધા છે.

Happy Birthday :આજે છે પંજાબી સ્વેગ કિંગ દિલજીત દોસાંઝનો જન્મદિવસ, નામ સાથે પણ છે ખાસ કનેક્શન
happy birthday diljit dosanjh
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 9:28 AM
Share

Happy Birthday : દિલજીત દોસાંઝ(Diljit Dosanjh) એક ભારતીય ગાયક, ગીતકાર, અભિનેતા (Actor), ફિલ્મ નિર્માતા અને ટેલિવિઝન પ્રસ્તુતકર્તા પણ છે. દિલજીત દોસાંઝનું સાચું નામ દલજીત સિંહ હતું. પંજાબ મ્યુઝિક ઈન્ડસ્ટ્રી (Punjab Music Industry)માં તેમને મદદ કરનાર રાજીન્દર સિંહના કહેવા પર તેણે પોતાનું નામ દલજીતથી બદલીને દિલજીત રાખ્યું. આ પછી તેણે તેના ગામનું નામ દોસાંજ રાખ્યું જ્યાં તેનો જન્મ થયો હતો.

પંજાબમાં  ફેન ફોલોઈંગ એટલી જબરદસ્ત

દિલજીતે પોતાના કરિયરમાં ઘણા હિટ ગીતો આપ્યા. પંજાબમાં તેની ફેન ફોલોઈંગ એટલી જબરદસ્ત છે કે જો કોઈ તેની વિરુદ્ધ એક શબ્દ પણ બોલે તો આખું શહેર તેના સમર્થનમાં આવી જાય છે. તમને જણાવી દઈએ કે, દિલજીત પહેલા શીખ છે જેમનું મેડમ તુસાદમાં મીણનું પૂતળું છે.દિલજીત પોતાની પર્સનલ લાઈફ વિશે વાત નથી કરતો. એવા અહેવાલો હતા કે દિલજીત પરિણીત છે, પરંતુ અભિનેતાએ આ અહેવાલો પર ક્યારેય પ્રતિક્રિયા આપી નથી. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે તેની પર્સનલ લાઈફ વિશે વધારે વાત નથી કરતો કારણ કે તે નથી ઈચ્છતો કે તેની પર્સનલ લાઈફ પર અસર પડે.

દિલજીતની પ્રોફેશનલ લાઈફ

દિલજીતે વર્ષ 2011માં પંજાબી ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. તેણે ફિલ્મ ધ લાયન ઓફ પંજાબથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. દિલજીતે ફિલ્મોમાં પણ શાનદાર કામ કર્યું અને જટ્ટ એન્ડ જુલિયટ, ડિસ્કો સિંહ, સરદાર જી, અંબરસરિયા, સુપર સિંહ, શાદા જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું.આ પછી દિલજીતે ફિલ્મ ઉડતા પંજાબથી હિન્દી સિનેમામાં ડેબ્યુ કર્યું. આ ફિલ્મમાં શાહિદ કપૂર, કરીના કપૂર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં હતા. પરંતુ તેમ છતાં પણ દિલજીતે પોતાની એક્ટિંગથી બધાના દિલ જીતી લીધા હતા. દિલજીતને વિવેચકો અને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો.

દિલજીતે અનેક ફિલ્મમાં પણ કામ કર્યું 

આ પછી દિલજીતે સૂરજ પર ફિલૌરી, વેલકમ ટુ ન્યૂયોર્ક, સૂરમા, અર્જુન પટિયાલા, ગુડ ન્યૂઝ અને મંગલ ભારી જેવી ફિલ્મોમાં કામ કર્યું. છેલ્લે દિલજીતે ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ હૌસલા રખમાં કામ કર્યું હતું. ફિલ્મમાં દિલજીતની સાથે શહનાઝ ગિલ અને સોનમ બાજવા લીડ રોલમાં હતા. ફિલ્મ અને દિલજીતના કામને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો.હવે દિલજીત પંજાબી ફિલ્મ જોડીમાં જોવા મળવાનો છે. આ એક પંજાબી રોમેન્ટિક ફિલ્મ છે. આ ફિલ્મમાં દિલજીત સાથે નિમરત ખૈરા લીડ રોલમાં છે. આ ફિલ્મમાં કામ કરવાની સાથે દિલજીતે તેને પ્રોડ્યુસ પણ કરી છે.

આ પણ વાંચો : Assembly Election 2022: ચૂંટણી પંચ આજે 5 રાજ્યમાં ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે, યુપીમાં 8 તબક્કામાં મતદાન શક્ય

g clip-path="url(#clip0_868_265)">