મમતા બેનર્જીને મોટો આંચકો, TMCના બે ધારાસભ્યો સહિત બે ફિલ્મી કલાકારો ભાજપમાં જોડાયા

West Bengalમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે તૃણમૂલ કોંગ્રેસમાંથી નેતાઓ ભાજપમાં જતાં હજુ અટક્યા નથી. જેમાં બુધવારે મંત્રી બચુ હંસદા સહિત વધુ બે ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા.

મમતા બેનર્જીને મોટો આંચકો, TMCના બે ધારાસભ્યો સહિત બે ફિલ્મી કલાકારો ભાજપમાં જોડાયા
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 10, 2021 | 6:44 PM

West Bengalમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે તૃણમૂલ કોંગ્રેસમાંથી નેતાઓ ભાજપમાં જતાં હજુ અટક્યા નથી. જેમાં બુધવારે મંત્રી બચુ હંસદા સહિત વધુ બે ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. બચુ હંસદા ઉપરાંત તેહટ્ટાના ધારાસભ્ય ગૌરીશંકર દત્તાએ પણ પાર્ટી છોડી દીધી છે. આ બંનેને ટીએમસીએ ટિકિટ કાપતા ગુસ્સે થયા હતા. બીજી તરફ પ્રખ્યાત બંગાળી અભિનેત્રી રાજશ્રી રાજબંશી અને અભિનેતા બોની સેનગુપ્તાએ પણ ભાજપનો હાથ પકડી લીધો છે.

આ પૂર્વે સોમવારે ટીએમસીના પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. ટીએમસીના ધારાસભ્યો સોનાલી ગુહા, દિપેન્દુ બિસ્વાસ, રવીન્દ્રનાથ ભટ્ટાચાર્ય, જાતુ લહિરી અને સીતલકુમાર સરદાર 8 માર્ચે ભાજપમાં જોડાયા હતા. આ સિવાય ટિકિટ આપીને પાછી લેનારા સરલા મુર્મુ પણ થોડા કલાકોમાં ભાજપમાં જોડાયા હતા. શુભેન્દુ અધિકારી  અને  મમતાના મંત્રીમંડળમાં પ્રધાન રહી ચૂકેલા રાજીબ બેનર્જી સહિત ઘણા મોટા નેતાઓ ભાજપમાં જોડાયા છે અને હવે તેઓ તૃણમૂલ કોંગ્રેસ પાસે સત્તા આંચકી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. મમતા બેનર્જીએ પાર્ટીના 291 ઉમેદવારોની જાહેરાત કરી છે. ટીએમસીએ બે ડઝનથી વધુ બેઠક ધારાસભ્યો અને ઘણા મંત્રીઓને ટિકિટ આપી નથી. આમાંના ઘણા હવે બળવાખોર થયા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

294માંથી 291 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત

આ ચૂંટણીમાં ટીએમસીએ ઉમેદવારોમાં અનેક હસ્તીઓ, મહિલાઓ અને યુવાનોને પ્રાધાન્ય આપ્યું છે. પાર્ટીએ 294માંથી 291 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. તેમજ સાથી પક્ષોને ત્રણ બેઠકો આપી છે.

કેટલાં તબક્કામાં બંગાળની કેટલી બેઠકો પર ચૂંટણી?

West Bengalમાં પ્રથમ તબક્કામાં 27 માર્ચે પશ્ચિમ બંગાળની 294 બેઠકોમાંથી 30 બેઠકો પર મતદાન થશે. જ્યારે બીજા તબક્કામાં 1 એપ્રિલે 30 બેઠકો પર, ત્રીજા તબક્કામાં 3 એપ્રિલે 31 બેઠકો, 10 એપ્રિલના રોજ ચોથા તબક્કામાં 44 બેઠકો, 17 મી એપ્રિલના રોજ પાંચમા તબક્કામાં 45 બેઠકો, છઠ્ઠા તબક્કામાં 22 એપ્રિલના રોજ 43 બેઠકો પર, 26મી એપ્રિલના રોજ સાતમા તબક્કામાં 36 બેઠકો પર અને 29 એપ્રિલના રોજ આઠમાં તબક્કામાં 35 બેઠકો પર મતદાન થશે. પરિણામ 2 મેના રોજ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: TESLAના શેરમાં 20 ટકાના ઉછાળાથી Elon Muskની સંપત્તિમાં 25 અબજ ડોલરનો વધારો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">