Goa Election Results 2022: ગોવામાં પહેલીવાર મેદાનમાં ઉતરેલી TMC પાર્ટીની કારમી હાર, જાણો શું કહ્યું અભિષેક બેનર્જીએ

TMCને ગોવા વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ વખત ચૂંટણી લડી રહેલી TMC રાજ્યમાં એક પણ સીટ જીતી શકી નથી.

Goa Election Results 2022: ગોવામાં પહેલીવાર મેદાનમાં ઉતરેલી  TMC પાર્ટીની કારમી હાર, જાણો શું કહ્યું અભિષેક બેનર્જીએ
TMC Leader Abhishek Banerjee (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 11:10 AM

Goa Election Results 2022:દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના (Assembly Election Result) પરિણામમાં ભાજપે (BJP Party) ચાર રાજ્યોમાં જીત મેળવી છે. દેશનું સૌથી નાનું રાજ્ય ગોવામાં (Goa) સતત ત્રીજી વખત ભાજપની સરકાર બનવા જઈ રહી છે. અહીં 40 સીટોમાંથી 20 સીટો BJPએ જીતી છે. સાથે તેમને 3 અપક્ષ અને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (MGP)ના 2 ધારાસભ્યોએ ટેકો આપ્યો છે. આ રીતે તેનો આંકડો 25 પર પહોંચી ગયો છે, જે બહુમત કરતા 4 વધુ છે. જેથી તેમની સરકાર બનશે તે નિશ્ચિત છે.

ગોવામાં પણ કમળ ‘ખીલ્યુ’

કોંગ્રેસને માત્ર 11 બેઠકો મળી છે. જ્યારે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC Party)) ખાતું પણ ખોલાવી શકી નથી.આમ આદમી પાર્ટી (AAP)ને પ્રથમ વખત વિધાનસભામાં એન્ટ્રી મળી છે. તેના બે ઉમેદવારો જીત્યા છે, પરંતુ પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ દ્વારા CM નો (CM Arvind Kejriwal) ચહેરો બનાવાયેલા અમિત પાલેકર ચૂંટણી હારી ગયા છે. આ ચૂંટણીમાં TMCને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.તમને જણાવી દઈએ કે,મમતા બેનર્જીએ ગોવા ચૂંટણીની જવાબદારી પાર્ટીના મહાસચિવ અભિષેક બેનર્જીને આપી હતી.

ગોવામાં TMCને મોટો ફટકો !

પશ્ચિમ બંગાળમાં જીત બાદ TMCએ ગોવા વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો હતો. છેલ્લા કેટલાક મહિનામાં પાર્ટીના નેતાઓ અને મંત્રીઓએ ગોવા પહોંચીને જનસંપર્ક અભિયાન કર્યું હતું. પાર્ટીના અખિલ ભારતીય મહાસચિવ અભિષેક બેનર્જીએ(Abhishek Banerjee)  ગોવાની જવાબદારી સંભાળી હતી. મહિલાઓને દર મહિને 5,000 રૂપિયા આપવાનું પણ વચન આપવામાં આવ્યું હતું.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

અભિષેક બેનર્જીએ કર્યો આ દાવો

જો કે, પરિણામ જાહેર થયા પછી તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થયા છે.કારણ કે એક પણ સીટ BJP જીતી શકી નથી. જોકે, તૃણમૂલ કોંગ્રેસે હાર સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. પરિણામો જાહેર થયા પછી અભિષેક બેનર્જીએ દાવો કર્યો હતો કે પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતરેલી TMCએ ગોવામાં પોતાનું સ્થાન બનાવ્યું છે. તેઓ આગામી પાંચ વર્ષ સુધી આ રાજ્યમાં વધુ મહેનત કરશે.વધુમાં તૃણમૂલ સાંસદે કહ્યું, ‘આગામી પાંચ વર્ષ અમે જમીન પર કામ કરીશું. ખૂબ જ ઓછા સમયમાં, અમે કદાચ આ રીતે દરેક સુધી પહોંચી શક્યા નહી હોય.’

આ પણ વાંચો : Punjab Election Result: ઈતિહાસમાં પ્રથમ વખત 12 MBBS ડોક્ટરોએ પંજાબ વિધાનસભામાં મેળવ્યુ સ્થાન, AAPનો રહ્યો દબદબો

g clip-path="url(#clip0_868_265)">