Manipur Election Result: ભાજપની શાનદાર જીત, આ ત્રણ પરિબળોને કારણે સતામાં આવી BJP પાર્ટી
મણિપુરમાં ભાજપે 60 બેઠકોમાંથી 32 બેઠકો જીતી છે અને કોંગ્રેસ માત્ર પાંચ બેઠકો પર સમેટાઈ ગઈ છે. આ ઉપરાંત 7 બેઠકો NPP, 7 NPF અને 11 બેઠકો અન્યને ફાળે ગઈ છે.
Manipur Election Result: મણિપુર વિધાનસભા ચૂંટણીનું પરિણામ (Manipur Assembly Election)જાહેર કરવામાં આવ્યું છે,જેમાં ભાજપ બહુમતી સાથે જીતી ગયુ છે. BJPએ ઈતિહાસ રચ્યો છે અને મણિપુરમાં પહેલીવાર બહુમતી સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. 2017ની ચૂંટણીમાં ભાજપ સીટોની દ્રષ્ટિએ કોંગ્રેસ (Congress Party) પછી બીજા નંબરની પાર્ટી હતી. તેમ છતાં, તેણે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો સાથે જોડાઈને સરકાર બનાવી અને એન બિરેન સિંહ રાજ્યના (CM N Biren Singh) મુખ્યમંત્રી બન્યા.
જો કે, ચૂંટણી પહેલા મણિપુર ભાજપના અધ્યક્ષ એ શારદા દેવીએ કહ્યુ હતુ કે,તેની પાર્ટી 2022ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 60 મતવિસ્તારોમાંથી 40 થી વધુ બેઠકો જીતશે. પાર્ટીએ તમામ 60 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાં ત્રણ પરિબળોએ ખૂબ જ સારી રીતે કામ કર્યું છે અને તેણે 60 બેઠકોમાંથી 32 બેઠકો જીતી છે અને કોંગ્રેસ ફક્ત પાંચ બેઠકો પર જ સમેટાઈ છે. આ ઉપરાંત 7 બેઠકો NPP, 7 NPF અને 11 બેઠકો અન્યને ગઈ છે.
પ્રથમ પરિબળ
પહેલી હકીકત સત્તા અને સંસાધનોની રાજનીતિની છે. કેન્દ્રમાં અને રાજ્યમાં એક જ પક્ષની સત્તા હોવાનો ફાયદો મળ્યો. આ સાથે જ ‘ડબલ એન્જિન’ જેવા શબ્દોનો ઉપયોગ કરીને મણિપુરના લોકોના દિલમાં જગ્યા બનાવવાનો પ્રયાસ કર્યો. BJP પાર્ટીએ કહ્યું કે પૂર્વોત્તરના નાના રાજ્યોમાં બીજા રાજ્યોની સરખામણીમાં વધુ વિકાસ થયો છે.
બીજું પરિબળ
બીજા પરિબળ વિશે વાત કરીએ તો, રાજ્યમાં પર્વતો અને ખીણોને એક વિભાગ તરીકે જોવામાં આવ્યા હતા. ખીણને મેતેઈનું ઘર કહેવામાં આવે છે અને તેમાં કુલ 40 બેઠકો છે. જ્યારે આદિવાસી જૂથો ખાસ કરીને નાગાઓ અને કુકી-જોમીઓ ટેકરીઓમાં વસે છે . આ વિસ્તારમાં 20 જેટલી બેઠકો છે. ભાજપે બંને જગ્યાઓ વચ્ચેના મતભેદોને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.
ત્રીજું પરિબળ
ત્રીજા પરિબળમાં BJP દ્વારા દેશના અન્ય ભાગોની જેમ જાહેર માલસામાનની ડિલિવરીથી વિકાસની વિશ્વસનીયતા વધારવામાં મદદ મળી છે. મણિપુરમાં એક રેલીમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગવર્નન્સ રેકોર્ડ પર ભાર મૂક્યો હતો કે 300,000 ઘરોમાં પાઈપવાળા પાણીના જોડાણો છે, PM આવાસ યોજના હેઠળ 7000 ઘરો બાંધવામાં આવ્યા છે, 150,000 ઘરોમાં ગેસ સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું છે, રેલ નેટવર્ક વિસ્તર્યું છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ વિકાસનો ફાયદો ભાજપને પણ થયો છે.
આ પણ વાંચો : Uttar Pradesh Assembly Election: વારાણસીની તમામ આઠ બેઠક પર ભાજપ અને સહયોગીની જીત, કાશી બન્યુ ભગવામય