છોકરીઓની છેડતી બાબતે એશ્વર્યા રાયે ઉઠાવ્યો અવાજ, કહ્યુ તમારી માનસિક્તાને બચાવવા ડ્રેસ-લિપસ્ટીકને દોષ ન આપો
અભિનેત્રી એશ્વર્યા રાયે સ્ટ્રીટ હેરેસમેન્ટ વિરુદ્ધ મજબુતાઈથી પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યુ છે કે આ સમસ્યાનો દોષ ક્યારેય છોકરીઓના કપડાં, લિપસ્ટીક કે તેમની પસંદ પર ન ઢોળવો જોઈએ. એશ્વર્યાએ લોકોને આ મુદ્દે ખૂલીને બોલવાનો અને સામનો કરવાની અપીલ કરી છે.

એક્ટ્રેસ એશ્વર્યા રાય ક્યારેય પોતાની વાત કહેવામાં સંકોચ નથી કરતી, ખાસ કરીને એ મુદ્દાઓ પર જે દુનિયાભરની મહિલાઓને પ્રભાવિત કરે છે. હવે તેમણે સ્ટ્રીટ હેરેસમેન્ટ એટલે કે સડક પર છોકરીઓ સાથે થતી છેડતી વિરુદ્ધ અવાજ ઉઠાવી છે. એશ્વર્યાએ સ્પષ્ટ કહ્યુ છે કે તેનો બોજ ક્યારેય મહિલાઓ પર કે તેના કપડા પર કે લિપસ્ટીક પર કે તેમની પસંદ પર ન ઢોળવો જોઈએ.
એશ્વર્યાએ આપ્યો સ્ટ્રોંગ મેસેજ
એશ્વર્યાએ આ વાતો લોરિયલ પેરિસના ‘સ્ટેન્ડ અપ’ પ્રોગ્રામ દરમિયાન કહી છે. તે છેલ્લા એક દાયકાથી આ બ્યુટી બ્રાંડ સાથે જોડાયેલી છે. એક્ટ્રેસનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેમા તે લોકોને આ સમસ્યા પર ખૂલીને બોલવા અને તેનુ નામ લેવામાં પણ સંકોચ ન કરવાની અપીલ કરી રહી છે. જુના જમાનાની સલાહો જેમકે, “નજરો જુકાવી લો, અથવા તમારી જાતને સંકોચી લો, જેથી કોઈ નોટિસ ન કરે” ને માનવાને બદલે એશ્વર્યાએ બિલકુલ અલગ જ એટીટ્યુડ બતાવ્યુ છે. વીડિયોમં તે કહી રહી છે, “સ્ટ્રીટ હેરેસમેન્ટ.. તમે તેનો સામનો કેવી રીતે કરો છો? છેડતીને ઈગ્નોર કરવા તમારી નજર બદલી લો કે નીચુ ન જોઈ જાઓ, સમસ્યાને આંખોમાં આંખો નાખીને સામનો કરો, મસ્તક ઉંચુ રાખો, ફેમિનિન અને ફેમિનિસ્ટ.. મારુ શરીર.. મારુ મૂલ્ય… ક્યારેય તમારા મૂલ્યો સાથે સમાધાન ન કરો. ખુદ પર ક્યારેય શક ન કરો. તમારા પોતાના માટે હંમેશા આગળ આવો, પોતાના કપડા કે લિપસ્ટિકને ક્યારેય દોષ ન દો. સ્ટ્રીટ હેરેસમેન્ટ તમારી ભૂલ નથી.”
યુઝર્સે કરી પ્રશંસા
સોશિયલ મીડિયા યુઝર્સ એશ્વર્યાની આ હિંમત અને ખુલીને બોલવાની પ્રશંસા કરી રહ્યા છે. કમેન્ટ સેક્શનમાં તો કમેન્ટ્સની વર્ષા થઈ છે. જુઓ વીડિયો
View this post on Instagram
એક યુઝરે લખ્યું, “શેરીમાં થતી છેડતી ખૂબ જ વાસ્તવિક છે અને તેના વિશે બહુ ઓછું બોલાય છે. આ ખૂબ જ ગમે છે.” બીજાએ લખ્યું, “દરેક જગ્યાએ યુવાન છોકરીઓ અને મહિલાઓ માટે એક પાવરફુલ રીમાઇન્ડર અને જરૂરી સંદેશ.” ત્રીજાએ લખ્યું, “ગ્રેટ મોટિવેશન ગર્લ્સ.” બીજાએ કહ્યું, “મહાન સંદેશ માય ક્વીન.” અન્ય એક યુઝરે લખ્યું, “છેવટે કોઈએ તો આ વિશે વાત કરી.” બીજાએ લખ્યું, “ખૂબ જ સરસ રીતે કહ્યું… તે હંમેશા ખૂબ જ સુંદર લાગે છે.”
ઐશ્વર્યા છેલ્લે મણિ રત્નમની 2023 ની ઐતિહાસિક એક્શન ડ્રામા “પોનીયિન સેલ્વન: ભાગ 2” માં જોવા મળી હતી. આ ફિલ્મમાં વિક્રમ, રવિ મોહન, કાર્તિ, ત્રિશા કૃષ્ણન, જયરામ, પ્રભુ, આર. સરથકુમાર, શોભિતા ધુલિપાલા, ઐશ્વર્યા લક્ષ્મી, વિક્રમ પ્રભુ, પ્રકાશ રાજ, રહેમાન અને આર. પાર્થિબન અભિનય કર્યો હતો. રિલીઝ થયા પછી, ફિલ્મને ખૂબ જ સારી સમીક્ષા મળી અને તે બોક્સ ઓફિસ પર સફળ રહી. આ ફિલ્મે વિશ્વભરમાં આશરે ₹345 કરોડની કમાણી કરી. તેના અભિનય માટે, ઐશ્વર્યાને દક્ષિણ ભારતીય આંતરરાષ્ટ્રીય મૂવી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ અભિનેત્રી (સમીક્ષા) એવોર્ડ પણ મળ્યો.
